<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

યુદ્ધ અને સૈન્ય કાર્યવાહી રોકવી, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવું, અમેરિકી નાકાબંધી હટાવવી:ઈરાને મૂકી શરત

MoU પર હસ્તાક્ષર થયા પછી શરૂ થનારી 60 દિવસની અમેરિકા-ઈરાન વાટાઘાટો આ વાત પર નિર્ભર રહેશે કે અમેરિકા પહેલા તેના ત્રણ વચનો પૂરા કરે છે કે નહીં.

ઈરાન-અમેરિકા વચ્ચે થયેલા કરારનો સંપૂર્ણ દસ્તાવેજ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. જોકે, ઈરાની મીડિયા અનુસાર બંને દેશો વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU)માં કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ થાય છે.

તેમાં યુદ્ધ અને સૈન્ય કાર્યવાહી રોકવી, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવું, અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવી, ઈરાનના કેટલાક ફ્રીઝ કરાયેલા ભંડોળ મુક્ત કરવા, પરમાણુ કાર્યક્રમ અને પ્રતિબંધો પર આગામી 60 દિવસની વાતચીત માટેનું માળખું નક્કી કરવું સામેલ છે.

ઈરાનના ઉપ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ કહ્યું છે કે MoU પર હસ્તાક્ષર થયા પછી શરૂ થનારી 60 દિવસની અમેરિકા-ઈરાન વાટાઘાટો આ વાત પર નિર્ભર રહેશે કે અમેરિકા પહેલા તેના ત્રણ વચનો પૂરા કરે છે કે નહીં.

ગરીબાબાદી મુજબ અમેરિકાએ ત્રણ પગલાં ભરવા પડશે- 1. નૌકાદળની નાકાબંધી સમાપ્ત કરવી, 2. યુદ્ધ અને તમામ સૈન્ય કાર્યવાહીઓ રોકવી, 3. ઈરાનના ફ્રીઝ કરાયેલા ભંડોળ મુક્ત કરવા.

(9:44 PM IST)