News of Tuesday, 4th August 2026
દિલ્હીમાં આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યાલયની બહાર પોલીસ અને અર્ધસૈનિક દળોનો કડક બંદોબસ્ત ગોઠવી દેવાયો
સંભવિત વિરોધ પ્રદર્શન, હોબાળા અને અણબનાવની સ્થિતિને ટાળવા માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં બેરિકેડ્સ લગાવીને સમગ્ર માર્ગને સીલ કરી દીધો: કાર્યાલય તરફ આવતા-જતા શંકાસ્પદ વાહનો અને લોકોનું સઘન ચેકિંગ

નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટી ના મુખ્ય કાર્યાલયની બહાર સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ અને અર્ધસૈનિક દળોનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સંભવિત વિરોધ પ્રદર્શન, હોબાળા અને અણબનાવની સ્થિતિને ટાળવા માટે પોલીસે આસપાસના વિસ્તારોમાં બેરિકેડ્સ લગાવીને સમગ્ર માર્ગને સીલ કરી દીધો છે. કાર્યાલય તરફ આવતા-જતા શંકાસ્પદ વાહનો અને લોકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે
અચાનક કરવામાં આવેલા આ ભારે પોલીસ જમાવડાને કારણે આસપાસના રસ્તાઓ પર ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી, જેના લીધે સામાન્ય વાહનચાલકો અને રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને વધારાની પોલીસ ટુકડીઓને સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે.
(11:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
