News of Thursday, 6th August 2026
અચાનક ૯૯.૯૯ કરોડ રૂપિયા બેન્ક-અકાઉન્ટમાં?
ગેસ-સબસિડી ચેક કરવા ગયેલી બંગાળની શ્રમિક મહિલા સાંભળીને ચોંકી ઊઠી

કલકત્તા,તા.૬: પヘમિ બંગાળના એક ગામમાં રહેતી ૩૬ વર્ષની કાશ્મીરા શેખ પોતાના પંજાબ નેશનલ બેન્ક (PNB)ના અકાઉન્ટમાં લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)ના સિલિન્ડરની સબસિડી આવી છે કે નહીં એ તપાસવા બેન્કની શાખામાં ગઈ હતી. ત્યાં બેન્ક-અધિકારીએ તેને જે માહિતી આપી એ સાંભળીને તેના હોશ ઊડી ગયા હતા. તેના ખાતામાં ૯૯,૯૯,૯૯,૯૯૭ રૂપિયા જમા થયા હતા.
પતરાના છાપરાવાળા મકાનમાં રહેતી અને જરી-ભરતકામ કરીને પોતાના પરિવારને મદદ કરતી કાશ્મીરા માટે આ આંચકો ઓછો નહોતો. આટલી મોટી રકમ ટ્રાન્સફર થતાં જ બેન્કે તરત તપાસ પૂરી ન થાય ત્યાં સુધી તેનું ખાતું ફ્રીઝ કરી દીધું છે.
જોકે આવો આ કોઈ એક જ કિસ્સો નથી. કલકત્તામાં ક્લાઉડ કિચન ચલાવતી નૂપુર ગુપ્તા નામની મહિલાના ખાતામાં પણ રહસ્યમય રીતે ૪૭ કરોડ રૂપિયા જમા થઈ ગયા હતા, જેની તપાસ હાલ પોલીસ અને ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કરી રહ્યાં છે.
સ્ટેટ લેવલે બેન્કિંગ સર્વરમાં આવેલી ટેક્રિકલ ખામીને કારણે આ કમાલ થઈ હોવાની શંકા છે.
(10:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
