<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

ઇઝરાયલના સંરક્ષણ પ્રધાને પણ કહ્યું- તેમની સેના દક્ષિણ લેબનોનમાંથી પાછી નહીં હટે.:શાંતિ કરાર માનવા ઇન્કાર

ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇતમાર બેન ગ્વીરે શાંતિ કરાર પર કહ્યું-=અમે અમેરિકાના ગુલામ નથી:લેબનોન, સીરિયા અને ગાઝામાં બનાવેલા સુરક્ષા ઝોનમાં ઇઝરાયલી સેના અનિશ્ચિતકાળ સુધી તૈનાત રહેશે.

ઇઝરાયલે અમેરિકા અને ઈરાન વચ્ચે થનારા શાંતિ કરારને માનવાનો ઇનકાર કર્યો છે. સંરક્ષણ પ્રધાને પણ કહ્યું છે કે, તેમની સેના દક્ષિણ લેબનોનમાંથી પાછી નહીં હટે. લેબનોન, સીરિયા અને ગાઝામાં બનાવેલા સુરક્ષા ઝોનમાં ઇઝરાયલી સેના અનિશ્ચિતકાળ સુધી તૈનાત રહેશે.

બીજી તરફ, ઇઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઇતમાર બેન ગ્વીરે શાંતિ કરાર પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું, “અમે અમેરિકાના ગુલામ નથી. ઇઝરાયલ એક સ્વતંત્ર દેશ છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આ કરાર ઇઝરાયલ પર લાગુ પડતો નથી.”

આ તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું કે અમેરિકા-ઈરાન 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે. જો આવું થાય છે, તો 47 વર્ષમાં તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક હશે

(9:41 PM IST)