<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

દિલ્હીમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

દ્વારકા સહિતના વિસ્તારોમાં સતત વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં મંગળવારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દ્વારકા સહિતના વિસ્તારોમાં સતત વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિક ધીમો બન્યો હતો અને ઓફિસ જતાં લોકો તેમજ મુસાફરોને વિલંબનો સામનો કરવો પડ્યો હતો. વરસાદથી ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂરી સ્થળોએ પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

(11:31 PM IST)