News of Tuesday, 16th June 2026
૧૪,૦૨૪ કલાકારોએ ભેગા મળીને બનાવ્યું એક પેઇન્ટિંગ

લંડન તા.૧૬: તાજેતરમાં લંડનની ધ ઝૂઓલોજિકલ સોસાયટીએ કેટલાક ચિત્રકારોની મદદથી એક અનોખો વાઇલ્ડ અને કલરફુલ રેકોર્ડ બનાવ્યો હતો. ઝૂમાં ફેલાયેલાં જંગલી પ્રાણીઓની થીમ પર હજારો કલાકારોએ મળીને એક ચિત્ર ભાસે એવી રીતે અલગ-અલગ પેઇન્ટિંગ કરવાનું કામ શરૂ કર્યું હતું. એમાં ૨૦૦ જંગલી પ્રાણીઓની પ્રજાતિનું નિરૂપણ થયું છે. આ વર્ષે ઝૂની ૨૦૦મી ઍનિવર્સરી છે એટલે ઝૂએ કંઈક અનોખું કામ કરવાનું ઠાન્યું હતું. આ માટે પહેલાં એક આખા ચિત્રનું પ્લાનિગ કરવામાં આવ્યું હતું અને પછી હજારો ચિત્રકારોએ એને આકાર આપ્યો હતો. આ તમામ કેન્વસને એકસાથે ગોઠવતાં એક આખું ચિત્ર નિર્માણ થાય છે. આ કામમાં ૧૪,૦૨૪ કલાકારોએ યોગદાન આપ્યું હતું. એને કારણે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં એ સૌથી વધુ કલાકારો દ્વારા દોરાયેલું એક પેઇન્ટિંગ બન્યું હતું
(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
