News of Thursday, 6th August 2026
રાજ્યસભામાં સાંસદ રાઘવ ચઢ્ઢાએ ડોક્ટરો અને ડાયગ્નોસ્ટિક લેબ વચ્ચે ચાલતા કમિશન કૌભાંડનો પર્દાફાશ કરી ઉઠાવ્યો ગંભીર મુદ્દો: આ અનૈતિક પ્રથાથી દર્દીઓના મેડિકલ બિલમાં થઈ રહ્યો છે ૧૫ થી ૨૦ ટકાનો વધારો!
સમાંતર અર્થતંત્ર જેવી આ કટ-મની સિસ્ટમ સામે કડક કાર્યવાહીની માંગ; દર્દીઓને બિનજરૂરી ટેસ્ટ કરાવવાની ફરજ પાડતા નિયમોના ભંગ અંગે સંસદમાં ગુંજ્યા અવાજો.

નવી દિલ્હી : સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં સાંસદ રાઘવ ચઢ્ઢાએ તબીબી ક્ષેત્રે ચાલી રહેલી એક ગંભીર અને છુપી અનિયમિતતા તરફ દેશનું ધ્યાન દોર્યું છે. લાંબા સમય બાદ સંસદમાં પોતાના અંદાજમાં નજર આવેલા ચઢ્ઢાએ ડોકટરો અને ડાયગ્નોસ્ટિક સેન્ટરો વચ્ચે ચાલી રહેલા 'કમિશન ગેમ' પર તીવ્ર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે આને એક પ્રકારનું સમાંતર અર્થતંત્ર ગણાવતા જણાવ્યું હતું કે દર્દીઓને અંધારામાં રાખીને પરીક્ષણોના નામે માર્કેટિંગ ખર્ચ અને કમિશનની વહેણ કરવામાં આવી રહી છે, જેનો આખો આર્થિક બોજ બિચારા દર્દીઓ પર પડે છે.
'ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ એથિક્સ'ના અહેવાલને ટાંકીને તેમણે ગૃહમાં સમજાવ્યું કે આ અનૈતિક વ્યવસ્થાના કારણે દર્દીઓના તબીબી બિલમાં સીધો ૧૫ થી ૨૦ ટકાનો વધારો થઈ જાય છે, અને લોકોને આર્થિક નુકસાનની સાથે બિનજરૂરી ટેસ્ટો કરાવવાની ફરજ પડે છે. કાયદાકીય પાસાઓ પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે નેશનલ મેડિકલ કમિશન (NMC) અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના નિયમો અનુસાર આ પ્રકારે કમિશન લેવું પહેલેથી જ ગેરકાયદેસર છે, છતાં તેનું પાલન થતું નથી.
તબીબી વ્યવસાયનું સન્માન પરંતુ ખામીયુક્ત સિસ્ટમ સામે લડત
આ મુદ્દે સ્પષ્ટતા કરતા સાંસદે ઉમેર્યું હતું કે તેમનો આ વિરોધ કોઈ સમગ્રો તબીબી સમુદાય કે પ્રમાણિક ડોક્ટરો વિરુદ્ધ નથી, કારણ કે દેશના મોટાભાગના તબીબો સેવાભાવથી કામ કરે છે, પરંતુ સમસ્યા આ આખી 'કટ-મની' સિસ્ટમની ખામીઓમાં છે. અંતમાં તેમણે સામાન્ય જનતાને પણ જાગૃત રહેવાની સલાહ આપતા કહ્યું કે દરેક દર્દીને પોતાની પસંદગીની અને ભરોસાપાત્ર લેબ પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર છે, અને તંત્રએ આ શોષણને અટકાવવા માટે કડક પગલાં લેવા જ જોઈએ.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
