<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

શેર-SIPમાં કરેલા રોકાણના નફા પર લેવાતો LTCG દુર કરો

પગાર, બચતના વ્‍યાજ પર ટેક્‍સ ચૂકવ્‍યા પછી એસઆઈપી-શેરમાં કરેલા રોકાણના નફા પર લેવાતા LTCGનો બોજ ઓછો કરો : ફૂગાવાનો પ્રતિકાર કરવા રૂપિયાની ખરીદ શક્‍તિ જાળવવાના પ્રયાસનો નાકામિયાબ બનાવતો લોન્‍ગટર્મ કેપિટલ ગેઈન ટેક્‍સ

નવી દિલ્‍હી,તા.૬: પગારની આવક પર, બચતના વ્‍યાજ પર વેરો ચૂકવ્‍યા પછી ફુગાવા સામે ટકી રહેવા માટે અને નાણાંની ખરીદ શક્‍તિ જાળવી રાખવા માટે કરવામાં આવતા રોકાણ પર થતાં નફા પર લેવામાં આવતો લાંબા ગાળાના મૂડીલાભ પરના કરદાતાઓનો મુખ્‍ય વિરોધ એ વાત સામે છે કે એક સામાન્‍ય નાગરિક પોતાની સખત મહેનતથી કમાયેલા પગાર પર પહેલા ઈન્‍કમટેક્‍સ ચૂકવે છે. ત્‍યારબાદ બચેલા નાણાં બેંકમાં મૂકતા મળતા વ્‍યાજ પર ટેક્‍સ ચૂકવે છે. આ બે વેરા ભર્યા પછી બચતા નાણાંને ફુગાવા સામે રક્ષણ મેળવવા શેરબજાર કે મ્‍યુચ્‍યુઅલ ફંડમાં રોકે છે. આ રોકાણ ઉપાડે ત્‍યારે તેના પર પણ લોંગ ટર્મ કેપિટલ ગેઇન્‍સ ટેક્‍સ લાગે છે. તેમાંય એલટીસીજી ૧૦ ટકાથી વધારીને ૧૨.૫ ટકા કરી દેવામાં આવ્‍યો છે.  એલટીસીજીનો વ ારો કરદાતાઓને માટે અન્‍યાયકર્તા હોવાની લાગણી બુલંદ બની રહી છે.

સિસ્‍ટેમેટિક ઈન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાનમાં પણ દસથી વીસ વરસે થતાં લાભ પર ૩૦ ટકા સુધીનો આવકવેરો લાગે છે. આમાં સિસ્‍ટેમેટિક ઈન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાનમાં ૩૦થી ૪૦ ટકાનો મહત્તમ લાભ મળતો હોય છે. આ લાભમાંથી પણ લોન્‍ગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્‍સમાં ૫૦ ટકાની આસપાસનો હિસ્‍સો ખેંચાઈ જાય છે.

પરિણામે ફુગાવા સામે રક્ષણ મેળવવું કઠિન બની રહ્યું છે. રોકાણકારોને પંદર વીસ વરસે મળતા વળતરની ખરીદ શક્‍તિ તૂટીને તળિયે આવી રહી છે. સ્‍ટોક માર્કેટમાં કરેલા રોકાણ પર પણ ૧૨.૫ ટકાના દરે લોન્‍ગટર્મ કેપિટલ ગેઈન ટેક્‍સ લાગે છે.

ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ્‍સ અને ટેક્‍સ નિષ્‍ણાતોએ આ અંગે સ્‍પષ્ટતા કરતા જણાવે છે કે કેપિટલ ગેઈન્‍સ અને  ટેક્‍સની જોગવાઈઓ નાણાકીય નિયમો હેઠળ નક્કી કરવામાં આવે છે.

ટેક્‍સ બચાવવા દર વર્ષે રૂ. ૧.૨૫ લાખનો લોન્‍ગટર્મ કેપિટલ ગેઈન ટેક્‍સ બૂક કરી લો

લોન્‍ગટર્મ કેપિટલ ગેઈનમાંથી વરસે દહાડે રૂ. ૧.૨૫ લાખનો એલટીસીજીને બાદ આપવામાં આવે છે. આવકવેરા ધારાની કલમ ૧૧૨ (એ) હેઠળ આ લાભ આપવામાં આવે છે. આ લાભ દરેક ઈન્‍વેસ્‍ટરે લેવો જોઈએ. કલમ ૧૧૨ (એ) હેઠળ કેપિટલ ગેઈન ટેક્‍સની વરસે થતી રૂ. ૧.૨૫ લાખની આવક પર કોઈ જ વેરો લાગતો નથી. કરદાતાની આવકમાં તેનો ઉમેરો પણ થતો નથી. તેથી શૂન્‍ય ટકા ટેક્‍સ લાગે છે. શેરબજારના કે સિસ્‍ટેમેટિક ઈન્‍વેસ્‍ટમેન્‍ટ પ્‍લાન્‍માં કરેલા રોકાણમાંથી દર વરસે રૂ. ૧.૨૫ લાખનો લાંબાગાળાનો મૂડી નફો ઉપાડીને ફરીથી ઈન્‍વેસ્‍ટમેન્‍ટ કરવામાં આવે તો ૧૦ વર્ષ બાદ કરવામાં આવતા ઉપાડમાં તમારા રોકાણની મૂડીમાં ૧૨.૫ લાખનો અને ૨૦ વર્ષે પછી મૂડીમાં રૂ. ૨૫ લાખનો વધારો થાય છે. આમ કેપિટલ ગેઈન સામે મૂડીનું રોકાણ પણ વધે છે. આમ દસ કે વીસ વર્ષને અંતે રૂ. ૧૨.૫ કે ૨૫ લાખની મૂડી પર ૩૦ ટકા ટેક્‍સ ગણીએ તો રૂ. ૪.૩૦ લાખથી માંડીને રૂ. ૮.૩૦ લાખની વેરાની બચત પણ થાય છે

(10:39 AM IST)