<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

૯ વર્ષની બાળકી પર રેપ-હત્‍યાના દોષિતને ફાંસી

દહાણુના પાંચ વર્ષ જૂના કેસમાં ચુકાદો : બાળકીને લલચાવી ઘરે લઈ જઈ નરાધમ પ્રમુલ ઘોષે કુકર્મ આચર્યું હતું

મુંબઈ,તા.૮: પાલઘર જિલ્‍લા સેશન્‍સ કોર્ટે દહાણુ તાલુકાના એક આદિવાસી પાડામાં નવ વર્ષની બાળકી પર બળાત્‍કાર અને હત્‍યાના કેસમાં આરોપી ૪૬ વર્ષના પ્રમુલ ઉર્ફે પ્રફુલ ઉર્ફે પ્રમદે રતા ઘોષેને મૃત્‍યુદંડની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને ૫૦ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાયો છે.

આ ઘટના ૨૭ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૧ના રોજ બની હતી. પીડિતા તે સમયે ૯ વર્ષ અને ૮ મહિનાની હતી. પોલીસ મુજબ, બાળકીની માતાએ તેને દુકાનમાંથી સામાન લેવા મોકલી હતી. નજીકમાં રહેતો આરોપી બાળકી પર નજર રાખી રહ્યો હતો. તેણે બાળકીને લલચાવીને પોતાના ઘરે લઈ જઈ મોબાઈલ ફોનમાં અશ્‍લીલ વીડિયો બતાવ્‍યા બાદ તેના પર બળાત્‍કાર કયી હતો.

આ વિશે પિતાને કહી દેવાની ધમકી આપ્‍યા બાદ આરોપીએ તેના પર કોયતાથી હુમલો કરી બાળકીની હત્‍યા કરી નાખી હતી. દરમિયાનગીરી કરવા આવેલા એક વ્‍યક્‍તિ પર પણ આરોપીએ હુમલો કયી હોવાનું તપાસમાં બહાર આવ્‍યું હતું. આ કેસની તપાસ ભૂતપૂર્વ પોલીસ અધિકારી નિત્‍યાનંદ ઝાએ હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન ખાસ સરકારી વકીલ એડવોકેટ રેખા ઇવરાલેએ કોર્ટ સમક્ષ દલીલો કરી આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી.

કોર્ટે તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે આરોપીને દોષિત ઠેરવી કડક વલણ અપનાવતા તેને ફાંસીની સજા ફટકારી હતી. આ ચુકાદાને બાળકી વિરુદ્ધના ગંભીર ગુનાઓમાં મહત્‍વપૂર્ણ અને કડક સંદેશ આપતો નિર્ણય માનવામાં આવી રહ્યો છે.

(10:16 AM IST)