હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
પીએમ મોદી સાથે મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત કરી: પોરબંદર મેગાશિપ બિલ્ડિંગ યાર્ડ માટે માન્યો આભાર
અર્જુનભાઈ મોઢવાડિયાએ વડાપ્રધાન મોદીને પાઘડી પહેરાવી અને સાલ અર્પણ કરી સન્માન કર્યું

અમદાવાદ : મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે મુલાકાત કરી પોરબંદરમાં મેગાશિપ બિલ્ડિંગ યાર્ડને મંજૂરી મળતાં આભાર વ્યક્ત કર્યો હતો. રૂ. 27,500 કરોડના મૂડીરોકાણથી યાર્ડ તૈયાર થવાનો છે. અર્જુનભાઈ મોઢવાડિયાએ વડાપ્રધાન મોદીને પાઘડી પહેરાવી અને સાલ અર્પણ કરી સન્માન કર્યું. મુલાકાત દરમિયાન વિભાગીય કામગીરી, પોરબંદરના વિકાસકાર્યો તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારની વિકાસયોજનાઓ અંગે ચર્ચા અને માર્ગદર્શન મેળવાયું હતું .
પોરબંદરમાં પ્રસ્તાવિત મેગાશિપ બિલ્ડિંગ યાર્ડને દેશના મહત્વપૂર્ણ ઔદ્યોગિક પ્રકલ્પોમાંથી એક માનવામાં આવી રહ્યો છે. રૂ.27,500 કરોડના મૂડીરોકાણથી આ પ્રકલ્પ અમલમાં આવતા સ્થાનિક સ્તરે મોટા પ્રમાણમાં રોજગારીની તકો ઉભી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે દરિયાઈ વેપાર, શિપિંગ અને સંબંધિત ઉદ્યોગોને પણ પ્રોત્સાહન મળશે.
મુલાકાત દરમિયાન મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના વિભાગ દ્વારા ચાલી રહેલી વિવિધ યોજનાઓ અને કામગીરી અંગે વડાપ્રધાનને વિસ્તૃત માહિતી આપી હતી. વિભાગીય વિકાસ, અમલીકરણની સ્થિતિ અને આગામી આયોજન અંગે પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
અર્જુનભાઈ મોઢવાડિયાએ પોરબંદર જિલ્લામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિકાસ કાર્યો અંગે પણ વડાપ્રધાન સાથે ચર્ચા કરી હતી. જિલ્લામાં માર્ગ, બંદર, ઔદ્યોગિક વિકાસ અને જાહેર સુવિધાઓને લગતા વિવિધ મુદ્દાઓ પર માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હોવાનું જણાવાયું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
