News of Tuesday, 16th June 2026
જમ્મુ-કાશ્મીરની પ્રખ્યાત જીઆઈ ટેગ ધરાવતી 'કલાડી ચીઝ'ની લાઈફ વધી: વૈજ્ઞાનિકોની કમાલથી હવે ચીઝ ૨૧ દિવસ સુધી ફ્રિજમાં બગડશે નહીં

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના પારંપરિક અને પ્રખ્યાત જીઆઈ-ટેગ ધરાવતા ઉત્પાદન 'કલાડી ચીઝ'ને મોટા બજારો સુધી પહોંચાડવા માટે વૈજ્ઞાનિકોએ મોટી સફળતા મેળવી છે. સીએસઆઈઆર-આઈઆઈઆઈએમ જમ્મુ અને સીએસઆઈઆર-સીએફટીઆરઆઈ મૈસૂરના સંશોધકોએ ભેગા મળીને આ સ્પેશિયલ ચીઝની શેલ્ફ-લાઈફ વધારીને ૨૧ દિવસની કરી દીધી છે. હવે આ ચીઝ તેની ગુણવત્તા, સ્વાદ અને પોષક તત્વો ગુમાવ્યા વિના ફ્રિજમાં ૨૧ દિવસ સુધી સુરક્ષિત રહી શકશે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ પહેલથી સ્થાનિક ડેરી ઉત્પાદકો અને ખેડૂતોને મોટો આર્થિક ફાયદો થવાની આશા છે. આ નવી શોધથી ઉત્પાદન ખરાબ થવાનો ડર ઘટશે અને કલાડી ચીઝ દેશભરની પ્રોફેશનલ ફૂડ ચેઈન અને હોસ્પિટાલિટી સેક્ટરમાં આસાનીથી પહોંચી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગ્રામીણ સશક્તિકરણના વિઝનને અનુરૂપ આ વૈજ્ઞાનિક સિદ્ધિ જમ્મુ-કાશ્મીરના ગ્રામીણ અર્થતંત્ર અને પારંપરિક ચીઝ બનાવતા ઉદ્યોગ સાહસિકો માટે આવકના નવા દ્વાર ખોલશે
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
