તા. ૪ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૮ શુક્રવાર
News of Thursday, 6th August 2026
GST નોટિસમાં ઓક્ટોબર ૨૫ પહેલાના કેસમાં ૧૦ ટકા પ્રિ ડિપોઝિટ ભરવી નહીં પડે
દિલ્હી હાઇકોર્ટે આપેલા ચુકાદાને કારણે અનેક કરદાતાઓને સૌથી વધુ રાહત

મુંબઈ,તા.૬: જીએસટીમાં કરદાતાને નોટિસ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં અપીલ કરતી વખતે ૧૦ ટકા પ્રિ-ડિપોઝિટ ભરવાનો નિયમ છે, પરંતુ દિલ્હી હાઇકોર્ટે આવેલા ચુકાદામાં એવું જણાવ્યું છે કે એક ઓક્ટોબર ૨૦૨૫ પહેલા આપવામાં આવેલી નોટિસ પર દંડ માટે ૧૦ ટકા પ્રિ-ડિપોઝિટ ભરવાની રહેશે નહીં. આ ચુકાદાને કારણે વેપારીઓ પાસેથી દંડની રકમ પર પણ ૧૦ ટકા જીએસટી વસૂલાત કરાવવામાં આવે છે તે બંધ થવાની શક્યતા જાણકારોએ વ્યકત કરી છે.
દિલ્હી હાઈકોર્ટે જીએસટી અપીલ સંબંધિત એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને કરદાતાઓના પક્ષમાં ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જે કેસોમાં શો કોઝ નોટિસ ૧ ઓક્ટોબર ૨૦૨૫ પહેલાં આપવામાં આવી હોય તેવા કેસોમાં માત્ર દંડ સામે અપીલ કરવા માટે ૧૦ ટકા પ્રિ-ડિપોઝિટ જમા કરાવવી ફરજિયાત નથી. ચુકાદા મુજબ ભલે ઓર્ડર ૧ ઓક્ટોબર ૨૦૨૫ પછી પાસ થયો હોય તો પણ જૂની નોટિસવાળા કેસોમાં આ નવો નિયમ લાગુ પડશે નહીં. દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું કે અપીલ કરવાનો અધિકાર એ કરદાતાનો મૂળભૂત અને કાનૂની અધિકાર છે. આ અધિકાર તે જ દિવસે નક્કી થઈ જાય છે જે દિવસે સત્તાવાળા દ્વારા શો કોઝ નોટિસ આપવામાં આવી હોય, નહીં કે આદેશ પાસ થયાના દિવસે કે અપીલ દાખલ કરતી વખતે. શો કોઝ નોટિસ એક ઓક્ટોબર ૨૦૨૫ પહેલાં આપવામાં આવી હશે તો માત્ર પેનલ્ટી ઓર્ડર સામે અપીલ કરવા માટે ૧૦ ટકા પ્રિ-ડિપોઝિટમાંથી મુક્તિ મળશે. આ અંગે સીએ અતીત દિલીપ શાહે જણાવ્યું હતું કે સીજીએસટીની કલમ ૧૦૭(૬) હેઠળ કરવામાં આવેલો નવો સુધારો આગળના કેસો માટે જ લાગુ થશે. તેને જૂના કેસો પર પાછલી અસરથી નોંધી શકાય નહીં. તેમ છતાં આ ચુકાદાના કારણે વેપારીઓ વધારાનું આર્થિક ભારણ વેઠવું પડતું હતું તેમાંથી રાહત મળવાની છે.
(10:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
