News of Monday, 15th June 2026
બીકાનેરમાં શ્રી ડૂંગરગઢ નજીક કાર અને ટ્રક વચ્ચે ભંયકર અકસ્માત: 6 લોકોના મોત :એક યુવતી ગંભીર રીતે ઘાયલ .
ટક્કર એટલી ભયાનક હતી કે કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ :પોલીસ અને બચાવ ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી

રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં શ્રી ડૂંગરગઢ નજીક નેશનલ હાઈવે પર કાર અને ટ્રક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. સીઝરાલ હોટલ નજીક થયેલી આ ટક્કરમાં એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ અને બચાવ ટીમે ઘટનાસ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી.
રાજસ્થાનના બીકાનેર જિલ્લામાં થયેલા ગમખ્વાર રોડ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો છે. શ્રી ડૂંગરગઢ નજીક નેશનલ હાઈવે પર એક ઝડપી કાર અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે કાર સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, અકસ્માત સીઝરાલ હોટલ નજીક થયો હતો. કારમાં સવાર લોકો મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક ટ્રક સાથે ટક્કર થઈ હતી. ઘટનાની ગંભીરતા એટલી હતી કે કારમાં બેઠેલા 6 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.
અકસ્મતમાં મૃત્યુ પામેલા લોકોમાં ત્રણ પુરુષ, એક મહિલા અને એક બાળકીનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય એક યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, ત્યારબાદ વધુ સારવાર માટે બીકાનેર રેફર કરવામાં આવી હતી.
અકસ્મતની જાણ થતાં જ પોલીસ, એમ્બ્યુલન્સ ટીમ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકો અને સેવાભાવી સંસ્થાના કાર્યકરોએ પણ બચાવ કામગીરીમાં મદદ કરી હતી. કારની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાથી મૃતદેહોને બહાર કાઢવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બચાવ ટીમે ભારે મહેનત બાદ લોકોને બહાર કાઢ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં અકસ્માતનું મુખ્ય કારણ વધુ ઝડપ અને સામસામે થયેલી ટક્કર હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એકસાથે 6 લોકોના મોતથી શ્રી ડૂંગરગઢ અને આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક લોકો દ્વારા હાઈવે પર વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
