હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM

જમ્મુ: અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જમ્મુ-કાશ્મીર સરકારે આ વર્ષે કમર કસી લીધી છે. હિમાલયમાં અંદાજે ૩,૮૮૦ મીટરની ઊંચાઈએ આવેલી પવિત્ર ગુફા સુધી પહોંચવાના બંને મુખ્ય રસ્તાઓ પર ૧૮ માઉન્ટેન રેસ્ક્યુ ટીમો (એમઆરટી) તૈનાત કરવામાં આવી છે, જેમાં ૨૦૦ જેટલા અત્યંત પ્રશિક્ષિત જવાનો રાત-દિવસ ખડેપગે રહેશે. જમ્મુ-કાશ્મીર પોલીસની આ ખાસ ટીમના ઇન્ચાર્જ રામ સિંહ સલાથિયાના જણાવ્યા અનુસાર, કુદરતી આપત્તિ કે ભૂસ્ખલન જેવી કટોકટીમાં યાત્રિકોના જીવ બચાવવા માટે આધુનિક સિસ્ટમ ગોઠવવામાં આવી છે. ગત વર્ષે થયેલા ભૂસ્ખલનમાં એક વ્યક્તિનું મૃત્યુ અને ત્રણને ઇજા પહોંચ્યા બાદ આ વર્ષે સુરક્ષામાં કોઈ કચાશ રખાઈ નથી. પહલગામ રૂટ પર ૧૪ અને બાલટાલ રૂટ પર ૪ ટીમોને એડવાન્સ્ડ એવલાન્ચ વિક્ટિમ ડિટેક્ટર્સ અને એવલાન્ચ રોડ્સ જેવા આધુનિક હાઇટેક સાધનોથી સજ્જ કરવામાં આવી છે, જેથી બરફવર્ષા કે અન્ય કોઈ દુર્ઘટના સમયે રિયલ-ટાઇમમાં લોકેશન ટ્રેસ કરીને ત્વરિત રેસ્ક્યુ ઓપરેશન પાર પાડી શકાય. ઊંચાઈવાળા વિસ્તારોમાં ઓક્સિજનની અછતને કારણે પડતી સ્વાસ્થ્યની મુશ્કેલીઓ નિવારવા માટે સમગ્ર માર્ગ પર ૪૦૦ થી વધુ ઓક્સિજન સિલિન્ડર પણ તૈયાર રખાયા છે. આ વર્ષે શ્રદ્ધાળુઓની વિક્રમજનક ભીડની સંભાવનાને પગલે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષાનો આ માસ્ટરપ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
યુએસ કોંગ્રેસમાં બહુમતીનું ગણિત 9:53 AM