<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

સંસદમાં કંગના રનૌતનો રોયલ લુક: બ્લુ સાડી અને મેચિંગ છત્રી સાથે શાહી એન્ટ્રીએ ખેંચ્યું સૌનું ધ્યાન

હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપના સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત પોતાના અનોખા ટ્રેડિશનલ અંદાજ : સંસદ પરિસરમાં બન્યા આકર્ષણનું મુખ્ય કેન્દ્ર

નવી દિલ્હી :    બોલિવૂડની ક્વીન અને હિમાચલ પ્રદેશના મંડી ક્ષેત્રના ભાજપ સાંસદ કંગના રનૌતે ફરી એકવાર સંસદ પરિસરમાં પોતાના અનોખા અને શાહી અંદાજથી સૌ કોઈનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરી લીધું છે. સંસદના સત્ર દરમિયાન કંગના રનૌતે સુંદર વાદળી રંગની સાડી અને તેને બિલકુલ મેચિંગ થતી વાદળી છત્રી સાથે ગ્રાસફુલ એન્ટ્રી કરી હતી. વરસાદી વાતાવરણ વચ્ચે તેમની આ સાદગીપૂર્ણ છતાં રોયલ લુકે ત્યાં હાજર તમામ લોકો અને મીડિયા કેમેરાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ચહેરા પર મનમોહક સ્મિત અને દેશી અંદાજ સાથે સંસદ ભવનમાં પ્રવેશતી કંગનાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે અને તેમના ફેન્સ આ મેચિંગ 'બ્લુ રોયલ લુક'ના ભારે વખાણ કરી રહ્યા છે.

(7:25 PM IST)