<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

આ મહિને બે ગ્રહણ પણ ભારતમાં દેખાશે નહીં

૧૨ ઓગસ્‍ટે કર્ક રાશિમાં ખગ્રાસ સૂર્યગ્રહણ અને ૨૮મીએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ

મુંબઈ,તા.૮: આકાશમાં બનતી ગ્રહણની ખગોળીય ળીય ઘટના હંમેશા ખગોળશાસ્‍ત્રીઓ ઉપરાંત સામાન્‍ય લોકોમાં પણ કૂતુહલ જગાવે છે. ગ્રહણ કઈ રાશિ અને નક્ષત્રમાં થાય છે. ક્‍યાંથી દેખાય છે અને તેની છાયા કયા પ્રદેશો પર પડે છે તેના આધારે જ્‍યોતિષીય ગણતરીઓ પણ કરવામાં આવે છે. જે અંતર્ગત હાલમાં ઓગસ્‍ટ માસમાં ૧૭દિવસમાં જ ગ્રહણની બે ઘટના બનશે, પરંતુ હિન્‍દુ સંવત વર્ષના અંતિમ બન્ને ગ્રહણ ભારતમાં દેખાવાના ન હોય સૂતક પાળવાનું રહેશે નહીં એવું જયોતિષીએ જણાવ્‍યું હતું.

મહારાજ કિરીટદત્ત શુક્‍લના જણાવ્‍યા મુજબ, ૧૨ ઓગસ્‍ટે કર્ક રાશિમાં ખગ્રાસ સૂર્યગ્રહણ અને ૨૮ ઓગસ્‍ટે કુંભ રાશિમાં ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. ૧૨ ઓગસ્‍ટે બુધવારના રોજ કર્ક રાશિ અને આશ્‍લેષા નક્ષત્રમાં થનારું સૂર્યગ્રહણ ભારતમાં

દેખાશે નહીં. આ ગ્રહણ પાળવાનું નથી. આ ગ્રહણ આર્કેટીક, ગ્રીનલેન્‍ડ, આયરલેન્‍ડ, સ્‍પેન, ઉત્તર અમેરિકા, પヘમિ આફ્રિકા અને યુરોપમાંથી દેખાશે. ગ્રહણ સ્‍પર્શ રાત્રીએ ૯.૦૪ વાગ્‍યે થશે. ગ્રહણ મધ્‍ય રાત્રીએ ૧૧.૧૫ વાગ્‍યે અને ગ્રહણ મોક્ષ મધરાતે ૧.૨૭ વાગ્‍યે થશે. વધુમાં, ૨૮ ઓગસ્‍ટના શુક્રવારે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ થશે. ઉપછાયારૂપે ગ્રહણનો સ્‍પર્શ સવારે ૬.૫૫ વાગ્‍યે, પચ્‍છાયારૂપે સવારે ૮.૦૪ વાગ્‍યે સ્‍પર્શ થશે. ગ્રહણ મધ્‍ય સવારે ૯.૪૩ વાગ્‍યે હશે. પ્રચ્‍છાયારૂપે અંતિમ સ્‍પર્શ સવારે ૧૧.૨૧ વાગ્‍યે, ઉપછાયારૂપે અંતિમ સ્‍પર્શ બપોરે ૧૨.૩૦ વાગ્‍યે હશે. ખંડગ્રાસની અવવિધ ૩.૧૬ કલાક અને ઉપછાયાની અવવિધ ૫.૩૫ કલાકની રહેશે. જોકે, આ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું નથી. ૨૮ ઓગસ્‍ટે રક્ષાબંધન હોવા છતાં પર્વ પર્વ આડે ગ્રહણનું વિઘ્‍ન નડશે નહીં.

બે મહિના સુધી અસર રહેશે, જળને લગતી આફત આવી શકે

જ્‍યોતિષીના જણાવ્‍યા મુજબ, ૧૨ ઓગસ્‍ટે જળતત્‍વ રાશિ કર્કમાં સૂર્યગ્રહણ થઇ રહ્યું છે. ભારતમાં દેખાવાનું નથી, પરંતુ તેની ચોક્કસ અસર દેશ-દુનિયામાં બે મહિના સુધી રહેશે. જળતત્‍વ રાશિમાં ગ્રહણ હોવાથી સુનામી, પૂર, પૂર, અતિવૃષ્ટિ જેવી જળને લગતી આફત આવી શકે. ભૂકંપ પણ આવી શકે. પાણીજન્‍ય રોગ ફેલાય શકે. આશ્‍લેષા નક્ષત્રમાં રાજકીય કાવા દાવા વધી શકે. આશ્‍લેષાનું પ્રતિક સાપ છે. એટલે ફૂડ પોઇ ઝનીંગ, પ્રદૂષિત પાણી, કેમિકલને લગતી ઝેરી અસર થઇ શકે. કર્ક રાશિમાં હોવાથી દેશ-દુનિયાના ઉત્તર દિશામાં, આશ્‍લેષા નક્ષત્રમાં હોવાથી દેશ-દુનિયાના અગ્નિકોણમાં નકારાત્‍મક ઘટના ઘટી શકે છે.

૨૦૨૭માં પાંચ ગ્રહણ, પણ સૂતક એકેયમાં પાળવાનું નથી

૨૦૨૬માં ચાર ગ્રહણ બાદ હવે આગામી વર્ષે ૨૦૨૭માં પાંચ ગ્રહણનો સંયોગ જોવા મળશે, પરંતુ સ્‍થિતિને જોતા એકેયમાં સુતક-વેધ પાળવાનો રહેશે નહીં, જ્‍યોતિષીના મત મુજબ, ૬ ફેબ્રુઆરી-૨૦૨૭ના શનિવારે વલયાકાર સૂર્યગ્રહણ, ૨૦ ફેબ્રુઆરીએ શનિવારે ઉપછાયા ચંદ્રગ્રહણ, ૧૮ જુલાઇના રવિવારે ઉપછાયા ચંદ્રગ્રહણ, ૨ ઓગસ્‍ટ-

૨૦૨૭ના સોમવારે ખગ્રાસ સૂર્યગ્રહણ, ૧૭ઓગસ્‍ટ-૨૦૨૭ના મંગળવારે ઉપછાયા ચંદ્રગ્રહણ થશે. વલયાકાર સૂર્યગ્રહણ અને ખગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. ઉપછાયા ગ્રહણમાં પણ ધાર્મિક સૂતક, વેધ પાળવાનો નથી. ૨૦૨૭માં ફેબ્રુઆરીમાં બે, જુલાઇમાં એક અને ઓગસ્‍ટમાં બે ગ્રહણ થશે.

(10:17 AM IST)