News of Thursday, 6th August 2026
આઈટીઆર-૪માં ૩ મહત્ત્વના ફેરફાર
બે મકાન ધરાવતા કરદાતાઓ માટે આઈટીઆર-૪માં રાહત : ભાડું ન મળ્યું હોય તો રિટર્નમાં અલગથી માહિતી આપી શકાશે

નવી દિલ્હી,તા.૬: આકારણી વર્ષ ૨૦૨૬-૨૭ માટે આવકવેરા રિટર્ન ભરતા ગુજરાતના નાના વેપારીઓ, વ્યવસાયિકો અને અન્ય પાત્ર કરદાતાઓ માટે આઈટીઆર-૪માં કેટલાક મહત્વના ફેરફાર કરાયા છે.
આવકવેરા વિભાગની સત્તાવાર વેબસાઇટ પરની માહિતી મુજબ, આ વખતે ખાસ કરીને મકાનની આવક, ન મળેલા ભાડા અને વિદેશી નિવૃત્તિ લાભ અંગેની વિગતોમાં ફેરફાર થયો છે. આ ફેરફારોને કારણે કેટલાક કરદાતાઓ માટે રિટર્નમાં માહિતી આપવાની પ્રક્રિયા વધુ સરળ બની શકે છે. આઈટીઆર-૪માં હવે પાત્ર કરદાતા બે મકાન સુધીની આવક દર્શાવી શકે છે. ગુજરાતમાં એક કરતાં વધુ રહેણાંક મકાન ધરાવતા પાત્ર કરદાતાઓ માટે આ ખાસ ઉપયોગી ફેરફાર છે. એટલે રિટર્ન ભરતી વખતે બે મકાન સંબંધિત આવકની વિગતો દર્શાવવા માટે વ્યવસ્થા કરાઇ છે. વળી, ભાડાની મિલકત ધરાવતા કરદાતાઓ માટે પણ મહત્વનો ફેરફાર છે. જો નક્કી થયેલું ભાડું પૂરું વસૂલ ન થયું હોય તો હવે આઈટીઆર-૪માં વસૂલ ન થઈ શકેલા ભાડાની રકમ માટે
અલગ વિગતો દર્શાવવાની જોગવાઈ કરવામાં આવી છે. આથી ભાડાની મિલકતમાંથી થતી આવક અંગેની માહિતી વધુ સ્પષ્ટ રીતે આપી શકાશે. તેમજ આઈટીઆર-૪માં વિદેશી નિવૃત્તિ લાભ અંગેની અગાઉની વિગતો આપવાની જરૂરિયાત પણ દૂર કરવામાં આવી છે.
આ પ્રકારની આવક ધરાવતા પાત્ર કરદાતાઓ માટે રિટર્ન ભરતી વખતે આ બાબતમાં પ્રક્રિયા સરળ બની શકે છે. હાલમાં આઈટીઆર-૪ ઓનલાઇ ન તેમજ ઓફલાઈન બંને રીતે ભરવાની સુવિધા ઉપલબ્ધ છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
