News of Friday, 7th August 2026
ઇરાનમાં નેતૃત્વ પરિવર્તન શકય બનશે?
રાષ્ટ્રપતિ પેજેસ્કીયાનને બદલે અન્ય રાષ્ટ્રપતિની નિમણુંક સંભવ બની શકે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૭: ઇરાનના રાષ્ટ્રપતિ દ્વારા ગઇકાલે જાહેર કરાયેલા નિવેદન થી ઇરાનમાં આવનારા દિવસોમાં નૈતૃત્વ પરિવર્તન થવાની સંભાવના ઉજાગર થઇ છે.
હુન્નરમાં ડીગ્રીધારી ડોકટર ઉપરાંત વર્તમાને ઇરાનના રાષ્ટ્રપતિ પદે આરૂઢ પેજેસ્કીયાનના રાજીનામા આપવા અંગે ઇરાનમાંજ થોડા દિ' પૂર્વે અફવાઓનું બજાર ગરમ રહયુ હતું. જો કે બાદમાં ખુદ પેજેસ્કીયાન દ્વારા તેઓ રાજીનામું નહીં આપે તેવી સ્પષ્ટતા બાદ ફરી રાષ્ટ્રપતિના છેલ્લા નવા ખુલાસામાં તેણે સુપ્રીમ લીડર વિષે તો હકારાત્મક શબ્દો કહયા પણ તેઓ હાલ તેને મળી રહયા નથી તેવા ખુલાસાની અંતિમ પંકિતના શબ્દોથી એ સંભાવના વધી જાય છે કે આવનારા દિવસોમાં ઇરાનમાં રાષ્ટ્રપતિ પદમાં નેતૃત્વ પરિવર્તન શકય બની શકે છે.
વિતેલા દિવસોમાં અમેરિકા સાથે એમઓયુમાં પેજેસ્કીયાન અને ડોનાલ્ડ ટ્રમ્પની સાઇન સાથેના પેપરોને વૈશ્વિક સ્તરે બહોળી પ્રસિધ્ધી તથા આ મુદો ચર્ચામય બન્યો હતો. પણ પછી એમઓયુના કરારોથી વિપરિત ટ્રમ્પે આ કરાર તોડવા, બન્ને દેશોના નેતાઓની સહીઓ સાવ શ્રુલ્લક સ્થાનની બની ગઇ હતી. તે સમયે પણ અમેરિકા સાથે એમઓયુ થવા-કરવા બાબતે ઇરાનના સુપ્રીમ લીડર ખામેનેઇની ના હોવા છતા પેજેસ્કીયાનના વધુ પડતા આગ્રહે આ શકય બન્યુ હતું
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
