<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

ચીનનો ₹૪૨,૦૦૦ કરોડનો હાઇડ્રોપાવર પ્રોજેક્ટ PoKના લોકો માટે બન્યો 'મૃત્યુઘંટ': સ્થાનિક નદીઓ અને કુદરતી સંસાધનોના શોષણથી ખીણમાં ભડક્યો વિરોધ!

સ્થાનિકોને અંધારામાં રાખીને વીજળી બહાર મોકલવામાં આવે છે; અઢી વર્ષથી રસ્તાઓ પર ઉતરીને પ્રદર્શન કરી રહી છે સંયુક્ત આવામી એક્શન કમિટી.

ઇસ્લામાબાદ : પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) ની સ્થિતિ દિવસેને દિવસે અત્યંત દયનીય અને કથળતી જઈ રહી છે. ચીનના સહયોગથી ચાલી રહેલા નીલમ-જેલમ હાઇડ્રોપાવર પ્રોજેક્ટ અને પાકિસ્તાની શાસકોની શોષણકારી નીતિઓને કારણે અહીંના સામાન્ય નાગરિકો માટે જીવન નર્ક સમાન બની ગયું છે. એક સમયના ભવ્ય વાયદાઓ સાથે શરૂ કરાયેલા આ પ્રોજેક્ટના કારણે આજે આખો પ્રદેશ ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે.

 

વિવાદિત વિસ્તાર હોવાને કારણે આંતરરાષ્ટ્રીય બેંકોએ નાણાં આપવાનો ઇનકાર કર્યો ત્યારે ચીને આગળ આવીને અંદાજે ₹૪૨,૦૦૦ કરોડ ($૪૪૮ મિલિયન) ની સહાય પૂરી પાડી હતી. આ પ્રોજેક્ટ હેઠળ PoK ની સ્થાનિક નદીઓ પર બંધ બાંધીને મોટા પાયે વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે, પરંતુ સૌથી મોરબી વિડંબના એ છે કે જે નદીઓ અને ખીણોમાંથી આ વીજળી પેદા થાય છે ત્યાંના સ્થાનિક રહેવાસીઓને જ અંધારામાં રાખવામાં આવે છે. અહીંના લોકોને મોંઘા દરો ચૂકવવા છતાં પૂરતી વીજળી મળતી નથી અને કલાકો સુધી વીજ કાપનો સામનો કરવો પડે છે, જ્યારે ઉત્પન્ન થતી વીજળી અન્યત્ર મોકલી દેવામાં આવે છે.


 

અઢી વર્ષથી જનતા રસ્તા પર, ભ્રષ્ટાચારની પારદર્શક તપાસની માંગ

આ અસહ્ય શોષણ સામે અવાજ ઉઠાવતા સંયુક્ત આવામી એક્શન કમિટીના નેતૃત્વ હેઠળ આ વિસ્તારના લોકો છેલ્લા અઢી વર્ષથી સતત રસ્તાઓ પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નીલમ નદીના પાણી પરના અધિકારો અને સ્થાનિક વિકાસના દાવા પોકળ સાબિત થયા છે. બીજી તરફ, અબજો રૂપિયાનું ભંડોળ ઠાલવવા છતાં આ પ્રોજેક્ટ ગંભીર તકનીકી ખામીઓ અને ભ્રષ્ટાચારના કારણે બંધ હાલતમાં છે. મુઝફ્ફરાબાદ સહિતના વિસ્તારોમાં વેપારીઓ અને નાગરિકો હવે આ સમગ્ર મામલે પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે અને શાસકો સામે રોષ ઠાલવી રહ્યા છે.

(6:38 PM IST)