News of Wednesday, 17th June 2026
RTI એક્ટિવિઝમ હવે નવો ધંધો બન્યો
સુપ્રીમે એક્ટિવિસ્ટના આગોતરા જામીન ફગાવ્યા

નવી દિલ્હી તા.૧૭: દેશમાં RTI એક્ટિવિઝમના ઓથા હેઠળ નવો ધંધો વિકસ્યો હોવાની ટકોર સાથે સુપ્રીમ કોર્ટે એક્ટિવિસ્ટ અને તેના સાગરિતની આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી હતી. રોડ નિર્માણનું કામ કરી રહેલા સરકારી અધિકારીની ફરજમાં અડચણ ઊભી કરવાના આરોપમાં એક્ટિવિસ્ટ પર ગુનો નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટના જાસ્ટિસ સંદીપ મહેતા અને વિજય બિશ્નોઈની બેન્ચે ય્વ્ત્ એક્ટિવિસ્ટ રાકેશ કુમાર બેહલ અને તેના સાથીદારની જામીન અરજી ફગાવવાની સાથે રોડ નિર્માણનું નિરીક્ષણ કરવાના અધિકાર સામે સવાલ ઊઠાવ્યા હતા.
જસ્ટિસ મહેતાએ નોંધ્યું હતું કે, RTI એક્ટિવિઝમ નવો ધંધો બની ગયો છે. કેન્દ્ર સરકારે ભંડોળ આપ્યું છે અને તેઓ જ રોડ નિર્માણની દેખરેખ રાખવાના છે. કહેવાતા RTI એક્ટિવિસ્ટને આ મામલે કોઈ નિસ્બત નથી. જસ્ટિસ બિશ્નોઈએ પણ સમાન સૂર વ્યક્ત કરતા નોંધ્યું હતું કે, રોડ નિર્માણની દેખરેખનો દાવો કરનારા તમે લોકો કોણ છો? તમે કોઈ ઉપરી સત્તામંડળ છો કે શું છો?
સુનાવણી દરમિયાન અરજદાર તરફથી રજૂઆત થઈ હતી કે, રોડ નિર્માણના કામમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો હોવાથી તેમને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. પંજાબના ગુરુદાસપુર જિલ્લામાં રોડ નિર્માણમાં ગુણવત્તા નહીં હોવાના દાવા સાથે બેહલ તથા સાગરિત રાજીવ કુમાર ઉર્ફે મિન્ટુએ હોબાળો કર્યો હતો.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
