<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th August 2026

કુઆલાલમ્પુરથી કોચ્ચિ આવી રહેલ વિમાનનો ઈમરજન્સી દરવાજો ખોલવા પ્રયાસ : ક્રુને ધમકી : મુસાફરની ધરપકડ

આરોપી જમશીર પલક્કડ જીલ્લાનાં કૂટ્ટનાડનો રહેવાસી:ઈમરજન્સી વિન્ડોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો: હોબાળાને કારણે ફ્લાઈટમાં રહેલા મુસાફરો ડરી ગયા

મલેશિયાનાં કુઆલાલમ્પુરથી કોચ્ચિ આવી રહેલ એક વિમાનનો ઈમરજન્સી દરવાજો ખોલવાના કથિત પ્રયાસ કરવા અને સાથી પ્રવાસીઓ તથા ફ્લાઈટ ક્રૂને ધમકી આપવાના આરોપ હેઠળ એક મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે- આરોપી વ્યક્તિ પર ઈમરજન્સી વિન્ડોને નુકસાન પહોંચાડવાનો આરોપ છે. આરોપીની ઓળખ જમશીર અથાનિક્કલ તરીકે કરવામાં આવી છે. 

રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના બુધવાર રાતે મલેશિયાથી આવી રહેલા વિમાનની છે. રાતે 9.30 થી 11.05 વચ્ચે આ ઘટના ઘટી હતી. જોકે, ફ્લાઈટ ક્રૂનાં સભ્યો એ પછી આરોપી વ્યક્તિ પર કાબુ મેળવી લીધો હતો. પોલીસે જણાવ્યું કે- બેટિર એરનાં સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો અને ગુરુવારે રાતે ફ્લાઈટ લેન્ડ થયા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સીઆરપીએફ જવાનો એ આરોપીને નેદુંબસ્સેરી પોલીસ સ્ટેશનનાં હવાલે કર્યો હતો.

આરોપી જમશીર પલક્કડ જીલ્લાનાં કૂટ્ટનાડનો રહેવાસી છે. તેણે ઈમરજન્સી વિન્ડોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો અને તે પછી સર્જાયેલા હોબાળાને કારણે ફ્લાઈટમાં રહેલા મુસાફરો ડરી ગયા હતા. વિમાનનું નિરીક્ષણ કર્યા અને રિપેરિંગ બાદ તેને ફરી ઉડવા મંજૂરી આપી દેવામાં આવી હતી તથા વિમાન મલેશિયા પરત ફર્યું હતું.

 

(11:08 PM IST)