<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th June 2026

સવારે પતિનું મૃત્‍યુ થયું અને સાંજે પત્‍ની સિધાવી

પતિ-પત્‍નીના અતૂટ પ્રેમની અનોખી મિસાલ જોવા મળી હતી

અયોધ્‍યા,તા.૧૬: ઉત્તર પ્રદેશના અયોધ્‍યા જિલ્‍લાના રેવલી ગામમાં પતિ-પત્‍નીના અતૂટ પ્રેમની અનોખી મિસાલ જોવા મળી હતી. એક બુઝુર્ગ મહિલાએ તેના પતિના અંતિમ સંસ્‍કારના થોડા જ કલાકોમાં દમ તોડ્‍યો હતો. ૮૦ વર્ષના ભગવાન તિવારી રવિવારે સવારે મોટી ઉંમરને કારણે આવતી બીમારીઓમાં મૃત્‍યુ પામ્‍યા હતા. ભગવાન તિવારીએ ગામ માટે ખૂબ સારાં કાર્યો કર્યાં હતાં એટલે પરિવારજનો અને સંબંધીઓની સાથે ગ્રામજનો પણ શોકમાં ડૂબેલા હતા. સવારે ૧૧ વાગ્‍યે તેમને સ્‍મશાન લઈ જઈને અંતિમ સંસ્‍કાર કરવામાં આવ્‍યા. હજી તો સ્‍મશાનેથી સંબંધીઓ પાછા આવ્‍યા અને શોક-ખરખરો ચાલી રહ્યો હતો ત્‍યાં લગભગ સાંજના પાંચેક વાગ્‍યે તેમનાં પત્‍નીએ પણ પથારીમાં સૂતાં-સૂતાં જ અંતિમ શ્વાસ લીધા હતા

(3:29 PM IST)