<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

નાઇજીરીયામાં સેનાનું મોટું સફળ ઓપરેશન: આતંકવાદીઓના ચુંગાલમાંથી ૩૦૮ બંધકોને સુરક્ષિત બચાવી લેવાયા!

જંગલોમાં સંયુક્ત આર્મી ઓપરેશન દ્વારા ૧૬૩ ક્વારા અને ૧૪૫ નાઇજર રાજ્યના નાગરિકો મુક્ત; રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ તમામના સલામત પુનરાગમનને આવકાર્યું.

અબુજા : પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજીરીયામાંથી એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ક્વારા અને નાઇજર રાજ્યોમાં આતંકવાદીઓ દ્વારા અપહરણ કરી બંધક બનાવાયેલા ૩૦૮ નાગરિકોને દેશની સુરક્ષા એજન્સીઓએ એક ભવ્ય અને સફળ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મુક્ત કરાવી લીધા છે. નાઇજીરીયાના રાષ્ટ્રપતિના મુખ્ય સલાહકાર બાયો ઓનાનુગાએ આ અંગેની સત્તાવાર પુષ્ટિ કરી છે.

મળતી માહિતી મુજબ, મુક્ત કરાવવામાં આવેલા નાગરિકોમાંથી ૧૬૩ લોકોને ક્વારા રાજ્યના કયામા વિસ્તારમાં આવેલા વોરો ગામમાંથી અને ૧૪૫ લોકોને નાઇજર રાજ્યમાંથી બંધક બનાવવામાં આવ્યા હતા. આતંકવાદીઓની ચુંગાલમાંથી નાગરિકોને ઉગારવા માટે દેશની વિવિધ સુરક્ષા એજન્સીઓએ કૈંજી લેક નેશનલ પાર્કના ઘનઘોર જંગલોમાં એક મોટું ધાડાપાડુ અને સાહસિક ઓપરેશન પાર પાડ્યું હતું, જેના પરિણામે તમામ ૩૦૮ બંધકોને એકપણ ઈજા વિના સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.


રાષ્ટ્રપતિ બોલા ટીનુબુએ વ્યક્ત કર્યો આનંદ
આ સફળતા પર ખુશી વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ બોલા અહેમદ ટીનુબુએ તમામ નાગરિકોના હેમખેમ ઘરે પરત ફરવાનું હૃદયપૂર્વક સ્વાગત કર્યું છે. તેમણે સેના અને સુરક્ષા દળોની ત્વરિત કામગીરી અને હિંમતની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી હતી. દેશમાં આતંકવાદી અને અપહરણકર્તા ગેંગ સામે સુરક્ષાદળોની આ કાર્યવાહીને એક મોટી સૈન્ય સફળતા તરીકે જોવામાં આવી રહી છે.

(6:19 PM IST)