<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

પતિ સાથે મસૂરીમાં ફરવા ગયેલી મહિલાનું શંકાસ્‍પદ અવસ્‍થામાં મોતઃ રુમમાંથી મળી દારુની બોટલો

મહિલાની લાશ રૂમમાં નગ્ન અવસ્‍થામાં ફર્શ પર મળીઃ મહિલાના નાકમાંથી લોહી અને ફર્શ પર યૂરિન પણ નીકળેલું હતું

મસૂરી તા.૧૭: ઉત્તરાખંડના મસૂરીમાં પતિ સાથે ફરવા આવેલી એક મહિલાનું શંકાસ્‍પદ અવસ્‍થામાં મોત થઈ ગયું. ઘટનાની જાણકારી મળ્‍યા બાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્‍થળે પહોંચી ગઈ. મહિલાની લાશ રૂમમાં નગ્ન અવસ્‍થામાં ફર્શ પર મળી. આ ઉપરાંત દારૂની બોટલ પણ મળી હતી. મહિલાના નાકમાંથી લોહી અને ફર્શ પર યૂરિન પણ નીકળેલું હતું. જાણકારી અનુસાર, પતિ-પત્‍ની બંને અલગ અલગ આઈટી કંપનીઓમાં કામ કરતા હતા.

પોલીસે જણાવ્‍યું છે કે કોતવાલી મસૂરીને કંટ્રોલ રૂમના માધ્‍યમથી એક સૂચના મળી હતી. જેમાં કહેવાયું કે ટિપરીધારના કિયાના હોમ સ્‍ટેના એક રૂમમાં રોકાયેલા દંપતિમાંથી મહિલાની હાલત ગંભીર છે. તે હલચલ નથી કરી રહી. સૂચના મળતા જ પ્રભારી નિરીક્ષક કોતવાલી મસૂરી પોલીસ ફોર્સ સાથે તાત્‍કાલિક રૂમ પર પહોંચ્‍યા. તેમની સાથે એમ્‍બ્‍યુલન્‍સ પણ આવી પહોંચી. એમ્‍બ્‍યુલન્‍સમાં રહેલા ફાર્માસિસ્‍ટ રાકેશ કુમાર દ્વારા તપાસ કરવા પર મહિલાને મૃત ઘોષિત કરી.

મૃતક મહિલાની ઓળખ પી. રાધા ગાયત્રી (૨૭) તરીકે થઈ છે. તે પોતાના પતિ સૌમ્‍ય શ્રીચરણ સાથે ૧૩ જૂનના રોજ દિલ્‍હીથી ઋષિકેશ આવી હતી. અહીંથી ૧૪ જૂનના બંને લોકો રાતમાં લગભગ ૧૧.૩૦ કલાકે હોમ સ્‍ટેમાં પહોંચ્‍યા હતા. બંનેએ રાતમાં દારૂ પીધો હતો. અને મોડી રાતના લગભગ ૩.૩૦ કલાકે બ્‍લીસ નામના રૂમમાં જઈને સૂઈ ગયા હતા. મહિલાના પતિના જણાવ્‍યા અનુસાર, તેણે સવારે ઉઠીને જોયું તો તેની પત્‍નીના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું અને યૂરિન પણ નીકળેલું હતું.

પોલીસે જણાવ્‍યું કે, મૃતક નગ્ન અવસ્‍થામાં ફર્શ પર સૂતેલી જોવા મળી હતી. બેડની ચાદર પર લોહી ફેલાયેલું હતું. રૂમમાં ખાલી બે બોટલ પડી હતી અને ખાવાની વસ્‍તુઓ રાખેલી હતી. મૃતકના પતિ દ્વારા એવું પણ કહેવાયું કે બંનેએ રાતમાં દારૂ પીધો હતો. બંનેના લગ્ન ૦૮ નવેમ્‍બર ૨૦૨૫ના રોજ થયા હતા. મહિલા ગુરુગ્રામની આઈટી કંપનીમાં કામ કરતી હતી. જ્‍યારે તેનો પતિ પુણેની આઈટી કંપનીમાં કામ કરે છે.

પોલીસે રૂમની વીડિયોગ્રાફી/ફોટોગ્રાફી કરતા જરૂરી સેમ્‍પલ કબ્‍જામાં લીધા. ત્‍યાર બાદ લાશને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દીધી. પોસ્‍ટમોર્ટમની વીડિયોગ્રાફી કરાવવાનો પણ આગ્રહ કર્યો છે. ઘટનાની સૂચના પર મૃતકના સાસુ-સસરા ઘટનાસ્‍થળે પહોંચ્‍યા છે. વળી મૃતકના માતા-પિતાને પણ તેની સૂચના આપવામાં આવી છે. જાણકારી અનુસાર, બંનેનો પરિવાર મૂળ વિશાખાપટ્ટનમનો રહેવાસી છે. પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે.

(10:10 AM IST)