News of Thursday, 6th August 2026
અમેરિકામાં ૧૦,૦૦૦ લોકો દ્વારા ભગવત્ગીતાના ૭૦૦ શ્લોકોનું પઠન
ઓડિટોરિયમમાં ગહન ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાનું વાતાવરણ છવાઈ ગયું : શ્રદ્ધા અને સંસ્કૃતિના આ અદ્ભુત સંગમે વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું

ટેક્સસ,તા.૬: મૈસૂરના અવધૂત દત્ત પીઠમના સ્થાપક પરમ પૂજ્ય શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીના દિવ્ય માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ અમેરિકાના ટેક્સસ રાજ્યના ડેલસ શહેરમાં આવેલા ક્યુટેક્સ ઑડિટોરિયમમાં એક ઐતિહાસિક અને ભવ્ય સામૂહિક શ્રીમદ ભગવદ્ગીતા પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય આધ્યાત્મિક મેળાવડામાં ૧૮ દેશોના ભક્તો, હજારો વિદ્યાર્થીઓ અને સ્થાનિક સમુદાયના અનેક પ્રતિષ્ઠિત સભ્યો એકઠા થયા હતા. શ્રીમદ ભગવદ્ગીતાના તમામ ૭૦૦ શ્ળોકોને મુખપાઠ કરીને આ વિદ્યાર્થીઓએ એનું પઠન કર્યું હતું જેનાથી સમગ્ર
ઑડિટોરિયમમાં ગહન ભક્તિ અને આધ્યાત્મિક ઊર્જાનું વાતાવરણ છવાઈ ગયું હતું. શ્રદ્ધા અને સંસ્કૃતિના આ અદ્વુત સંગમે વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.
(3:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
