ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
News of Tuesday, 4th August 2026
શ્રાવણ મહિનામાં ઘરમાં દેખાયો કોબ્રા, પરિવારે દીવો કર્યો અને ફળફૂલ અર્પણ કરીને પૂજા
પરિવાર ગભરાયો પરંતુ શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને તેને ભગવાન શિવનો સંદેશ માની દીવો પ્રગટાવી પૂજા કરીઃ બે કલાક બાદ સાપ પોતાની મેળે બહાર નીકળી ગયો

ખરગોન,તા.૦૪: મધ્ય પ્રદેશના ખરગોન શહેરમાં એક ઘરમાં બે ફુટનો કોબ્રા જોવા મળ્યો. શરૂઆતમાં તો પરિવારજનો ગભરાઈ ગયા, પરંતુ સાપ હોલમાં વચ્ચોવચ ફેણ લગાવીને બેસી ગયો હતો. ડરની વચ્ચે પણ પરિવારને શ્રાવણ મહિનો યાદ આવ્યો. ભગવાન શિવનું આભૂષણ એવા સર્પદેવને સાક્ષાત્ પ્રભુનો સંદેશો સમજીને સાપ જ્યાં બેઠો હતો એની પાસે દીવો પ્રગટાવ્યો, ફળફૂલ ધરાવ્યાં અને બધા દૂર ઊભા રહીને દર્શન કરવા લાગ્યા. બે કલાક સુધી સાપ એમ જ બેસી રહ્યો અને પછી પોતાની મેળે ઘરના મુખ્ય દરવાજેથી જ બહાર નીકળી ગયો હતો
(9:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
