<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ભારતના એફસીઆરએ બિલના લીધે અમેરિકા સાથેના સંબંધો બગડી શકે

અમેરિકન સાંસદ રિલી મૂરનો તીવ્ર વિરોધ : કેન્‍દ્રનું આ બિલ મંજૂર થાય તો ચર્ચો સહિતના ધાર્મિક સંગઠનો કબ્‍જો કરવાનો સરકારનો માર્ગ મોકળો બને

વોશિંગ્‍ટન,તા.૬: અમેરિકામાં ટ્રમ્‍પની પાર્ટીના સાંસદને ભારતના એનજીઓ, ટ્રસ્‍ટ, શૈક્ષણિક સંસ્‍થાઓ અને ધાર્મિક સંગઠનો દ્વારા વિદેશી દાન કે સખાવત મેળવવામાં આવે છે તેના અંગેના કેન્‍દ્ર સરકારના કાયદા સામે વાંધો પડયો છે. તેમને તે હદ સુધીનો વાંધો પડ્‍યો છે કે તેમણે ધમકી પણ આપી દીધી છે કે તેનાથી બંને દેશ વચ્‍ચેના દ્વિપક્ષીય સંબંધો પર પણ અસર પડી શકે છે.

અમેરિકન કોંગ્રેસમેન રિલી મૂરે, મંગળવારે જણાવ્‍યું હતું કે ભારત સરકારના ફોરીન કન્‍ટ્રિબ્‍યુશન રેગ્‍યુલેશન એક્‍ટ (એફસીઆરએ)ના લીધે કેન્‍દ્ર સરકારને ચર્ચોથી લઈને ધાર્મિક સ્‍થળોને હસ્‍તગત કરવાની છૂટ મળી જાય છે. આને તે સીધો ખ્રિસ્‍તીઓ પરનો હુમલો માને છે. ભારતમાં ખ્રિસ્‍તીઓ સેન્‍ટ થોમસ સદીઓ પહેલા મલબાર કાંઠે લાંગર્યા હતા ત્‍યારથી છે. ભારતમાં ખરિસ્‍તી ઇતિહાસના આટલા લાંબા સમયગાળા છતાં ભારતીય સંસદ ફોરીન કન્‍ટ્રિબ્‍યુશન રેગ્‍યુલેશન અમેન્‍ડમેન્‍ટ (એફસીઆરએ) સરકારને ચર્ચો અને ધાર્મિક સખાવથોને હસ્‍તગત કરવાની છૂટ, આપે છે.

આ બિલ જો ખરેખર પસાર થયુ તો ભારત-અમેરિકા વચ્‍ચેના દ્વિપક્ષીય સંબંધો માટે આ ઘણી ચિતાજનક બાબત હશે, એમ તેમણે જણાવ્‍યું હતું. ફોરીન કન્‍ટ્રિબ્‍યુશન (રેગ્‍યુલેશન) અમેન્‍ડમેન્‍ટ બિલ ૨૦૨૬ સરકારને તેવું સત્તામંડળ રચવાની છૂટ આપે છે જે વિદેશી ફાળાથી ચાલતા ટ્રસ્‍ટ કે ધાર્મિક સંગઠનનની એફસીઆરએ નોંધણી રદ થાય કે તે સરન્‍ડર કરે કે તેનો ભંગ કરે કે તે રીન્‍યુ ન થાય તે સંજોગોમાં તેનું મેનેજમેન્‍ટ અને તેની સંપત્તિ ટેકઓવર કરવાની  સત્તા આપે છે, એમ પヘમિ વર્જિનિયિના રિપબ્‍લિકન મૂરે સોશિયલ મીડિયા પર જણાવ્‍યું હતું.

આ બિલમાં આ ઉપરાંત કહેવાયું છે કે જો જપ્ત કરવામાં આવેલી સંપત્તિ ધાર્મિક સ્‍વરુપની હોય તો સત્તાવાળા તે સુનિヘતિ કરે કે તેની ધાર્મિક લાક્ષણિકતા દંડ પાંચ વર્ષથી ઘટાડીને એક વર્ષનો કરવામાં આવ્‍યો છે. ગૃહ મંત્રાલયના આંકડા મુજબ ૧૩,૫૨૦ સંગઠનોએ ૫૫,૭૪૧ કરોડ રુપિયાનો વિદેશી ફાળો ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન મેળવ્‍યો હતો. એફસીઆરએ પોર્ટલનો નિર્દેશ છે.

(10:40 AM IST)