News of Tuesday, 16th June 2026
અમરનાથ યાત્રિકો માટે ખુશખબર: જમ્મુ-કાશ્મીર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન અને ટુર ઓપરેટરો દ્વારા હોટલ અને પેકેજ પર ૫૦ ટકાના જંગી ડિસ્કાઉન્ટની જાહેરાત

જમ્મુ: આગામી ૩ જુલાઈથી શરૂ થઈ રહેલી પવિત્ર અમરનાથ યાત્રા માટે આવતા શિવભક્તો માટે એક અત્યંત રાહતના સમાચાર છે. જમ્મુ-કાશ્મીર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા ટુર ઓપરેટરોએ યાત્રિકોને રહેવા, જમવા અને ટેક્સી સેવાઓ પર ૫૦ ટકાનું માતબર ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. તાજેતરમાં પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પ્રવાસીઓનો વિશ્વાસ જીતવા અને કાશ્મીરમાં પ્રવાસન ઉદ્યોગને ફરીથી ધમધમતો કરવા માટે આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વર્ષે બાબા બર્ફાની, માતા પાર્વતી અને પુત્ર ગણેશ સાથે તેમના સંપૂર્ણ આકારમાં દર્શન આપી રહ્યા હોવાથી શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ છે. આ ડિસ્કાઉન્ટ ઓફરથી યાત્રિકોના ખિસ્સા પરનો બોજ હળવો થશે અને રજિસ્ટ્રેશનમાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ પણ સ્થાનિક લોકોને અપીલ કરી છે કે તેઓ પ્રવાસીઓ સાથે બ્રાન્ડ એમ્બેસેડર જેવો વર્તાવ કરે અને અતિથિ દેવો ભવ:ની ભાવના સાથે તેમનું સ્વાગત કરે, જેથી દેશ-દુનિયામાં કાશ્મીરની સકારાત્મક છબી ઊભી થઈ શકે
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
