<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ચાંદીમાં વધુ ૪૦૦૦-સોનામાં ર૦૦૦ રૂા. વધ્‍યા

ચાંદીના ભાવ વધીને ર,૩૦,૦૦૦ અને સોનાના ભાવ ૧,પર,૦૦૦ રૂા. થયા : સતત બીજા દિવસે તેજી

રાજકોટ, તા., ૬: બુલીયન માર્કેટમાં સતત બીજા દિવસે તેજી જોવા મળી હતી. ચાંદીમાં વધુ ૪૦૦૦ અને સોનામાં ર૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો.

બુલીયન માર્કેટમાં સેન્‍ટમાં તેજીને પગલે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં વધુ ૪૦૦૦ રૂપીયાનો ઉછાળો થયો હતો. ગઇકાલે ચાંદી (૧ કિલો)ના ભાવ ર,ર૬,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ર,૩૦,૦૦૦ રૂા. થયા છે. છેલ્લા બે દિવસમાં ચાંદીમાં ૧૦,૦૦૦ રૂા.નો નોંધપાત્ર ભાવવધારો થયો છે.

ચાંદીની સાથે સોનામાં પણ ર૦૦૦ રૂા. વધ્‍યા છે. બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને કારણે સ્‍થાનીક બજારમાં સોનામાં ર૦૦૦ રૂા. નો ઉછાળો થતા સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)નો ભાવ ૧,પ૦,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,પર,૦૦૦ રૂા. થયા છે. સોનાના બિસ્‍કીટમાં ર૦,૦૦૦ રૂા.નો ભાવવધારો થતા સોનાના બિસ્‍કીટ (૧૦૦ ગ્રામ)નો ભાવ ૧પ,૦૦,૦૦૦ રૂા. હતા તે વધીને ૧પ,ર૦,૦૦૦ રૂા. થયા છે. છેલ્લા બે દિવસમાં સોનામાં ૪પ૦૦ રૂા. વધી ગયા છે.

મધ્‍યપુર્વના અમેરીકા અને ઇરાન વચ્‍ચે શાંતિ કરારની આશાએ સોના-ચાંદીના ભાવો વધી રહયાનું ઝવેરીબજારના સુત્રોએ જણાવ્‍યું હતું.

(2:50 PM IST)