News of Thursday, 6th August 2026
કેબીસીનો જન્મ કેવી રીતે થયો.....?? બીગ બીની પસંદગી કેવી રીતે થઈ....??
૩ જુલાઈ ૨૦૦૦થી શરૂ થયો કેબીસી સીઝન ૧, સૌથી મોટું ઇનામ ૧ કરોડ,૨ કરોડ,૫ કરોડ,૭ કરોડ, અને ૭.૫ કરોડ સુધી પહોંચ્યું, કેબીસીના પ્રથમ કરોડપતિ બન્યા હતા હર્ષવર્ધન નવાથેઃ ૨૦૧૧માં ૫ કરોડ જીત્યા હતા બિહારના સુશીલ કુમારે : ૨૦૧૩માં ૫ કરોડ જીતનાર પ્રથમ મહિલા બની હતી સનમીત કૌર : ૨૦૧૪માં કેબીસીને મળ્યા હતા પ્રથમ ૭ કરોડ વિજેતા નારૂલા ભાઈ : ‘કૌન બનેગા કરોડપતિ’ સિઝન ૧૮નો આગામી સોમવારને ૧૦મી અોગસ્ટથી ભવ્ય પ્રારંભ ઃ અમિતાભ બચ્ચન ફરી ઍકવાર દર્શકોનું મનોરંજન કરવા તૈયાર : કેબીસી સાથે અમિતાભ બચ્ચનની પણ શરૂ થઈ નવી ઈનિંગ , અદભુત સફળતા, જોરદાર કમબેક ૨૬ વર્ષની વણથંભી સફરમાં આવ્યા અનેક ઉતાર ચઢાવ : અમીતાભજીની સ્વાસ્થ્ય સમસ્યા પણ આવી, શોમાં વિરામ પણ આવ્યું, કોરોનાની મહામારી પણ આવી, પહેલા સ્ટાર પ્લસ ઉપર અને હવે સોની ટીવી ઉપર થાય છે પ્રસારિત, નિયમોમાં ફેરફાર, લાઇફ લાઇનમાં ફેરફાર,પ્રશ્નોની નવી ફોર્મેટ, સેટમાં ભવ્ય બદલાવ, ‘‘જોડી સ્પેશિયલ'', શોમાં મળ્યું ખરા હીરોને સ્થાન, કર્મવીર સ્પેશિયલ, આઝાદી કા અમળત મહોત્સવ, ૨૫ વર્ષ ની ઉજવણી નિમિતે મની ટ્રીમાં ફેરફાર કરી મહા મની ટ્રી આવ્યું, ૨૬ વર્ષથી સતત હોસ્ટ રહ્યા છે અમીતાભ બચ્ચનઃ એક માત્ર સીઝન ૩માં આવ્યા હતા શાહરૂખ ખાન આજે કોન બનેગા કરોડપતિના પર્યાય બન્યા અમિતાભ બચ્ચન : એજ જોશ, એજ ઉત્સાહ, અદભુત ડ્રેસિંગ, કરોડો ચાહકો છે અમિતાભજીના

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ મહાનાયક અમિતાભ બચ્ચન ફરી એકવાર લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ' (KBC) સિઝન ૧૮ સાથે દર્શકોનું મનોરંજન કરવા પરત ફરી રહ્યા છે, ૧૦ મી ઓગસ્ટને સોમવારે રાત્રે ૦૯. કલાકે સોની ચેનલ ઉપર પ્રસારિત થવા જઈ રહ્યું છે.
શોના નવા પ્રોમો જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે દર્શકોમાં ઉત્સુકતા વધુ વધી છે, આ વખતે શોની થીમ ‘વિચારવું પડશે' રાખવામાં આવી છે. આ થીમ નો મુખ્ય સંદેશ એ છે કે માત્ર જવાબ યાદ હોવો પૂરતો નથી, પરંતુ સાચા જવાબ સુધી પહોંચવા માટે સમજદારી અને ઊંડો વિચાર પણ એટલો જ જરૂરી છે.
પ્રથમ પ્રોમોમાં રસપ્રદ સંવાદ જોવા મળ્યો છે જેમાં અમિતાભ બચ્ચન એક કેફેમાં જોવા મળે છે. તેઓ મેનુ જોતા વેઇટરને પૂછે છે, ‘‘ભાઈસાહેબ, અહીં ઇન્ડિયન ભોજન સારું મળે છે કે ચાઇનીઝ?'' તેના જવાબમાં વેઇટરે સ્મિત સાથે કહ્યું કે : ‘‘સર, આપની વાત પરથી એક જ વાત યાદ આવી... વિચારવું પડશે.'' વેટરનો આ જવાબ સાંભળી ને અમિતાભ બચ્ચન પણ આ?ર્યચકિત થઈ જાય છે અને હસતા કહે છેઃ ‘‘અરે, બહુ જ સ્માર્ટ છોકરો છે! ચાલો, ચાઇનીઝ છોડીને બાકી બધું લઈ આવો.''
જ્યારે બીજા પ્રોમોમાં અમિતાભ બચ્ચન પોતાની બાલ્કનીમાં છોડને પાણી આપતા જોવા મળે છે. તેઓ મજાકિયા અંદાજમાં છોડ સાથે વાત કરતાં કહે છેઃ ‘‘હેલો ઝાડજી, આટલી સંભાળ રાખ્યા પછી પણ તમે ફૂલ ખીલવશો કે નહીં? હવે એવું ન કહેતા કે ‘વિચારવું પડશે'.'' આ પછી તેઓ સ્મિત સાથે કહે છે ‘‘લાગે છે વાત બનવાની નથી.''આ નવા પ્રોમો દ્વારા સ્પષ્ટ થાય છે કે ‘કૌન બનેગા કરોડપતિ' સિઝન ૧૮ માત્ર જ્ઞાનની જ નહીં, પરંતુ સમજદારી, તર્કશક્તિ અને વિચારશક્તિની પણ કસોટી કરશે.
કોન બનેગા કરોડપતિ.... કેબીસી......KBCનો જન્મ કેવી રીતે થયો......?? આજે ભારતમાં કેબીસી માત્ર એક ટીવી શો નથી, પરંતુ કરોડો લોકોના સપના ઓ સાથે જોડાયેલું એક નામ છે, પરંતુ શું તમે જાણો છો કે ધ્ગ્ઘ્ની શરૂઆત ભારતમાં થઈ નહોતી, ૧૯૯૮ માં બ્રિટન માં "Who Wants to Be a Millionaire?" નામનો એક ક્વિઝ શો શરૂ થયો, આ શો થોડા જ સમય માં વિશ્વભર માં સુપરહિટ બની ગયો, ત્યાર બાદ અનેક દેશોએ તેની અધિકળત આવળત્તિ બનાવવાનું શરૂ કર્યું, ભારતમાં પણ આ ફોર્મેટ લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.
રસપ્રદ વાત એ છે કે શરૂઆત માં આ શોનું નામ ‘‘કોન બનેગા લાખપતિ'' રાખવાનું નક્કી થયું હતું અને સૌથી મોટું ઇનામ માત્ર રૂ.૧ લાખ રાખવાનો વિચાર હતો, પરંતુ બાદમાં સ્ટાર ઈન્ડિયાના માલિક રૂપર્ટ મર્ડોકે સૂચન કર્યું કે ઇનામની રકમ રૂ.૧ કરોડ કરવામાં આવે, ત્યારબાદ શોનું નામ બદલાઈને ‘‘કોન બનેગા કરોડપતિ'' (KBC) રાખવામાં આવ્યું.
હવે આપણને સવાલ થાય કે અમિતાભ બચ્ચન જ કેમ પસંદ થયા??? વર્ષ ૧૯૯૯- ૨૦૦૦ દરમિયાન અમિતાભ બચ્ચનની ફિલ્મ કારકિર્દી મુશ્કેલ સમયમાં થી પસાર થઈ રહી હતી, તેમની કંપની ABCL ને ભારે આર્થિક નુકસાન થયું હતું અને તેઓ મોટા દેવા માં હતા, તે સમયે ટીવી પર ફિલ્મો ના સુપરસ્ટાર આવવું સામાન્ય વાત નહોતી, છતાં સ્ટાર પ્લસે અમિતાભ બચ્ચન ને હોસ્ટ બનવાની ઓફર કરી, શરૂઆત માં તેમણે સંકોચ અનુભવ્યો, પરંતુ અંતે આ ઓફર સ્વીકારી, આ નિર્ણય માત્ર KBC માટે જ નહીં, પરંતુ અમિતાભ બચ્ચન ની કારકિર્દી માટે પણ ઐતિહાસિક સાબિત થયો.
કેબીસી ની થઈ ઐતિહાસિક શરૂઆત, પ્રથમ એપિસોડ ૩ જી જુલાઈ, ૨૦૦૦ના રોજ સ્ટાર પ્લસ ચેનલ ઉપર પ્રસારીત થયો,હોસ્ટ અમિતાભ બચ્ચન, સૌથી મોટું ઇનામ રૂ.૧ કરોડ ‘‘કમ્પ્યુટર જી, લૉક કિયા જાય....?'', ‘‘સહી જવાબ!'', ‘‘તમારો અંતિમ જવાબ...?'' આ સંવાદો લોકોની રોજિંદી ભાષાનો ભાગ બની ગયા, કેબીસીએ માત્ર ટેલિવિઝન જ નહીં, પરંતુ અમિતાભ બચ્ચન ની કારકિર્દીને પણ નવી ઊંચાઈ આપી, દેશભરમાં ધુમ મચાવી,શોની લોકપ્રિયતા એ સ્ટાર પ્લસને દેશની નંબર-૧ ચેનલ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી.
કેબિસી સીઝન.....૧
આ સીઝનનો પ્રથમ એપિસોડ , ૩ જુલાઈ, ૨૦૦૦ ના રોજ રિલીઝ થયો હતો અને અંતિમ એપિસોડ ૩૧ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ રિલીઝ થયો હતો, કુલ એપિસોડઃ ૩૧૫ હોસ્ટ હતા અમિતાભ બચ્ચન પ્રસારીત કર્યું સ્ટાર પ્લસ ચેનલે, સૌથી મોટું ઇનામ હતું રૂ ૧ કરોડ, કેબીસી એ જાણે ભારતીય ટેલિવિઝન બદલી નાખ્યું, વર્ષ ૨૦૦૦ પહેલાં ટીવી પર મુખ્યત્વે પારાવારિક ધારાવાહિકો અને ફિલ્મી કાર્યક્રમો ચાલતા હતા , જ્ઞાન આધારિત ગેમ શો પ્રાઈમ ટાઈમ માં સફળ થશે કે નહીં તે અંગે સૌને શંકા હતી, પરંતુ ૩ જુલાઈ, ૨૦૦૦ ના રોજ જ્યારે અમિતાભ બચ્ચન પ્રથમ વખત હોટ સીટ પર આવ્યા, ત્યારે દેશભરમાં એક નવો ઇતિહાસ લખાયો, લોકો પરિવાર સાથે દરરોજ રાત્રે ટીવી સામે બેસવા લાગ્યા, પ્રથમ વખત કોઈ ભારતીય ટીવી શો માં રૂ.૧ કરોડનું ઇનામ જાહેર થયું , સામાન્ય માણસને પોતાની બુદ્ધિ થી કરોડપતિ બનવાની તક મળી, ફાસ્ટેસ ફિંગર ફર્સ્ટ દ્વારા હોટ સીટ માટે પસંદગી થતી, ત્રણ લાઇફલાઇન હતી ,૫૦:૫૦, ઓડિયન્સ પોલ, અને ફોન એ ફ્રેન્ડ, એમાં અમીતાભના અવાજ નો જાદુ ‘‘દેવીઓ અને સ*નો...'' ‘‘કમ્પ્યુટર જી, આ જવાબ લૉક કિયા જાય.'', ‘‘બહુત બહુત મુબારક હો!'' ‘‘આપકા અંતિમ જવાબ..?'' આ સંવાદો સમગ્ર દેશમાં લોકપ્રિય બન્યા.
આ સીઝનમાં હર્ષવર્ધન નવાથે ૧૯મી ઓક્ટોબર ૨૦૦૦ ના રોજ કેબીસીના ઈતિહાસમાં પ્રથમ વખત રૂ.૧ કરોડનું ઇનામ જીતી કરોડપતિ બન્યા, તેઓ સિવિલ સર્વિસની તૈયારી કરતા હતા, તેમને ભારતીય ઈતિહાસ ઉપર પ્રશ્ન પૂછાયો હતો, તેમની જીત બાદ કેબીસીની લોકપ્રિયતા વધી થઈ, લાખો લોકો એ જનરલ નોલેજ વાંચવાનું શરૂ કર્યું , ‘‘કમ્પ્યુટરજી, લૉક કિયા જાય'' સામાન્ય બોલચાલનો ભાગ બની ગયું ,અમિતાભ બચ્ચનની કારકિર્દીને નવી ઊંચાઈ મળી, આ સીઝન-૧ દરમિયાન વિજય રાઉલ અને અરુંધતી રાઉલ પણ રૂ.૧ કરોડ જીતવામાં સફળ રહ્યા , તેઓ કેબીસીના બીજા ટોપ પ્રાઇઝ વિજેતા બન્યા.
વર્ષ ૨૦૦૧માં કેવીસી ની લોકપ્રિયતાને આગળ વધારવા માટે ‘‘જુનિયર કેબીસી'' શરૂ કરવામાં આવ્યું, જેમાં બાળકોને ભાગ લેવાની તક આપવામાં આવી, આ આવળત્તિ માં રવિ મોહન સૈની માત્ર ૧૪ વર્ષની ઉંમરે રૂ.૧ કરોડ જીતનાર પ્રથમ કિશોર બન્યા ,આગળ જઈને તેમણે ડૉક્ટરી અને પછી ભારતીય પોલીસ સેવા માં ( આઈપીએસ ) પણ સ્થાન મેળવ્યું.
કેવીસી સીઝન .......૨
ચાર વર્ષના વિરામ બાદ કેબીસી ફરી એકવાર ધમાકેદાર વાપસી કરી, આ વખતે શોનું નામ ‘‘કોન બનેગા કરોડપતિ દ્વિતીય (કેબીસી ૨)''રાખવામાં આવ્યું. પ્રથમ એપિસોડ ૫ ઑગસ્ટ, ૨૦૦૫ના રોજ અને અંતિમ એપિસોડ ૧૩ જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ પ્રસારીત થયા,હોસ્ટ રહ્યા અમિતાભ બચ્ચન મહત્તમ ઇનામ રૂ.૨ કરોડ, ઇનામ ની રકમ પ્રથમ વખત બમણી કરવામાં આવી, પ્રથમ સીઝનની જબરદસ્ત સફળતા પછી નિર્માતાઆએ સૌથી મોટું ઇનામ રૂ.૧ કરોડમાંથી વધારીને રૂ.૨ કરોડ કર્યું, આ તે સમય નો ભારતીય ટેલિવિઝનનો સૌથી મોટો રોકડ પુરસ્કાર હતો.
બીજી સીઝનમાં અમિતાભ બચ્ચનની લોકપ્રિયતા શિખરે હતી, તેમની શાંત શૈલી, સ્પર્ધકો સાથેનો આત્મીય સંવાદ અને પ્રોત્સાહનને કારણે કેબીસી માત્ર ક્વિઝ શો નહીં, પરંતુ લાગણી સભર પારાવારિક કાર્યક્રમ બની ગયો , આ સીઝન માં બ્રિજેશ દુબે એ રૂ.૧ કરોડ જીત્યા અને તેઓ સીઝન-૨ના સૌથી જાણીતા વિજેતા ઓ માં સામેલ થયા, જોકે કોઈ સ્પર્ધક રૂ.૨ કરોડ ની ટોચની રકમ જીતી શકયો નહોતો, આ સીઝન માટે લગભગ ૮૫ એપિસોડ નું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ જાન્યુઆરી ૨૦૦૬માં અમિતાભ બચ્ચન ગંભીર રીતે બીમાર પડ્યા અને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા, તેમણે ૧૩ જાન્યુઆરી, ૨૦૦૬ સુધી નું શૂટિંગ પૂર્ણ કર્યું હતું, પરંતુ ત્યારબાદ સ્વાસ્થ્યને કારણે આગળનું શૂટિંગ શકય ન બન્યું.અમિતાભજીના સ્વાસ્થ્ય અંગે દેશભરમાં ચિંતા વ્યકત કરવામાં આવી, આથી સ્ટાર પ્લસે બાકી રહેલા એપિસોડ બનાવવાને બદલે સીઝન સમય પહેલાં જ બંધ કરવાનો નિર્ણય લીધો કુલ ૬૧ એપિસોડ જ પ્રસારિત થયા.
કેબીસી સીઝન......૩
કેવીસી ના ઇતિહાસ માં આ સીઝન સૌથી અલગ અને સૌથી વધુ ચર્ચામાં રહેલી સીઝન છે, કારણ કે પ્રથમ અને એકમાત્ર વખત અમિતાભ બચ્ચનની જગ્યાએ શાહરુખ ખાને હોસ્ટિંગ સંભાળી હતી, આ સીઝનનો પ્રથમ એપિસોડ ૨૨ જાન્યુઆરી, ૨૦૦૭ ના રોજ પ્રસારીત થયો આખરી એપિસોડ ૧૯ એપ્રિલ, ૨૦૦૭ ના રોજ પ્રસારીત થયો હતો આ સીઝન માં કુલ એપિસોડ ૫૩ હતા, જોકે આ વેળા એ હોસ્ટ શાહરુખ ખાન હતા, મહત્તમ ઇનામઃ રૂ,૨ કરોડ હતું, ૨૦૦૬ માં અમિતાભ બચ્ચન ની તબિયત ખરાબ થઈ હતી અને તેઓ કેબીસી ચાલુ રાખી શકયા નહોતા , તેથી સ્ટારટેલિવિઝને શાહરુખ ખાનને હોસ્ટ તરીકે પસંદ કર્યા. તે સમયે શાહરુખ પણ ટેલિવિઝન પર લોકપ્રિય ચહેરો હતા અને દર્શકોમાં ભારે ઉત્સુકતા હતી , અમિતાભ બચ્ચન ની ગંભીર અને ગૌરવપૂર્ણ શૈલીથી વિપરીત, શાહરુખ વધુ હળવા, રમૂજી અને મિત્રતા ભર્યા અંદાજમાં સ્પર્ધકો સાથે વાત કરતા, મજાક અને હાસ્ય સ્પર્ધકો સાથે ખુલ્લી વાતચીત, કયારેક ગળે મળવું અથવા હળવી મસ્તી કરવી, ઘણા દર્શકો ને આ અંદાજ ગમ્યો, પરંતુ ઘણા લોકોને કેબીસીમાં અમિતાભ બચ્ચનની ગંભીરતા વધુ પસંદ હતી , શોની શરૂઆત સારી રહી, પરંતુ થોડા અઠવાડિયા માં દર્શકો સતત કેબીસી ની સરખામણી અમિતાભ બચ્ચન સાથે કરવા લાગ્યા , કેબીસી લોકો ના મનમાં એટલું અમિતાભ બચ્ચન સાથે જોડાઈ ગયું હતું કે શાહરુખના સારા પ્રદર્શન છતાં ટીઆરપી ધીમે ધીમે ઘટવા લાગી, સીઝન-૩ના પ્રથમ સ્પર્ધક -સેનજીત સરકાર હતા , રસપ્રદ વાત એ છે કે તેઓ કેબીસી -૨ માં પણ સ્પર્ધક રહ્યા હતા, પરંતુ અમિતાભ બચ્ચન ની તબિયત ખરાબ થતાં તેમની રમત અધૂરી રહી ગઈ હતી, કેબીસી -૩ માં તેમને ફરી તક આપવામાં આવી, ૧૯ એપ્રિલ, ૨૦૦૭ના રોજ સીઝન પૂર્ણ થઈ, ત્યારબાદ નિર્માતા ઓ એ નિર્ણય લીધો કે આગામી સીઝનમાં ફરી અમિતાભ બચ્ચનને હોસ્ટ તરીકે લાવવામાં આવશે, આ નિર્ણય કેબીસી ના ઇતિહાસ માં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થયો.
કેબીસી સીઝન ......૪
કેબીસીના ઇતિહાસમાં સીઝન-૪ એક નવા યુગની શરૂઆત માનવામાં આવે છે, લગભગ સાડા ત્રણ વર્ષ ના વિરામ બાદ અમિતાભ બચ્ચન ની વાપસી થઈ અને સાથે જ કેબીસી એ સ્ટાર પ્લસ છોડી ને સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન પર પ્રસારિત થવાનું શરૂ કર્યું, આ સીઝનની શરૂઆત ૧૧ ઑક્ટોબર, ૨૦૧૦ (અમિતાભ બચ્ચનના જન્મદિવસે)ના રોજથી થઈ, જેનો છેલ્લો હપ્તો ૯ ડિસેમ્બર, ૨૦૧૦ના રોજ પ્રસારીત થયો હતો, આ વેળા એ હોસ્ટ રહ્યા અમિતાભ બચ્ચન, શો ની ટેગલાઇન હતી ‘‘કોઈ ભી સવાલ છોટા નહીં હોતા'', પ્રથમ વખત રૂ.૫ કરોડનો જેકપોટ, રૂ.૧ કરોડ સુધી પહોંચવા માટે ૧૨ પ્રશ્નો , ત્યારબાદ રૂ.૫ કરોડનો જેકપોટ પ્રશ્ન ઉમેરવામાં આવ્યો, ભારતીય ટેલિવિઝનના ઇતિહાસ માં આ સૌથી મોટું ઇનામ હતું, લાઇફલાઇનમાં મોટા ફેરફાર, આ સીઝનમાં કેટલીક નવી લાઇફલાઇન ઉમેરાઈ અને કેટલીક બદલાઈ, ઓડિયન્સ પોલ, ફોન એ ફ્રેન્ડ, આસક એન એક્સપર્ટ, અને ડબલ ડીપ,જ્યારે ૫૦:૫૦ ને આ સીઝન માટે દૂર કરવામાં આવી હતી. સાથે શરૂઆતના પ્રશ્નો માટે સમય મર્યાદા પણ રાખવામાં આવી હતી, આ સીઝન માં ઘણા સ્પર્ધકો રૂ.૧ કરોડ સુધી પહોંચ્યા, પરંતુ રૂ.૫ કરોડનો જેકપોટ પ્રશ્ન કોઈ પણ જીતી શકયો નહોતો, આ સીઝન ની સૌથી મોટી સફળતા અમિતાભ બચ્ચનની વાપસી હતી, તેમના પ્રસિદ્ધ સંવાદો ફરી ગુંજ્યા, ‘‘કમ્પ્યુટરજી, લૉક કિયા જાય.'', ‘‘બહુત બહુત મુબારક હો.'' ‘‘આપકા અંતિમ જવાબ?'' દર્શકો એ ફરી એકવાર કેબીસી ને દેશ ના સૌથી લોકપ્રિય કાર્યક્રમોમાં સ્થાન અપાવ્યું.
કેવીસી સીઝન .......૫
કેબીસીની તમામ સીઝનો માં જો કોઈ એક સીઝન સૌથી વધુ પ્રેરણાદાયક માનવા માં આવે છે, તો તે સીઝન-૫ છે, આ સીઝનમાં પ્રથમ વખત એક સ્પર્ધકે રૂ.૫ કરોડનો જેકપોટ જીત્યો અને સમગ્ર દેશ માટે પ્રેરણાનું પ્રતિક બન્યો , આ સીઝનનો પ્રથમ એપિસોડ ૧૫ ઑગસ્ટ, ૨૦૧૧ના રોજ પ્રસારીત થયો હતો અને આખરી એપિસોડ ૧૭ નવેમ્બર, ૨૦૧૧ના રોજ પ્રસારીત થયો હતો, હોસ્ટ તરીકે રહ્યા અમિતાભ બચ્ચન, ચેનલ સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન, મહત્તમ ઇનામ રૂ.૫ કરોડ, આ વેળા એ ટેગલાઇન હતી, ‘‘કોઈ પણ ઇન્સાન નાનો નથી હોતો.''
આ સીઝન નો મુખ્ય સંદેશ હતો કે સફળતા માટે પૈસા, શહેર કે મોટું શિક્ષણ જરૂરી નથી, જ્ઞાન, આત્મવિશ્વાસ અને મહેનત થી કોઈપણ વ્યક્તિ આગળ વધી શકે છે, આ વિચારને કારણે કેબીસી ગામડાં સુધી વધુ લોકપ્રિય બન્યું, બિહારના સુશીલ કુમાર આ સીઝન ના સૌથી મોટા હીરો બન્યા, ૨ નવેમ્બર, ૨૦૧૧ના એપિસોડ માં તેમણે તમામ પ્રશ્નોના સાચા જવાબ આપી રૂ.૫ કરોડ જીત્યા અને કેવીસીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈએ ટોચનું ઇનામ જીત્યું, સુશીલ કુમારની જીત પછી,સમગ્ર દેશમાંથી તેમના ઉપર અભિનંદન વર્ષા, સમાચારપત્રો અને ટીવી ચેનલો પર તેઓ મુખ્ય સમાચારમાં રહ્યા , લાખો યુવાનો માટે તેઓ પ્રેરણાષાોત બન્યા , અમિતાભ બચ્ચને કહ્યું હતું કે સુશીલ કુમારે સાબિત કર્યું કે ‘‘કોઈ પણ ઇન્સાન નાનો નથી હોતો.''
કેબીસી સીઝન........૬
કેબીસીની છઠ્ઠી સીઝન જ્ઞાન, પ્રેરણા અને સામાજિક સંદેશ માટે ખૂબ જાણીતી બની , આ સીઝન માં પ્રથમ વખત કોઈ મહિલા એ રૂ.૫ કરોડનું ટોચનું ઇનામ જીત્યું , આ સીઝનનો પ્રથમ એપિસોડ ૭ મી સપ્ટેમ્બર, ૨૦૧૨ ના રોજ અને આખરી એપિસોડ ૨૬ મી જાન્યુઆરી, ૨૦૧૩ના રોજ પ્રસારીત થયો હતો, હોસ્ટ હતા અમિતાભ બચ્ચન, અને ચેનલ હતી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન, મહત્તમ ઇનામ રૂ. ૫ કરોડ આ સીઝન ની ટેગ લાઇન હતી ,‘‘સિર્ફ જ્ઞાન હી આપકો આપકા હક દિલાતા હૈ.''
આ સીઝન નો મુખ્ય સંદેશ હતો કે સમાજમાં સ્થાન, પૈસા કે ઓળખ કરતાં જ્ઞાન વધુ શક્તિશાળી છે, સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન એ સમગ્ર પ્રચાર અભિયાન પણ આ વિચાર પર આધારિત બનાવ્યું હતું , આ સીઝન ની સૌથી મોટી સિદ્ધિ હતી સનમીત કૌર સાહની, મુંબઈ માં રહેતી ગળહિણી અને ટયુશન શિક્ષિકા, તેમણે લગભગ અઢી મહિના સુધી સખત તૈયારી કરી, પોતાની દીકરીઓની મદદથી દરરોજ વિવિધ વિષયો નો અભ્યાસ કર્યો , જાન્યુઆરી ૨૦૧૩ માં તેમણે રૂ.૫ કરોડ જીત્યા અને કેબીસીના ઇતિહાસમાં પ્રથમ મહિલા જેકપોટ વિજેતા બન્યા.
આ સીઝન માં મનોજ કુમાર રૈના, જેઓ ઉત્તર રેલવેમાં કાર્યરત હતા, તેઓ રૂ.૧ કરોડ જીત્યા, તેઓ સીઝન-૬ ના -થમ કરોડપતિ બન્યા, આ સીઝનમાં કેબીસી એ એક નવી સામાજિક પહેલ શરૂ કરી - ‘‘દૂસરા મોકા'', આ અંતર્ગત જીવન માં મુશ્કેલ પરિસ્થિતિ ઓ નો સામનો કરનાર લોકો ને વિશેષ એપિસોડ માં આમંત્રિત કરવામાં આવ્યા, આ પહેલને દર્શકો તરફથી ખૂબ પ્રશંસા મળી, શરૂઆતના એપિસોડને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો, પ્રથમ અઠવાડિયા માં કરોડો દર્શકો એ શો જોયો, કેબીસી ફરી એકવાર વર્ષના સૌથી લોકપ્રિય ટીવી કાર્યક્રમોમાં સામેલ થયો.
કેબીસી સીઝન...... ૭
કેબીસીની સાતમી સીઝન ને ઘણા લોકો ‘‘ન્યૂ જનરેશન કેબીસી'' કહે છે, આ સીઝન માં રમત ના નિયમો, સેટ, લાઇફલાઇન અને ઇનામી રકમ માં સૌથી મોટા ફેરફારો કરવામાં આવ્યા, આ સીઝનનો પ્રથમ એપિસોડ ૬ સપ્ટેમ્બર, ૨૦૧૩ના રોજ પ્રસારીત થયો, હોસ્ટ હતા અમિતાભ બચ્ચન, ચેનલ હતી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન,મહત્તમ ઇનામ રૂ.૭ કરોડ હતી જ્યારે આ સીઝન ટેગલાઇન હતી ‘‘શીખના બંધ તો જીતના બંધ'', સીઝન-૭ માં પ્રથમ વખત ટોચનું ઇનામ ?૫ કરોડમાથી વધારીને રૂ.૭ કરોડ કરવામાં આવ્યું, આ ફેરફાર માત્ર ઇનામ પૂરતો જ નહોતો, પરંતુ રમતને વધુ રોમાંચક બનાવવા માટે નવા નિયમો પણ ઉમેરાયા. આ સીઝનમાં ઘણા મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યાઃ
* પ્રશ્નોની સંખ્યા ૧૩માંથી વધારીને ૧૫ કરવામાં આવી.
* Power Paplu નામની નવી લાઇફલાઇન ઉમેરાઈ, જેના દ્વારા પહેલેથી વપરાયેલી કોઈ એક લાઇફલાઇન ફરીથી ઉપયોગમાં લઈ શકાતી હતી.
* ૫૦:૫૦ લાઇફલાઇનની વાપસી થઈ.
* આશ્ક ધ એક્સપર્ટ અને ડબલ ડીપ દૂર કરવામાં આવી.
* ફોન એ ફ્રેન્ડ માટેનો સમય વધારીને ૪૫ સેકન્ડ કરવામાં આવ્યો.
ફાસ્ટેસ ફિંગર ફર્સ્ટ માં પણ નવો ફોર્મેટ અપનાવવામાં આવ્યો આ સીઝન માં બે સ્પર્ધકો રૂ ૧ કરોડ જીત્યા, ૧) તાજ મહંમદ રંગરેજ રાજસ્થાનના ઇતિહાસના શિક્ષક.૨) ફિરોઝ ફાતિમા ઉત્તર પ્રદેશની યુવા સ્પર્ધક , સીઝન-૭ માં કોઈ પણ સ્પર્ધક રૂ.૭ કરોડ જીતી શકયો નહોતા.
કેબીસી સીઝન......૮
કેબીસી ની આઠમી સીઝન ઇતિહાસ માં સુવર્ણ અક્ષરે લખાઈ છે, આ સીઝનમાં પ્રથમ વખત કોઈ સ્પર્ધકે રૂ.૭ કરોડ નું મહા જેકપોટ જીત્યું , આ સિદ્ધિ હાંસલ કરનાર હતા દિલ્હીના બે ભાઈઓ - અચિન નારુલા અને સાર્થક નારુલા, સીઝન..૮નો પ્રથમ એપિસોડ ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૪ ના રોજ અને આખરી એપિસોડ ૨૨ નવેમ્બર, ૨૦૧૪ ના રોજ પ્રસારીત થયો હતો,હોસ્ટ હતા અમિતાભ બચ્ચન, અને ચેનલ હતી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન અને મહત્તમ ઇનામ રૂ.૭ કરોડ હતું, આ સીઝન ની ટેગ લાઇન હતી ‘‘યહાં સિર્ફ પૈસા નહીં, દિલ ભી જીતે જાતે હૈં.''
આ સીઝન માં ખાસ ‘‘જોડી સ્પેશિયલ ૅ એપિસોડ રાખવામાં આવ્યા, જેમાં બે લોકોની ટીમ એકસાથે હોટ સીટ પર બેસીને રમત રમતી હતી, આ જ ફોર્મેટ માં અચિન નારુલા (માર્કેટિંગ પ્રોફેશનલ) અને તેમના નાના ભાઈ સાર્થક નારુલા (વિદ્યાર્થી) દિલ્હીના રહેવાસી હતા, તેઓ એ તમામ પ્રશ્નોના સાચા જવાબ આપી કેબીસીના ઇતિહાસમાં પ્રથમ વખત રૂ.૭ કરોડ જીત્યા, નારુલા ભાઈઓ માત્ર પૈસા જીતવા માટે આવ્યા નહોતા, તેમની માતા ઓવેરિયન કેન્સર સામે લડી રહી હતી, પરિવારને સારવાર માટે મોટી રકમ ની જરૂર હતી, ઉપરાંત, આર્થિક મુશ્કેલીઓને કારણે વેચવું પડેલું પોતાનું ઘર ફરી ખરીદવાની પણ તેમની ઇચ્છા હતી, જીતેલી રકમનો ઉપયોગ તેમણે માતાની સારવાર અને પરિવારને ફરી સ્થિર કરવા માટે કરવાનો નિર્ણય કર્યો.
જ્યારે નારુલા ભાઈ ઓ એ રૂ ૭ કરોડનો અંતિમ પ્રશ્નસાચો આપ્યો, ત્યારે અમિતાભ બચ્ચન પણ ખૂબ ભાવુક થઈ ગયા પછી તેમણે પોતાના બ્લોગ માં લખ્યું કે આ ક્ષણ કેબીસીના ઇતિહાસની સૌથી યાદગાર ક્ષણોમાંની એક હતી અને બંને ભાઈઓની તૈયારી અને શાંતિ ભર્યા આત્મવિશ્વાસની ખૂબ પ્રશંસા કરી.
કેબીસી સીઝન......૯
કેબીસી સીઝન..૮ પછી લગભગ ત્રણ વર્ષના વિરામ બાદ ફરી પરત ૨૦૧૭ માં શરૂ થઇ સીઝન-૯, જેમાં ટેક્રોલોજી, નવા નિયમો અને ઝડપી રમત પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો, આ સીઝનનો પ્રથમ એપિસોડ ૨૮ ઑગસ્ટ, ૨૦૧૭ ના રોજ અને આખરી એપિસોડ ૭ નવેમ્બર, ૨૦૧૭ ના રોજ પ્રસારીત થયો હતો હોસ્ટ તરીકે રહ્યા અમિતાભ બચ્ચન, ચેનલ હતી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન, મહત્તમ ઇનામ ની રકમ હતી રૂ.૭ કરોડ, આ સીઝન ની ટેગ લાઇન હતી ‘‘જવાબ દેને કા વક્ત આ ગયા હૈ.''
આ સીઝન માં કોન બનેગા કરોડપતિ ને વધુ ઝડપી અને આધુનિક બનાવવા માં આવ્યું.
કેટલાક ફેરફારો કરાયા જેમકે મુખ્ય ફેરફારોઃ
* કુલ ૧૬ પ્રશ્નોનો નવો ફોર્મેટ.
* શરૂઆતના ૧૦ પ્રશ્નો માટે સમય મર્યાદા.
* વિડિઓ કોલ એ ફ્રેન્ડ લાઇફ લાઇન ની શરૂઆત.
* નવી જોડીદાર ( પ્લસ વન ) લાઇફલાઇન, જેમાં સ્પર્ધક પોતાની સાથે આવેલા વિશ્વાસુ વ્યક્તિ ની એક વખત મદદ લઈ શકતો હતો.
* જિયો પ્લે એલોંગ દ્વારા દર્શકો પણ ઘરે બેઠા રમત રમી શકતા હતા.
આ સીઝનની સૌથી મોટી સ્ટાર હતી અનામિકા મજુમદાર કે જેઓ જમશેદપુર, ઝારખંડના હતા તેઓ એક સામાજિક કાર્યકર હતા, તેણી એ રૂ.૧ કરોડ જીત્યા અને ત્યારબાદ રૂ.૭ કરોડના પ્રશ્ન પર રમત છોડવાનો નિર્ણય લીધો, જીતેલી રકમ નો મોટો ભાગ તેમણે પોતાના NGO અને મહિલાઓ તથા બાળકોના કલ્યાણ માટે વાપરવાનો નિર્ણય કર્યો , અનામિકા મજુમદારે જણાવ્યું હતું કે અમિતાભ બચ્ચને તેમને જીતેલી રકમ સમજદારી થી વાપરવાની સલાહ આપી હતી, આ ઘટના દર્શકો ને ખૂબ સ્પર્શી ગઈ કારણ કે કેબીસી માં માત્ર રમત જ નહીં, પરંતુ જીવન ના મૂલ્યો પણ જોવા મળતા હતા.
આ સીઝનમાં ફિલ્મોના પ્રમોશન ને ઓછું મહત્વ આપવા માં આવ્યું અને તેના બદલે, મહિલા ક્રિકેટ ટીમ ...પી. વી. સિંધુ, સમાજસેવકો, પ્રેરણાદાયક વ્યક્તિ ઓ જેવા ‘‘રિયલ હીરો ઝ''ને વિશેષ એપિસોડ માં આમંત્રિત કરવામાં આવ્યા, કેબીસી ફરી એકવાર ટીઆરપીમાં ટોચ ના કાર્યક્રમો માં સામેલ થયો , નવા ટેક્રોલોજી આધારિત ફોર્મેટે યુવાનો ને આકર્ષ્યા, અમિતાભ બચ્ચન ની લોકપ્રિયતા યથાવત રહી.
કેબીસી સીઝન.....૧૦
કેબીસીની દસમી સીઝન માત્ર એક નવી સીઝન નહોતી, પરંતુ ૧૦ વર્ષ ની ઐતિહાસિક સફરની ઉજવણી હતી, આ સીઝન નો મુખ્ય સંદેશ હતો કે મુશ્કેલી ઓ ગમે તેટલી આવે, ‘‘કબ તક રોકોગે...???'' એટલે કે તમે કેટલા સમય સુધી અટકશો...??
આ સીઝનનો પ્રથમ એપિસોડ ૩ સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ અને આખરી એપિસોડ ૨૩ નવેમ્બર, ૨૦૧૮ ના રોજ પ્રસારીત થયો હતો, હોસ્ટ રહ્યા હતા અમિતાભ બચ્ચન, ચેનલ હતી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન,મહત્તમ ઇનામની રકમ હતી રૂ.૭ કરોડ આ સીઝનની ટેગ લાઇન હતી ‘‘કબ તક રોકોગે...??'', આ સીઝનનો પ્રચાર સામાન્ય લોકો ની સંઘર્ષ ભરી કહાનીઓ પર આધારિત હતો, સ્પષ્ટ સંદેશ હતો,જીવન માં મુશ્કેલીઓ આવશે, પરંતુ જો તમે અટકી જશો તો સફળતા નહીં મળે. આગળ વધતા રહો.
આ સીઝનમાં આસામના ગુવાહાટીના બિનિતા બેન જૈન સીઝન-૧૦ ની પ્રથમ કરોડપતિ બન્યા, તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવી હતી, તેમના પતિ વર્ષો પહેલાં આતંકવાદી ઓ દ્વારા અપહરણ થયા હતા અને કયારેય પરત આવ્યા નહોતા, તેમણે ટયુશન ભણાવી ને પોતાના બાળકોનો ઉછેર કર્યો અને પછી કેબીસી સુધી પહોંચ્યા, બિનિતા જૈને શાનદાર રમત રમીને રૂ.૧ કરોડ જીત્યા, તેઓ રૂ.૭ કરોડ ના પ્રશ્ન સુધી પહોંચ્યા, પરંતુ જોખમ ન લેતાં રમત છોડી દીધી. પછી જ્યારે અમિતાભ બચ્ચને તેમને અંદાજ લગાવવા કહ્યું, ત્યારે તેમણે સાચો જવાબ જ આપ્યો હતો!
જો તેમણે જોખમ લીધું હોત, તો તેઓ રૂ. ૭ કરોડ પણ જીતી શકયા હોત. આ કેબીસી ના ઇતિહાસ ની સૌથી ચર્ચિત ક્ષણોમાંથી એક છે.
આ સીઝનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થયા, આશ્ક ધ એક્સપર્ટ લાઇફ લાઇનની વાપસી થઈ. ફોન એ ફ્રેન્ડ લાઇફ લાઇન દૂર કરવામાં આવી.
Augmented Reality (AR) ટેકનોલોજીનો ઉપયોગ કરીને સેટ ને વધુ આધુનિક બનાવવામાં આવ્યો, આ સીઝનમાં અમિતાભ બચ્ચને દરેક સ્પર્ધક ની જીવન કથા ખૂબ જ આત્મીય રીતે રજૂ કરી, કેબીસી માત્ર પ્રશ્નોત્તરી કાર્યક્રમ ન રહી, પરંતુ સામાન્ય લોકોની અસાધારણ જીવનયાત્રા રજૂ કરતું મંચ બની ગયું.
કેબીસી સીઝન ........૧૧
કેબીસી સીઝન ૧૧ મી સીઝન નો મુખ્ય સંદેશ હતો કે જીવન માં ગમે તેટલી મુશ્કેલીઓ આવે, પરંતુ હિંમત ન હારવી. આ વિચારને એક જ શબ્દમાં રજૂ કરવામાં આવ્યો - ‘‘અડે રહો'', આ સીઝનનો પ્રથમ એપિસોડ ૧૯ ઑગસ્ટ, ૨૦૧૯ ના રોજ અને આખરી એપિસોડ ૨૯ નવેમ્બર, ૨૦૧૯ ના રોજ પ્રસારીત થયો હતો, હોસ્ટ તરીકે હતા અમિતાભ બચ્ચન, ચેનલ હતી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન અને મહત્તમ ઇનામ રૂ.૭ કરોડ, જ્યારે આ સીઝન ની ટેગ લાઇન હતી,‘‘વિશ્વાસ છે તો અડે રહો.''
આ સીઝનમાં પ્લસ વન લાઇફ લાઇનને દૂર કરીને સ્વીચ લાઇફલાઇન શરૂ કરવામાં આવી, તેમાં સ્પર્ધક મુશ્કેલ પ્રશ્નને બદલીને પોતાની પસંદગીના વિષયમાંથી નવો પ્રશ્ન મેળવી શકતો હતો, આ કેબીસી ના ઇતિહાસ માં એક મહત્વપૂર્ણ ફેરફાર હતો, સીઝન-૧૧ ના પ્રથમ કરોડપતિ સનોજ રાજ બન્યા, તેઓ બિહાર ના હતા, અને યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થી હતા. તેમણે રૂ.૧ કરોડ જીત્યા અને રૂ.૭ કરોડ ના પ્રશ્ન પર રમત છોડવાનો નિર્ણય લીધો , તેમની શાંત રમત અને જ્ઞાન ની ખૂબ પ્રશંસા થઈ.
આ સીઝન ની સૌથી લોક-યિ સ્પર્ધકો માં ની એક હતી બબીતા તાડે, જેમને લોકો પ્રેમથી ‘‘ખીચડી કાકુ'' કહેતા જેઓ અમરાવતી, મહારાષ્ટ્ર ના હતા તેઓ સરકારી શાળામાં મધ્યાホ ભોજન બનાવવાનું કામ કરતા હતા, તેઓ પોતાની મહેનત અને જ્ઞાન ના બળે રૂ.૧ કરોડ જીત્યા , તેમની સાદગી અને આત્મ વિશ્વાસે સમગ્ર દેશનું દિલ જીતી લીધું, બબીતા તાડેએ રૂ.૭ કરોડના પ્રશ્ન પર રમત છોડવાનો નિર્ણય લીધો, પછી જ્યારે અમિતાભ બચ્ચને તેમને અંદાજ લગાવવા કહ્યું, ત્યારે તેમણે સાચો જવાબ જ આપ્યો હતો, આ જોઈ ને અમિતાભ બચ્ચન પણ આヘર્યચકિત થઈ ગયા અને કહ્યું કે જો તેમણે જોખમ લીધું હોત તો કદાચ તેઓ રૂ.૭ કરોડ જીતી શકયા હોત, સીઝન-૧૧ માં ‘‘કર્મવીર સ્પેશિયલ'' એપિસોડ્સ ને વિશેષ લોકપ્રિયતા મળી , આ એપિસોડ માં સમાજ માટે અસાધારણ કાર્ય કરનાર વ્યક્તિઓ ને આમંત્રિત કરવા માં આવતા અને તેમની સાથે જાણીતા મહેમાનો પણ ભાગ લેતા. સીઝન નો અંતિમ એપિસોડ સુધા મૂર્તિ સાથે પ્રસારિત થયો હતો, ૅ‘‘અડે રહો'' અભિયાન લોકોને ખૂબ પસંદ આવ્યું, કેબીસી ફરી એકવાર વર્ષના સૌથી વધુ જોવાતા કાર્યક્રમો માં સામેલ થયું, અમિતાભ બચ્ચનની હોસ્ટિંગને ફરી એકવાર ભારે પ્રશંસા મળી.
કેબીસી સીઝન ....૧૨
કેબીસીની ૧૨ મી સીઝન સૌથી પડકાર જનક હતી, સમગ્ર વિશ્વ માં કોરોના (COVID-૧૯) મહામારી ચાલી રહી હતી, છતાં તમામ સુરક્ષા નિયમો નું પાલન કરીને કેબીસી નું સફળ આયોજન કરવામાં આવ્યું, આ સીઝનનો પ્રથમ એપિસોડ ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ અને આખરી એપિસોડ ૨૨ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ પ્રસારીત થયો હતો, હોસ્ટ રહ્યા હતા, અમિતાભ બચ્ચન અને ચેનલ હતી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન, અને મહત્તમ ઇનામની રકમ હતી રૂ.૭ કરોડ , આ સીઝનની ટેગ લાઇન હતી ‘‘હર સેટબેક કા જવાબ, કમબેક.''
આ સીઝનમાં કોરોના દરમિયાન કેબીસી માં થયેલા મોટા ફેરફારોમાં પ્રથમ વખત કેબીસી ના ઇતિહાસમાં....
* સ્ટુડિયોમાં પ્રેક્ષકો નહોતા.
* તમામ સ્પર્ધકો અને ટીમ માટે માસ્ક, સેનિટાઈઝેશન અને RT-PCR ટેસ્ટ ફરજિયાત હતા.
* સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન કરવામાં આવ્યું.
* અમિતાભ બચ્ચન સ્પર્ધકો સાથે હાથ મિલાવવા ના બદલે ‘‘નમસ્તે''કરીને સ્વાગત કરતા હતા.
* શૂટિંગ સંપૂર્ણ બાયો-સિકયોર વાતાવરણમાં કરવામાં આવ્યું.
આ સીઝનની પ્રથમ કરોડપતિ નાઝિયા નસીમ બન્યા, કે જેઓ મૂળ રાંચી (ઝારખંડ), બાદમાં દિલ્હી નિવાસી હતા, તેઓ કોમ્યુનિકેશન મેનેજર હતા, તેમણે શાનદાર રમત રમી ને રૂ.૧ કરોડ જીત્યા, ખાસ વાત એ હતી કે તેમણે શરૂઆત ના ઘણા પ્રશ્નો સુધી કોઈ લાઇફ લાઇનનો ઉપયોગ કર્યો નહોતો.
નાઝિયા નસીમ રૂ.૭ કરોડના પ્રશ્ન સુધી પહોંચ્યા, પરંતુ જોખમ ન લેતા રમત છોડી દીધી.
આ સીઝન માં કુલ ચાર સ્પર્ધકોએ રૂ.૧ કરોડ જીત્યા
* નાઝિયા નસીમ * મોહિતા શર્મા * અનુપા દાસ *નેહા શાહ
પરંતુ કોઈ પણ સ્પર્ધક રૂ.૭ કરોડ જીતી શકયો નહોતો.
કેબીસી સીઝન......૧૩
કેબીસીની ૧૩ મી સીઝન કોરોના પછી સામાન્ય સ્થિતિ તરફ પાછી ફરવાની શરૂઆત હતી, આ સીઝન માં સ્ટુડિયોમાં ફરીથી દર્શકોની હાજરી જોવા મળી અને રમતના ફોર્મેટમાં પણ મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા, આ સીઝન નો પ્રથમ એપિસોડ ૨૩ ઑગસ્ટ, ૨૦૨૧ ના રોજ અને આખરી એપિસોડ ૧૭ ડિસેમ્બર, ૨૦૨૧ના રોજ પ્રસારીત થયો હતો, હોસ્ટ રહ્યા અમિતાભ બચ્ચન અને ચેનલ રહી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન,મહત્તમ ઇનામની રકમરૂ.૭ કરોડ હતી, આ સીઝન ની ટેગ લાઇન હતી ‘‘સમજદાર કો હી મિલતા હૈ સન્માન.''
આ સીઝનમાં કેટલાક મહત્વપૂર્ણ બદલાવ કરવામાં આવ્યા.
* ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ દૂર કરવામાં આવ્યું.
* તેની જગ્યાએ ત્રિપલ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યું, જેમાં ત્રણ પ્રશ્નોના સૌથી ઝડપી સાચા જવાબ આપનાર સ્પર્ધક હોટસીટ સુધી પહોંચતો.
* સ્ટુડિયોમાં ફરીથી દર્શકો આવ્યા, જેના કારણે ઓડિયન્સ પોલ લાઇફ લાઇન ની પણ વાપસી થઈ.
આ સીઝનની સૌથી યાદગાર સ્પર્ધક હતી હિમાંની બુન્દેલા, કે જેઓ આગ્રા, ઉત્તર પ્રદેશના હતા, તેઓ કેન્દ્રીય વિદ્યાલયમાં શિક્ષિકા હતા, એક માર્ગ અકસ્માત બાદ તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી, પરંતુ તેમણે હિંમત હારી નહીં અને કેવીસી માં ભાગ લઈ ને સમગ્ર દેશ ને પ્રેરણા આપી, તેઓ કેબીસી ના ઇતિહાસ માં પ્રથમ દ્રષ્ટિ બાધિત સ્પર્ધક બન્યા જેમણે રૂ.૧ કરોડ જીત્યા, તેમણે પછી રૂ.૭ કરોડનો પ્રશ્ન રમવાને બદલે રમત છોડવાનો નિર્ણય લીધો, બાદમાં અંદાજ થી આપેલો જવાબ ખોટો નીકળ્યો, તેથી તેમનો નિર્ણય યોગ્ય સાબિત થયો.
આ જ સીઝન માં કેબીસી એ ૧૦૦૦ એપિસોડ પૂર્ણ કરવા નો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો , આ ખાસ પ્રસંગે અમિતાભ બચ્ચન ને શ્રદ્ધાંજલિરૂપ વિશેષ એપિસોડ રજૂ કરવામાં આવ્યો, જેમાં તેમની પુત્રી શ્વેતા બચ્ચન અને પૌત્રી નવ્યા નવેલી નંદા પણ મહેમાન તરીકે હાજર રહ્યા હતા.
કેબીસી સીઝન......૧૪
કેબિસીની ૧૪ મી સીઝન ભારતના આઝાદીના ૭૫ વર્ષ (આઝાદી કા અમળત મહોત્સવ)ને સમર્પિત હતી , આ કારણે આ સીઝનમાં ઇનામી રકમ, રમતના નિયમો અને થીમમાં ખાસ ફેરફારો કરવામાં આવ્યા, આ સીઝનનો પ્રથમ એપિસોડ ૭ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ અને આખરી એપિસોડ ૩૦ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પ્રસારીત થયો હતો, હોસ્ટ રહ્યા હતા અમિતાભ બચ્ચન, અને ચેનલ હતી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન જ્યારે મહત્તમ ઇનામ ની રકમ હતી રૂ.૭.૫ કરોડ ,પ્રથમ વખત ?૭ કરોડથી વધારીને રૂ.૭.૫ કરોડ કરવામાં આવ્યું. સીઝનની શરૂઆત ‘‘આઝાદી કે ગર્વ કા મહાપર્વ'' વિશેષ એપિસોડથી થઈ, પ્રથમ એપિસોડમાં મહેમાન તરીકે હાજર રહ્યા, આમિર ખાન, મેરી કોમ, સુનીલ છેત્રી, મેજર ડી.પી. સિંહ,કર્નલ મિતાલી મધુમિતા આ વિશેષ કાર્યક્રમ ભારત ના ૭૫મા સ્વતંત્રતા વર્ષને સમર્પિત હતો.
ભારતના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે મહત્તમ ઇનામ રૂ.૭ કરોડમાંથી વધારી ને રૂ.૭.૫ કરોડ કરવામાં આવ્યું, રૂ.૭૫ લાખનું ‘‘ધન અમળત'' નામનું નવું સુરક્ષિત પડાવ ઉમેરવામાં આવ્યું, જે કેબીસી ના ઇતિહાસ માં એક અનોખો ફેરફાર હતો , કવિતા ચાવલા (કોલ્હાપુર, મહારાષ્ટ્ર) આ સીઝન ની પ્રથમ કરોડપતિ બન્યા, તેઓ વર્ષ ૨૦૦૦ થી કેબિસી માં આવવાનું સપનું જોતા હતા, લગભગ ૨૧ વર્ષ ના પ્રયાસો પછી તેઓ હોટસીટ સુધી પહોંચ્યા અને રૂ.૧ કરોડ જીત્યા, કવિતા ચાવલા રૂ.૭.૫ કરોડના પ્રશ્ન સુધી પહોંચ્યા, પરંતુ જોખમ ન લેતાં રમત છોડી દીધી, પછી તેમણે અંદાજે જવાબ આપ્યો, જે ખોટો નીકળ્યો , તેમનો નિર્ણય યોગ્ય સાબિત થયો અને તેઓ રૂ.૧ કરોડ લઈને ઘરે પરત ફર્યા, આ સીઝન માં શાશ્વત ગોયલ પણ રૂ,૧ કરોડ જીત્યા, ખાસ વાત એ હતી કે તેમણે રૂ.૭.૫ કરોડનો પ્રશ્ન રમવાનો નિર્ણય લીધો, દુર્ભાગ્યે જવાબ ખોટો પડતાં તેઓ રૂ.૭૫ લાખ સાથે ઘરે પરત ફર્યા. કેબીસી ના ઇતિહાસ માં રૂ.૭.૫ કરોડનો પ્રશ્ન રમનારા તેઓ પ્રથમ સ્પર્ધક બન્યા.
કેબીસી સીઝન.......૧૫
કેબીસી ની ૧૫ મી સીઝન અનેક નવા પ્રયોગો માટે યાદગાર બની, આ સીઝન માં સુપર સંદુક, દેશ કા સવાલ અને ડબલ ડીપ જેવી નવી સુવિધા ઓ એ રમત ને વધુ રોમાંચક બનાવી, આ સીઝન નો પ્રથમ એપિસોડ ૧૪ ઓગસ્ટ, ૨૦૨૩ ના રોજ અને આખરી એપિસોડ ૨૯ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ પ્રસારીત થયો, હોસ્ટ રહ્યા અમિતાભ બચ્ચન ચેનલ હતી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન અને મહત્તમ ઇનામ રૂ.૭ કરોડ આ સીઝનમાં રમતમાં કેટલાક મોટા બદલાવ કરવામાં આવ્યાઃ
* ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટની વાપસી થઈ.
* ૫૦:૫૦ લાઇફ લાઇન ને બદલે ડબલ ડીપ ફરી શરૂ કરવામાં આવી.
* સુપર સંદુક નામ નો નવો રાઉન્ડ ઉમેરાયો, તેમાં ૯૦ સેકન્ડ માં ૧૦ ઝડપી પ્રશ્નોના જવાબ આપવાના, દરેક સાચા જવાબ માટે રૂ,૧૦,૦૦૦ મળતા, જો સ્પર્ધક રૂ.૫૦,૦૦૦ કે તેથી વધુ જીતે, તો તે રકમ રાખી શકે અથવા અગાઉ વાપરેલી એક લાઇફલાઇન ફરી સક્રિય કરી શકે, ‘‘દેશ કા સવાલ'' પ્રથમ સુરક્ષિત પડાવ પછી સમગ્ર દેશ માટે એક વિશેષ પ્રશ્ન પૂછવામાં આવતો, સ્ટુડિયો માં બેઠેલા દર્શકો પોતાના વોટિંગ ડિવાઇસ દ્વારા જવાબ આપતા અને સૌથી ઝડપી સાચો જવાબ આપનારને ઇનામ મળતું. આથી દર્શકોની ભાગીદારી વધુ વધી, પ્રથમ કરોડપતિ જશકરણ સિંહ હતા કે જેઓ ખાલરા ગામ, પંજાબ, તેઓ યુપીએસસીની તૈયારી કરતા વિદ્યાર્થી હતા, તેઓ સીઝન-૧૫ ના પ્રથમ રૂ.૧ કરોડ વિજેતા બન્યા, ત્યારબાદ તેમણે રૂ.૭ કરોડ નો પ્રશ્ન રમવાને બદલે રમત છોડી દીધી, તેમનું સપનું આઈએએસ અધિકારી બનવાનું હતું અને તેમણે જણાવ્યું કે કેબીસીની જીત તેમના આ સપનામાં મદદ રૂપ બનશે.
ઉત્તર પ્રદેશના જસનીલ કુમાર આ સીઝનના બીજા રૂ.૧ કરોડ વિજેતા બન્યા. તેઓ પણ રૂ.૭ કરોડના પ્રશ્ન સુધી પહોંચ્યા, પરંતુ જોખમ ન લેતા રમત છોડી દીધી. રસપ્રદ વાત એ છે કે રમત છોડ્યા પછી જ્યારે અંદાજ લગાવવા કહ્યું, ત્યારે તેમણે સાચો જવાબ જ પસંદ કર્યો હતો. જો તેઓ રમ્યા હોત, તો કદાચ રૂ.૭ કરોડ જીતી શકયા હોત.
કેબીસી જુનિયર સ્પેશિયલ દરમિયાન મયંક સૌથી ઓછી ઉંમરે રૂ.૧ કરોડ જીતનાર સ્પર્ધક બન્યો.
તેણે પોતાના જ્ઞાન અને આત્મવિશ્વાસ થી સમગ્ર દેશને પ્રભાવિત કર્યો અને કેબીસીના ઇતિહાસમાં સૌથી યુવા કરોડપતિ તરીકે સ્થાન મેળવ્યું.
કેબીસી સીઝન........૧૬
કેબીસી ની ૧૬ મી સીઝન માં રમતને વધુ રોમાંચક બનાવવા માટે નવા નિયમો અને નવા પાવર-અપ્સ ઉમેરવામાં આવ્યા, આ સીઝન માં સુપર સવાલ, દુગ્નાષા, અને ઈન્ડિયા ચેલેન્જ વીક જેવી નવી પહેલોએ શોને વધુ આધુનિક બનાવ્યો, આ સીઝનનો પ્રથમ એપિસોડ ૧૨ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ અને આખરી એપિસોડ ૧૧ માર્ચ, ૨૦૨૫ના રોજ પ્રસારીત થયો હતો, હોસ્ટ રહ્યા અમિતાભ બચ્ચન, અને ચેનલ હતી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન મહત્તમ ઇનામની રકમ હતી રૂ. ૭ કરોડ અને આ સીઝન ની ટેગ લાઇન હતી ‘‘જવાબ તો દેના હોગા.'' આ સીઝન માં રૂ.૧૦,૦૦૦ ના -થમ સુરક્ષિત પડાવ પછી સુપર સવાલ પૂછવામાં આવતો. આ પ્રશ્નમાં ચાર વિકલ્પ (Options) આપવામાં આવતા નહોતા, સ્પર્ધકે સીધો જવાબ આપવાનો રહેતો, સાચો જવાબ આપતા દુગ્નાષાક નામનો ખાસ પાવર-અપ મળતો , સીઝન-૧૫ માં શરૂ થયેલું સુપર આ સીઝન માં પણ ચાલુ રહ્યું, ૯૦ સેકન્ડ માં ૧૦ ઝડપી પ્રશ્નો, દરેક સાચા જવાબ માટે વધારાની રકમ ,સારી કમાણી થાય તો સ્પર્ધક અગાઉ વપરાયેલી લાઇફલાઇન ફરી સક્રિય કરી શકતો હતો.
ડિસેમ્બર ૨૦૨૪ થી કેબીસી એ પોતા ના ૨૫ વર્ષ પૂર્ણ થવાના ઉજવણી કાર્યક્રમો શરૂ કર્યા, આ દરમિયાન ‘‘કહાની જીત કી'' નામનો વિશેષ વિભાગ શરૂ થયો, જેમાં અગાઉના કરોડપતિ ઓ ફરી કેબીસીમાં આવ્યા અને તેમણે જણાવ્યું કે કેબીસી એ તેમનું જીવન કેવી રીતે બદલ્યું.
કેબીસી સીઝન........૧૭
કેબીસીની ૧૭ મી સીઝન કેબીસીના ૨૫ વર્ષની ઉજવણી માટે ખાસ યાદગાર રહી, આ સીઝનમાં રમતના નિયમો, મની ટ્રી અને લાઇફ લાઇન માં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા, આ સીઝન નો પ્રથમ એપિસોડ ૧૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ અને આખરી એપિસોડ ૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ પ્રસારીત થયો હતો હોસ્ટ રહ્યા હતા અમિતાભ બચ્ચન અને ચેનલ હતી સોની એન્ટરટેનમેન્ટ ટેલિવિઝન, આ સીઝન ની ટેગ લાઇન હતી ‘‘જહાં અકલ હૈ વહાં અકડ હૈ.''
કેબીસી ના ૨૫ વર્ષ ની ઉજવણી નિમિત્તે પ્રથમ વખત પરંપરાગત મની ટ્રી માં ફેરફાર કરીને તેને ‘‘મહા મની ટ્રી'' નામ આપવામાં આવ્યું, પ્રથમ પ્રશ્નની રકમ રૂ.૧,૦૦૦ને બદલે રૂ.૫,૦૦૦ કરવામાં આવી, પ્રથમ સુરક્ષિત પડાવ રૂ.૧૦,૦૦૦થી વધારીને રૂ.૨૫,૦૦૦ થયો, બીજો સુરક્ષિત પડાવ રૂ ૩.૨૦ લાખથી વધારીને રૂ.૫ લાખ કરવામાં આવ્યો, આ સીઝન માં નવી લાઇફલાઇન ‘‘સંકેત સૂચક ''રજૂ કરવામાં આવી, તેમાં સ્પર્ધકને સાચા જવાબ વિશે એક સંકેત આપવામાં આવતો,સાથે જ ડબલ ડીપ દૂર કરવામાં આવી. ૫૦:૫૦ લાઇફલાઇન ફરી પાછી આવી. સીઝનની શરૂઆતમાં ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ પછી જલ્દી ૫ રમાડવામાં આવતું હતું. જીતનાર સ્પર્ધક સીધો જ રૂ ૨૫,૦૦૦ની ગેરંટી સાથે આગળની રમત શરૂ કરતો, જોકે થોડા અઠવાડિયા પછી આ પ્રયોગ બંધ કરીને ફરી સામાન્ય ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટ ફોર્મેટ અપનાવવામાં આવ્યો, સીઝન-૧૭ ના પ્રથમ કરોડપતિ આદિત્ય કુમાર બન્યા, તેમણે રૂ.૧ કરોડ જીત્યા, પરંતુ રૂ.૭ કરોડ ના અંતિમ પ્રશ્નનો સાચો જવાબ આપી શકયા નહોતા, રમત દરમિયાન તેમણે નવી સંકેત સૂચક લાઇફ લાઇન નો પણ સફળ ઉપયોગ કર્યો હતો, આમ ૩ જુલાઈ, ૨૦૦૦ થી શરૂ થયેલ કોન બનેગા કરોડપતિ ૨૬ વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.
કેબીસી સીઝન.....૧૮
અને હવે આગામી ૧૦ મી ઓગસ્ટને સોમવાર થી કેબીસી સીઝન ૧૮ નો આરંભ થવા જઈ રહ્યો છે તો દર્શકો થઈ જાવ તૈયાર..... દેવીઓ ઓર સ*નો.... લોક કિયા જાય....... કોમ્પ્યુટર જી.....
(3:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
