News of Thursday, 6th August 2026
ગોબરધન યોજનાથી ગ્રામીણ ભારતમાં આવશે ક્રાંતિ: ગાયના છાણ અને કચરામાંથી ગેસ બનાવીને કરો કરોડોની કમાણી, સરકારે ખોલ્યો તિજોરીનો ખજાનો!
₹૨૩,૭૩૧ કરોડના વિશાળ બજેટ સાથે સરકાર ખરીદશે તમારો ગેસ; પ્લાન્ટ સ્થાપવા માટે મળશે પ્રતિ ટન ₹૨ કરોડ સુધીની આર્થિક સહાય અને બેંક લોનની ગેરંટી.

નવી દિલ્હી : જો તમને કોઈ એમ કહે કે તમારા ઘર કે ગામનું ગાયનું છાણ અને કચરો તમને કરોડપતિ બનાવી શકે છે, તો તમને કદાચ મજાક લાગશે. પરંતુ આ વાત હવે સો ટકા સાચી સાબિત થવા જઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દેશના ઉર્જા ક્ષેત્ર અને ગ્રામીણ અર્થતંત્રને પલટી નાખનાર એક ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકારે જંગી બજેટ સાથે 'ગોબરધન યોજના' ને મંજૂરી આપી દીધી છે, જે અંતર્ગત હવે કચરા અને છાણને સ્વચ્છ કમ્પ્રાઈઝ્ડ બાયોગેસ (CBG) માં રૂપાંતરિત કરવામાં આવશે.
આ યોજના હેઠળ સૌથી મોટી ચિંતા એ હોય છે કે ઉત્પાદિત ગેસ વેચવો ક્યાં? પરંતુ સરકારે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવતા 'ખરીદી ગેરંટી' નિયમ લાગુ કર્યો છે. જે કંપનીઓ પેટ્રોલ પંપ પર CNG અને ઘરોને PNG સપ્લાય કરે છે, તે જ ગેસ વિતરણ કંપનીઓ માટે સ્થાનિક પ્લાન્ટ્સ પાસેથી નિશ્ચિત જથ્થામાં ગેસ ખરીદવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આગામી ૧૦ વર્ષ માટે ગેસનો સરકારી દર પ્રતિ MMBTU ₹૨,૧૧૦ નક્કી કરવામાં આવ્યો છે, જે એક દાયકા સુધી સ્થિર રહેશે જેથી ઉદ્યોગસાહસિકોને નિશ્ચિત આવકની ખાતરી મળી રહે.
સરકાર આપશે કરોડો રૂપિયાની સબસિડી અને પાઇપલાઇન કનેક્શનની સુવિધા
નવો પ્લાન્ટ સ્થાપવા માટે નાણાકીય મુશ્કેલી ન પડે તે માટે સરકાર ક્ષમતાના આધારે પ્રતિ ટન ₹૨ કરોડ સુધીની સીધી મૂડી સહાય (સબસિડી) પૂરી પાડી રહી છે. આ ભંડોળ મશીનરીથી લઈને કચરો એકત્ર કરવાની સિસ્ટમ સુધીના કાર્યોમાં ઉપયોગમાં લઈ શકાશે. આ ઉપરાંત, પ્લાન્ટથી લઈને શહેરની મુખ્ય ગેસ પાઇપલાઇન સુધી જોડાણ કરવાનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે અને બેંક લોન માટે ગેરંટી પણ આપશે. ગેસ વેચવા ઉપરાંત પાછળ બચેલા ઉત્તમ ગુણવત્તાના કાર્બનિક ખાતરને વેચીને ખેડૂતો અને પ્લાન્ટ માલિકો બમણો નફો કમાઈ શકશે.
(6:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
