News of Tuesday, 4th August 2026
હરિયાણાના ફરીદાબાદમાં એકતરફી પ્રેમમાં અંધ બનેલા યુવકનો શાળાસંકુલમાં જ લોહિયાળ ખેલ: વર્ગખંડમાં ઘૂસીને માત્ર ૩૨ સેકન્ડમાં છરીના તાબડતોબ ૩૪ ઘા ઝીંકી મહિલા શિક્ષિકાની નિર્મમ હત્યા કરી
બાળકો અને સહકર્મીઓની હાજરીમાં બનેલી ધ્રુજાવી દેનારી ઘટનાથી સમગ્ર પંથકમાં અરેરાટી: હુમલાખોર સરફિરા યુવકે રક્તરંજીત ખંજર સાથે ફરાર થવાનો પ્રયાસ કરતા સ્થાનિકો અને પોલીસે ઘેરાબંધી કરીને ઝડપી પાડ્યો

ફરીદાબાદ, તા. ૪ : શિક્ષણ જગત અને માનવતાને શરમસાર કરતી એક અત્યંત સનસનાટીભરી અને કાળજું કંપી ઉઠે તેવી લોહિયાળ ઘટના હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાંથી સામે આવી છે. શાળામાં પોતાના નિર્ધારિત સમયે વિદ્યાર્થીઓને ભણાવી રહેલી એક નિર્દોષ મહિલા શિક્ષિકા પર એકતરફી પ્રેમમાં અંધ બનેલા સરફિરા યુવકે શાળાસંકુલની અંદર ઘૂસીને ધાતક હુમલો કરી દીધો હતો. પાશવી માનસિકતા ધરાવતા આ યુવકે ગણતરીની ૩૨ સેકન્ડમાં તીક્ષ્ણ છરી વડે તાબડતોબ ૩૪ ઘા ઝીંકીને મહિલા શિક્ષિકાને લોહીલુહાણ કરી સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધી હતી.
મળતી વિગતો અનુસાર, દિનદહાડે બનેલી આ ઘટનાથી સમગ્ર શાળાસંકુલ અને આસપાસના વિસ્તારમાં ભારે સન્નાટો અને દહેશતનો માહોલ વ્યાપી ગયો હતો. જે સમયે હુમલાખોરે આ દ્રિંદગીભર્યું કૃત્ય આચર્યું ત્યારે વર્ગખંડ અને શાળા પરિસરમાં નાના-નાના માસૂમ બાળકો તેમજ અન્ય શિક્ષકો પણ હાજર હતા. આંખના પલકારામાં બનેલા આ ખૌફનાક માનવસંહારને નજરોનજર જોઈને માસૂમ બાળકો અને શિક્ષકો ભયના માર્યા ચીસાચીસ કરી મુકતા ભાગદોડ મચી ગઈ હતી.
એકતરફી પ્રેમમાં પાગલ બનેલા આ હુમલાખોર યુવકે સંપૂર્ણ યોજના સાથે આ દ્રિંદગીભરી વારદાતને અંજામ આપ્યો હતો. તીક્ષ્ણ હથિયાર સાથે શાળામાં બળજબરીપૂર્વક ઘૂસેલા આ યુવકે શિક્ષિકાને બચવાનો કે પ્રતિકાર કરવાનો સહેજ પણ મોકો આપ્યો ન હતો. નિર્દયતાપૂર્વક શિક્ષિકા શરીરના નાજુક ભાગો પર એક પછી એક છરીના ૩૪ વાર કરીને સમગ્ર વર્ગખંડને લોહીથી નવડાવી દીધો હતો.
લોહિયાળ ખેલ ખેલ્યા બાદ રક્તરંજીત હથિયાર સાથે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કરી રહેલા આ સરફિરા યુવકને ચીસાચીસ સાંભળીને દોડી આવેલા સ્થાનિક લોકો અને તાત્કાલિક હરકતમાં આવેલી પોલીસ ટીમે ઘેરાબંધી કરીને સ્થળ પરથી જ દબોચી લીધો હતો. પોલીસ દ્વારા આરોપીની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને શિક્ષિકાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની કાયદેસરની ગુનાહિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
