News of Monday, 15th June 2026
ઈરાન સાથેના શાંતિ કરારમાં હજી પણ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કામ કરવાનું બાકી :જેડી વેન્સનું મોટું નિવેદન
શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડમાં ઈરાન સાથે એક મહત્વપૂર્ણ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.

મિડલ-ઇસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવનો અંત લાવવા માટે એક મોટી અને ઐતિહાસિક સફળતા મળી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આગામી શુક્રવારે, એટલે કે 19 જૂન 2026ના રોજ સ્વિટ્ઝર્લેન્ડમાં ઈરાન સાથે એક મહત્વપૂર્ણ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે.
આ કરાર અંતર્ગત ટ્રમ્પે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' પરથી અમેરિકન નૌસેનાની નાકાબંધી સંપૂર્ણપણે હટાવવાની અને કોઈપણ ટોલ ટેક્સ વગર મુક્ત અવરજવરની મંજૂરી આપવાની મોટી જાહેરાત પણ કરી દીધી છે, જે વૈશ્વિક વેપાર અને ક્રૂડ ઓઈલની સપ્લાય માટે રાહતના સમાચાર છે. જોકે, આ ઐતિહાસિક જાહેરાત વચ્ચે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે એક મોટું નિવેદન આપીને સ્પષ્ટ કર્યું છે કે પ્રસ્તાવિત કરારને આખરી ઓપ આપવા માટે હજી પણ કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કામ કરવાનું બાકી છે.
વેન્સે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે, આવનારા દિવસોમાં એ સ્પષ્ટ થઈ જશે કે તેહરાન (ઈરાન) કયા મુદ્દાઓ પર પીછેહઠ કરવા અથવા છૂટછાટ આપવા તૈયાર થાય છે, કારણ કે બંને પક્ષો વચ્ચે હજી પણ ઘણી બાબતો પર ચર્ચા ચાલી રહી છે. આ હસ્તાક્ષર સમારોહમાં ઈરાન તરફથી સંસદના અધ્યક્ષ એમ.બી. ગલિબાફ અને વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચી સહિતના વરિષ્ઠ અધિકારીઓનું આખું પ્રતિનિધિમંડળ હાજર રહે તેવી અમેરિકાને આશા છે, જે આ શાંતિ પ્રક્રિયાને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
