News of Wednesday, 5th August 2026
વાયબ્રન્ટ ગુજરાતને લઇ અમેરિકા તથા કેનેડામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ રોડ શો કરશે : ઘડાઈ રહ્યો છે કાર્યક્રમ.
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ જાપાન તથા યુરોપ કરશે :પ્રવાસ. મંત્રી અર્જુનભાઈ મોઢવડીયા તથા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ વિદેશ પ્રવાસે જશે.

અમેરિકા તથા કેનેડામાં મુખ્ય પ્રધાન વાયબ્રન્ટ ગુજરાતને લઇ રોડ શો માટે કાર્યક્રમ ઘડાઈ રહ્યો છે, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જાપાન તથા યુરોપ કરશે પ્રવાસ. મંત્રી અર્જુનભાઈ મોઢવડીયા તથા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ પણ વિદેશ પ્રવાસે જશે. રાજ્ય સરકારે વાયબ્રન્ટ ગુજરાત માટે ખાસ કમિટી બનાવી છે .કોર કમિટી અને એક્સીક્યુટિવ કમિટીનું ગઠન થયું છે,ડેપ્યુટી સીએમ ની અધ્યક્ષતામાં વાયબ્રન્ટ ગુજરાત માટે 26 સભ્યોની કોર કમિટી બનાવાઈ છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં 22 અધિકારીઓની એક્સ્યુકીટિવ કમિટી બનાવાઈ છે. ટૂંક સમયમાં વિદેશ પ્રવાસને લઈને સત્તાવાર જાહેરાત કરાશે .
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
