<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

આસામમાં ૧૫ વર્ષની બાળકીની રેપ બાદ હત્‍યા

બાળકીનો મૃતદેહ એટલી ખરાબ હાલતમાં મળ્‍યો કે તેની ઓળખ કરવી પણ મુશ્‍કેલ હતી

હૈલાકાંડી તા.૫: આસામના હૈલાકાંડી જિલ્‍લામાંથી દિલ ધબકારો ચૂકી જાય તેવી એક ઘટના બની છે. ઘરમાં એકલી ૧૫ વર્ષની કિશોરી સાથે હેવાનીયત આચર્યા બાદ તેની બેરહમીથી હત્‍યા કરી દેવામાં આવી છે. બાળકીનો મૃતદેહ એટલી ખરાબ હાલતમાં મળ્‍યો કે તેની ઓળખ કરવી પણ મુશ્‍કેલ હતી. પરિવારજનોનો આરોપ છે કે હત્‍યા પહેલા બાળકી પર બળાત્‍કાર ગુજારવામાં આવ્‍યો હતો. આ ભયાનક ઘટના બાદ સમગ્ર વિસ્‍તારમાં તણાવ ફેલાઈ ગયો છે અને આક્રોશિત લોકોએ દોષિતોની ધરપકડની માંગ સાથે નેશનલ હાઈવે નંબર-૬ પર ચક્કાજામ કરી દીધો હતો. હુમલાખોરોએ છોકરીનું માથું અને ચહેરો કોઈ ભારે વસ્‍તુ વડે પૂરી રીતે છુંદી નાખ્‍યો હતો. એટલું જ નહીં, દરિંદગીની તમામ હદો વટાવીને તેના પ્રાઈવેટ પાર્ટમાં લોખંડનો સળિયો ઘુસાડી દેવામાં આવ્‍યો હતો.

(10:56 AM IST)