૨૫ ટકાની પેનલ્ટી હટાવો પછી જ વાતચીત 10:11 AM
તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Tuesday, 4th August 2026
આગામી પાંચ દિવસમાં દિલ્હી-એનસીઆર, નોઈડા, ગાઝિયાબાદ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની ચેતવણી
૯ ઓગસ્ટ સુધી વાદળછાયું આકાશ રહેશે અને વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના: ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

નવી દિલ્હી :દિલ્હીના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં દિલ્હી-એનસીઆર, નોઈડા, ગાઝિયાબાદ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની ચેતવણી જારી કરી છે. ૪થી ૯ ઓગસ્ટ સુધી વાદળછાયું આકાશ રહેશે અને વીજળી સાથે વરસાદ પડવાની સંભાવના છે. સવારે, સાંજે કે રાત્રે વરસાદ થઈ શકે છે. ૩૦થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ૪ ઓગસ્ટ માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મહત્તમ તાપમાન 31થી 35 ડિગ્રી સેલ્શિયસ અને લઘુત્તમ 22 ડિગ્રી રહેવાની સંભાવના છે...ભેજવાળી સ્થિતિ અસ્વસ્થતા વધારશે. નાગરિકોને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે.
(11:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
