હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
એમકે સ્ટાલિનનો સીએમ વિજય પર પ્રચંડ પ્રહાર: "તમિલનાડુમાં શાસન કરી રહી છે જોકર કેબિનેટ" : ઉદયનિધિની અટકાયત બાદ રાજકારણ ગરમાયું
કાવેરી જળ વિવાદ મામલે પ્રદર્શન દરમિયાન અભિનેત્રી ત્રિશા અંગે કથિત ટિપ્પણી બદલ ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત : ડીએમકે પ્રમુખે તમિલનાડુ સરકારને અસમર્થ અને કઠપૂતળી ગણાવી

ચેન્નાઇ : તમિલનાડુના રાજકારણમાં ભૂતપૂર્વ ડેપ્યુટી સીએમ અને વિપક્ષી નેતા ઉદયનિધિ સ્ટાલિનની અચાનક થયેલી અટકાયત બાદ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આ સમગ્ર મામલે તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને ડીએમકે પ્રમુખ એમ.કે. સ્ટાલિને વર્તમાન મુખ્યમંત્રી સી. જોસેફ વિજય અને તેમની સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સ્ટાલિને આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તમિલનાડુ હાલમાં એક 'જોકર કેબિનેટ' ના કબજા હેઠળ છે, જે પોતાની નિષ્ફળતાઓ છુપાવવા માટે વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ વિવાદ કાવેરી નદીના પાણીના પ્રશ્ને તંજાવુરમાં યોજાયેલી એક રેલી દરમિયાન શરૂ થયો હતો, જ્યાં ઉદયનિધિ સ્ટાલિને રાજ્ય સરકારની કાવેરી નીતિની સખત ટીકા કરી હતી. પ્રદર્શન દરમિયાન ભીડમાંથી જાણીતી અભિનેત્રી ત્રિશાના નામના સૂત્રોચ્ચાર થયા બાદ ઉદયનિધિએ કરેલી કથિત ટિપ્પણીને શાસક પક્ષ 'તમિલગા વેટ્રી કઝગમ' દ્વારા અશ્લીલ અને અપમાનજનક ગણાવવામાં આવી હતી. ત્યારબાદ તંજાવુર પોલીસમાં એફઆઈઆર નોંધાતા ચેન્નઈ પોલીસે ઉદયનિધિની નીલંકરાઈ સ્થિત રહેઠાણ પરથી અટકાયત કરી હતી, જે દરમિયાન ડીએમકે સમર્થકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું.
ડીએમકે ચીફ એમ.કે. સ્ટાલિને વિજય સરકાર પર આરોપ લગાવ્યો હતો કે રાજ્યના ખેડૂતો પાણીના અભાવે મુશ્કેલીમાં છે, પરંતુ સીએમ વિજય માત્ર 'રીલ્સ સર્જક' બનીને ફરી રહ્યા છે અને પોતાની જવાબદારીઓમાંથી ભાગી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે વિધાનસભાના સત્રમાં ઉદયનિધિને હાજરી આપતા રોકવાના અને કાવેરી મુદ્દે સરકારની નિષ્ફળતા પરથી ધ્યાન હટાવવાના કાવતરાના ભાગરૂપે આ મનસ્વી કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, મદ્રાસ હાઈકોર્ટે પૂછપરછ બાદ ઉદયનિધિને મુક્ત કરવાનો નિર્દેશ આપતાં ડીએમકે તેને પોતાની નૈતિક જીત ગણાવી રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
