<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

જળક્રાંતિ ટ્રસ્‍ટ દ્વારા મધ્‍યપ્રદેશના જાબુઆ ખાતે આદિવાસી યુવાનો માટે યોજાયો સેમીનાર : જામલીમાં વનભાજી મહોત્‍સવ

રાજકોટ : જળક્રાંતિ ટ્રસ્‍ટના આર્થિક સહયોગથી ભરત ઘુમક્કડ સમાજ દર્શન ફાઉન્‍ડેશન દ્વારા મધ્‍ય પ્રદેશના જાબુઆ શહેરમાં મધ્‍યપ્રદેશ, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, ગુજરાત, કર્ણાટક, દિલ્‍હી, યુપીના ૪૦૦ યુવાનોનો બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં જળક્રાંતિ ટ્રસ્‍ટ દ્વારા યુવાનોને દારૂ-તમાકુ-શિકાર-દહેજ-ધર્માંતરણ અને દેશ વિરોધી પ્રવળતિઓથી મુક્‍ત રહીને શિક્ષણ સાથે પ્રાકળતિક આહાર, ગ્રામ ઉદ્યોગ, બાગાયત કળષિ અપનાવી નિરોગી અને આત્‍મનિર્ભર જીવનની પ્રેરણા આપી હતી. તેમજ જળરક્ષા-માટી સુરક્ષા-દેશી ગોસંવર્ધન-દેશી ફળઝાડ વાવેતર, ખૂલ્લા પહાડોમાં જંગલ નિર્માણ અને સામાજિક ઉત્‍થાનનો સંકલ્‍પ લેવડાવ્‍યો હતો. ભારતનું પ્રથમ દિવ્‍યગ્રામ ભેખડિયાના મધુસુદન રાઠવાએ જણાવેલ કે જળક્રાંતિ ટ્રસ્‍ટ દ્વારા ભેખડિયા-જામલીમાં ૧૦૦ વર્ષ ટકાઉ ૧૦૦ ચેકડેમ-તળાવ બાંધવામાં આવ્‍યા છે. જેનાથી કળષિ આવકમાં ૧૦ ગણી વળદ્ધિ થઈ છે. તમાકુ-દારૂ-વ્‍યસનમુક્‍તિથી વાર્ષિક ૧.૨૫ કરોડ રૂા. બચત થઇ છે. ભેખડિયા જાતવાન કાંકરેજ ગાયોનું પ્રથમ આદિવાસી ગામ બન્‍યું છે. ૫૦૦૦ દેશી આંબા-મોટા જાંબુ-ગુંદા-લીંબુ જેવા ફળઝાડ અને ૫૦૦૦ વળક્ષોનું વાવેતર કર્યું છે. બંને ગામોમાં રામજોલી યોજનાથી કળષિ-શિક્ષણ-સામાજીક પ્રસંગો માટે ૧૫ % વ્‍યાજે લોન મળે છે. આ પ્રસંગે યુવાનોએ મનસુખભાઈ સુવાગીયા લિખિત ‘દેવપ્રજા' નિર્માણનો સંકલ્‍પ લીધો હતો. ૫૦૦૦ સંકલ્‍પ પત્રોનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. ત્રીજા દિવસે મધ્‍યપ્રદેશનું પ્રથમ દિવ્‍યગ્રામ જામલીમાં ગુજરાત-મધ્‍યપ્રદેશની આદિવાસી બહેનો દ્વારા જંગલના વિવિધ વળક્ષો-વેલા-છોડના પાન-ફૂલની આદિવાસી પરંપરાની ૧૦૮ પ્રકારની ભાજીનો મહોત્‍સવ યોજવામાં આવ્‍યો હતો. જેમાં સુરત, અંકલેશ્વર, અમદાવાદથી પધારેલ સંઘ કાર્યકરતા અને મહેમાનો અને ૧૦૮ પ્રકારની ભાજી એક સમયે ખાવાની ઘટનાને જીવનનું અમિટ સંભારણુ ગણાવ્‍યુ હતું. પ્રોત્‍સાન રૂપે જળક્રાંતિ ટ્રસ્‍ટ દ્વારા ૧૦૮ બહેનોનું દેશી આંબા-જાંબુ- લીંબુ-ગુંદાની ૧૦-૧૦ કલમ અને સાડીથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. જામલીના વજેસંગ પટેલે જણાવેલ કે, જળક્રાંતિ ટ્રસ્‍ટ અને મનસુખભાઈની સેવાથી ગાંડી જામલી તરીકે કુખ્‍યાત અમારું ગામ દિવ્‍યગ્રામ જામલી-ધરતીનું સ્‍વર્ગ બન્‍યું છે. મનસુખભાઈ સુવાગીયાએ જણાવેલ કે જે દેશની સૌથી વંચિત પ્રજા ૧૦૮ પ્રકારની ભાજી બનાવી શકતી હોય, જે દેશમાં ૫૦ થી વધુ પ્રકારની દેશી ગાયો દૂધ આપતી હોય, એ પ્રજા પોતાનો પ્રકળતિ વૈભવ અને આહાર વિજ્ઞાન ભૂલીને ગંભીર રોગોને આમંત્રણ આપે તેવા પાઉ-પીઝા-બ્રેડ-મેગી-કોલ્‍ડ્રીંકસ, કેમિકલવાળી કેક-ચોકલેટ અને બજારું ઝેરી આહાર પાછળ પાગલ ન થવી જોઇએ. જળક્રાંતિ ટ્રસ્‍ટ દ્વારા પાણી-ગાય-દેશી આંબા, પ્રાકળતિક કળષિ, ગ્રામ વિકાસ સાથે માનવ આરોગ્‍યરક્ષા દ્વારા આરોગ્‍ય ક્રાંતિનો તથા સમગ્ર ભારતના આદિવાસી ક્ષેત્રમાં વ્‍યસનમુક્‍તિ, ગ્રામવિકાસ સાથે ધર્માતરણ અને દેશવિરોધી પ્રવળત્તિ નિવારણનું ધ્‍યેય છે. આ રાષ્‍ટ્રનિર્માણના કાર્યો જોવા અને તેમાં જોડાવા દેશના લોકોને અપીલ કરવામાં આવી હતી. 

(3:01 PM IST)