જૂનો ફોન હવે ભંગાર નહીં પણ ખજાનો બનશે : ગુગલ 2000 સ્માર્ટફોન ભેગા કરીને બનાવશે નવું ‘ડેટા સેન્ટર’
ગુગલ એક અમેરિકન યુનિવર્સિટી સાથે મળીને 2000 જૂના પિક્સલ સ્માર્ટફોન્સના મધરબોર્ડ જોડીને એક શક્તિશાળી ડેટા સેન્ટર બનાવવાનો પ્લાન કરી રહ્યું છે.

નવી દિલ્હી :જૂનો સ્માર્ટફોન પડ્યો હોય તો તેને ભંગાર સમજવાની ભૂલ બિલકુલ ન કરતા, કારણ કે હવે તે એક મહત્વપૂર્ણ કમ્પ્યુટિંગ સિસ્ટમનો હિસ્સો બની શકે છે. સર્ચ એન્જિન જાયન્ટ ગુગલ હવે નકામા થઈ ગયેલા સ્માર્ટફોન્સનો ઉપયોગ કરીને લો-કાર્બન કમ્પ્યુટિંગ ક્લસ્ટર એટલે કે એક અદ્યતન ડેટા સેન્ટર બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. આ અનોખા પ્રોજેક્ટ દ્વારા ગુગલ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના ટેકનોલોજીને વધુ મજબૂત કરવા માંગે છે.
સરળ શબ્દોમાં સમજીએ તો, ગુગલ જૂના સ્માર્ટફોનની ચિપ, મેમરી અને સ્ટોરેજનો ઉપયોગ કરીને હજારો ડિવાઇસને એકસાથે જોડશે અને તેનાથી એક મિની ડેટા સેન્ટર તૈયાર કરવામાં આવશે. આ પ્રક્રિયાથી ક્લાઉડ એપ્લિકેશન્સ અને રિસર્ચ વર્કલોડને સંભાળવામાં ઘણી મદદ મળશે.
અમેરિકાની યુનિવર્સિટી સાથે હાથ મિલાવ્યા: આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે ગુગલે અમેરિકાની એક પ્રખ્યાત યુનિવર્સિટીની રિસર્ચ ટીમ સાથે ભાગીદારી કરી છે. બંને ટીમો સંયુક્ત રીતે રિસર્ચ કરી રહી છે કે કેવી રીતે નિવૃત્ત થઈ ગયેલા સ્માર્ટફોન્સને એક શક્તિશાળી કમ્પ્યુટિંગ પ્લેટફોર્મમાં ફેરવી શકાય. જો આ પ્રયોગ સંપૂર્ણપણે સફળ રહેશે તો આગામી સમયમાં શરૂઆતી તબક્કે અંદાજે 2000 જૂના ગુગલ પિક્સલ સ્માર્ટફોન્સથી બનેલું એક આખું ડેટા સેન્ટર કામ કરતું જોવા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
