News of Thursday, 6th August 2026
ગેસ બુકિંગથી લઈ ઈ-કેવાયસી સુધીના બધા કામ હવે ખાલી એક ક્લિકમાં
BPCLની નવી એપ આવી ગઈ : HelloBPCL એપ દ્વારા ગ્રાહકો એલપીજી સિલિન્ડર બુક કરી શકશેઃ રિફિલનું સ્ટેટસ જાણી શકશે, નવું ગેસ કનેક્શન લઈ શકશે અને ઈકેવાઈસી પણ પૂરું કરી શકશે

નવી દિલ્હી,તા.૬: ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે પોતાના ગ્રાહકો માટે HelloBPCL નામનું એક ડિજિટલ પ્લેટફોર્મ શરુ કર્યું છે. જ્યાં એલપીજી અને ઈંધણ સાથે જોડાયેલી લગભગ તમામ જરુરી સેવાઓ એક જ જગ્યા પર મળશે. પહેલા ગેસ બુકિગ, નવું કનેક્શન, ઈકેવાઈસી, રિફિલની જાણકારી અથવા બીજી સેવાઓ માટે અલગ અલગ માધ્યમોની મદદ લેવી પડતી હતી. પણ હવે આ બધી સુવિધાઓ એક જ એપ પર મળી જશે. કંપનીનું કહેવું છે કે તેનો ઉદ્દેશ્ય ગ્રાહકોને સરળ, ઝડપી અને સંપૂર્ણ ડિજિટલ સેવા આપવાનો છે.
HelloBPCL એપ દ્વારા ગ્રાહકો એલપીજી સિલિન્ડર બુક કરી શકશે. રિફિલનું સ્ટેટસ જાણી શકશે, નવું ગેસ કનેક્શન લઈ શકશે અને ઈકેવાઈસી પણ પૂરું કરી શકશે. જો કોઈ સેવા સાથે જોડાયેલી મદદ જોઈએ તો, તે પણ આ પ્લેટફોર્મ પર મળી જશે. નાના પરિવાર, યાત્રા અથવા અસ્થાયી જરુરિયાતો માટે ઉપયોગ થનાતા મિની એલપીજી સિલિન્ડરની જાણકારી પણ આ એપ પર મળી જશે. એટલે કે ઘરેલૂ ગેસ સાથે જોડાયેલી લગભગ દરેક જરુરિયાતો હવે એક જ પ્લેટફોર્મ પર મળી જશે.
કંપનીના જણાવ્યા અનુસાર, એપ દ્વારા ઈકેવાઈસી પૂરું કરવા પર ગ્રાહકોની જાણકારી અપડેટ રહે છે અને વેરિફિકેશન પ્રક્રિયા પહેલાથી સરળ થઈ જાય છે. તેનાથી સેવાઓ જલદી મળે છે. કાગળની કાર્યવાહી ઓછી રહે છે અને ગ્રાહકોને વારંવાર દસ્તાવેજ જમા કરાવવાની જરુર રહેતી નથી. બીપીસીએલનું કહેવું છે કે ડિજિટલ વ્યવસ્થા અપનાવવાથી આખી પ્રક્રિયા પહેલાની તુલનામાં વધારે સુરક્ષિત અને પારદર્શી બની છે.
ચુકવણી અને રિવોર્ડની પણ સુવિધાઃ આ પ્લેટફોર્મ ખાલી એલપીજી સેવાઓ સુધી જ મર્યાદિત નથી, એપમાં સ્માર્ટ ડ્રાઈવ દ્વારા ડિજિટલ રીતે ઈંધણ ચુકવણી પણ કરી શકાશે અને રિવોર્ડનો લાભ પણ મળે છે. આ યૂફિલ સુવિધાની મદદથી બીપીસીએલના પેટ્રોલ પંપ પર વધારે રાહ જોયા વિના ઝડપથી ઈંધણ ભરાવી શકશો. આ ઉપરાંત મેક મેકેનિક કાર્યક્રમ દ્વારા પ્રશિક્ષિત મિકેનિકોને ટેકનિકલી સહાયતા પણ મળશે.
વેપાર કરનારા લોકોને ફાયદો બીપીસીએલે વેપારી ગ્રાહકો માટે HelloBPCL બિઝનેસ પ્લેટફોર્મ પણ તૈયાર કર્યું છે. તેના દ્વારા ફલીટ સ્માર્ટ ફલીટ સુવિધાથી ઈંધણ ખર્ચ અને વાહનોની અવરજવર પર નજર રાખવી સરળ થઈ જશે. જેનાથી વેપાર સંચાલન વધારે પ્રભાવી બની જશે અને ખર્ચા પર સારી રીતે કંટ્રોલ કરી શકાશે.
બદલાતી જરુરિયાતોને ધ્યાનમાં રાખી બનાવી એપઃ કંપનીનું કહેવું છે કે, આજે મોટા ભાગના લોકો પોતાની સુવિધાનુસાર, મોબાઈલથી જ સેવાઓનો ઉપયોગ કરવા માગે છે. ગેસ બુકિગ, અરજીની સ્થિતિ જાણવા, ઈકેવાઈસી કરવા અથવા મદદ લેવા જેવા કામ હવે ઝડપથી ડિજિટલ થઈ રહ્યા છે. આ જરુરિયાતને જોતા HelloBPCL તૈયાર કરી છે. બીપીસીએલનું કહેવું છે કે આ પ્લેટફોર્મ ઘરેલુ ગ્રાહકો અને બિઝનેસ યુઝર્સ બંને માટે સુવિધા, પારદર્શી અને ઝડપી સેવા ઉપલબ્ધ કરાવશે, જેનાથી રોજિંદી ઊર્જા જરુરિયાતનું મેનેજમેન્ટ પહેલા કરતા વધારે સરળ અને સારી રીતે થઈ શકે.
(10:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
