News of Thursday, 6th August 2026
અમેરિકા ઈરાનમાં એ જ રણનીતિ અપનાવી રહ્યું છે જે વેનેઝુએલામાં અપનાવી હતી: પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સ્પષ્ટ ચેતવણી
મેરિકા તેહરાન સાથે ચોક્કસપણે નવો કરાર કરવા માંગે છે, પરંતુ ઈરાનને કોઈપણ કિંમતે ન્યુક્લિયર વેપન્સ વિકસાવવા દેવામાં આવશે નહીં : ઈરાનના પ્રેસિડેન્ટ મસૂદ પેઝેશ્કિયાનનો વળતો પ્રહાર: દાવો કર્યો કે અમેરિકા સહિતની વિરોધી તાકાતોએ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનને અસ્થિર કરવાનો સતત પ્રયાસ કર્યો છે

વોશિંગ્ટન/તેહરાન: અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન મુદ્દે અત્યંત કડક વલણ દાખવતા મોટું નિવેદન આપ્યું છે.
સત્તાવાર વિગતો અનુસાર, પ્રેસિડેન્ટ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા હાલ ઈરાનમાં બરાબર એ જ આકરી રણનીતિ અપનાવી રહ્યું છે જે તેણે ભૂતકાળમાં દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં અપનાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા તેહરાન સાથે ચોક્કસપણે નવો કરાર કરવા માંગે છે, પરંતુ ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ શસ્ત્રો (ન્યુક્લિયર વેપન્સ) વિકસાવવા દેવામાં આવશે નહીં.
આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા ઈરાન પર આર્થિક પ્રતિબંધો અને મહત્તમ દબાણની નીતિ ચાલુ રાખશે, જેથી તેના પરમાણુ કાર્યક્રમ પર લગામ કસી શકાય અને મધ્ય પૂર્વમાં શાંતિ જળવાઈ રહે.
બીજી તરફ, અમેરિકા અને પશ્ચિમી દેશોના આ દબાણ વચ્ચે ઈરાનના પ્રેસિડેન્ટ મસૂદ પેઝેશ્કિયાને પણ વળતો પ્રહાર કર્યો છે. પેઝેશ્કિયાને દાવો કર્યો હતો કે અમેરિકા સહિતની વિરોધી તાકાતોએ ઈસ્લામિક રિપબ્લિક ઓફ ઈરાનને અસ્થિર કરવાનો સતત પ્રયાસ કર્યો છે, પરંતુ દેશનું નેતૃત્વ અને ઈરાનની જનતા એકજૂથ રહીને આ તમામ પડકારો સામે મક્કમતાથી સાથે ઊભી રહી છે. તેમણે ઈરાનની આંતરિક એકતાને પશ્ચિમી દબાણ અને ષડયંત્રો સામેનો સૌથી મોટો અને જડબાતોડ જવાબ ગણાવ્યો હતો.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
