<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th June 2026

મધ્‍ય પૂર્વ, હોર્મુઝની સામુદ્ર ધુની અને ઉર્જા આયાત

પીએમ મોદી અને ટ્રમ્‍પ આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે : ભારત-અમેરિકા વેપાર કરાર અંતિમ તબક્કામાં છેઃ H-1B વિઝા અને યુએસ ઇમિગ્રેશન નીતિઓ પર ચર્ચા

એવિયન,તા.૧૭: પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી અને યુએસ પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પ વચ્‍ચે ફ્રાન્‍સમાં G7 સમિટ દરમિયાન પશ્ચિમ એશિયા, હોર્મુઝની સામુદ્રધુની અને યુ.એસ.માંથી ઉર્જા આયાત જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારત અને યુ.એસ. લાંબા ગાળાની ઉર્જા ભાગીદારી માટે ઉત્‍સુક છે.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, વેપાર કરાર અંતિમ તબક્કામાં છે અને આગામી થોડા અઠવાડિયામાં તેને અંતિમ સ્‍વરૂપ આપવામાં આવશે. ભારત-યુ.એસ. દ્વિપક્ષીય વેપાર કરાર બેઠકનો મુખ્‍ય વિષય હોવાની અપેક્ષા છે. આ કરાર પર લાંબા સમયથી વાટાઘાટો ચાલી રહી છે, અને યુએસ અધિકારીઓએ સંકેત આપ્‍યો છે કે વાટાઘાટો દરમિયાન કેટલાક ટેકનિકલ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

મીટિગમાં એક મુખ્‍ય મુદ્દો H-1B વિઝા અને યુએસ ઇમિગ્રેશન નીતિઓ હશે, જે મોટી સંખ્‍યામાં ભારતીયોને અસર કરે છે. યુએસ દ્વારા જારી કરાયેલા H-1B વિઝા મેળવનારાઓમાં ૭૦ ટકાથી વધુ ભારતીયો છે.

ઓમાનના દરિયાકાંઠે તેલ ટેન્‍કરો પર યુએસ હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મૃત્‍યુ અંગે પણ બેઠકમાં ચર્ચા થવાની શક્‍યતા છે. ભારતીયોના મૃત્‍યુ અંગે ભારતે યુએસ સમક્ષ ઊંડી ચિતા વ્‍યક્‍ત કરી છે.

પશ્ચિમ એશિયામાં વિકાસને ધ્‍યાનમાં રાખીને, બંને નેતાઓ ઊર્જા સહયોગને વધુ ગાઢ બનાવવા પર પણ ચર્ચા કરી શકે છે. આમાં વૈશ્વિક તણાવ વચ્‍ચે સ્‍થિર પુરવઠા શૃંખલા સુનિヘતિ કરવા માટે તેલ અને ગેસ વેપારનો વિસ્‍તાર કરવાનો સમાવેશ થાય છે.

યુએસ તરફથી અદ્યતન શષોનું સંભવિત વેચાણ, સંયુક્‍ત લશ્‍કરી કવાયતો અને આતંકવાદ વિરોધી સહયોગ પર પણ ચર્ચા કરવામાં આવશે. વધુમાં, હિદ-પ્રશાંત ક્ષેત્રમાં ચીનના પડકારો પણ એક મુદ્દો રહેશે.

બંને નેતાઓ આ બેઠકમાં દ્વિપક્ષીય સંબંધોના તમામ પાસાઓની સમીક્ષા કરે તેવી પણ અપેક્ષા છે, જેમાં AI અને રોકાણ ભાગીદારી પર ચર્ચાનો સમાવેશ થાય છે.

(10:44 AM IST)