News of Saturday, 8th August 2026
નેપાળમાં ગ્લોબલ એવોર્ડ્સ ૨૦૨૬માં રાજકોટ ગુજરાતનું નામ રોશન : મુદ્રા ઇવેન્ટ્સને ૭ ટ્રોફી : સ્થાપક મિતુલ દોંગા અને તેમની ટીમની સર્જનાત્મકતાની કદર

રાજકોટ : ઇવેન્ટ અને વેડિંગ ઇન્ડસ્ટ્રીના ઓસ્કાર સમાન ગણાતા ઇએમએફ ગ્લોબલ એસીઇ કન્વેન્શન અને એવોર્ડ્સ ૨૦૨૬નું નેપાળના કાઠમંડુ ખાતે આયોજન થયુ હતુ. ‘ધ સોલટી' હોટેલમાં યોજાયેલા આંતરાષ્ટ્રીય મેગા ઇવેન્ટમાં ૭ દેશોના ૫૫૦થી વધુ ડેલિગેટ્સ જોડાયા હતા. આ ગ્લેમરસ સમારંભમાં ગુજરાતની મુદ્રા ઇવેન્ટ નેટવર્ક્સએ પોતાનો દબદબો સ્થાપિત કર્યો. મુદ્રા ઇવેન્ટ્સે આંતરાષ્ટ્રીય મંચ પર કુલ ૭ એવોર્ડ્સ જીતીને ઇતિહાસ રચ્યો. મુદ્રા ઇવેન્ટ્સનું ગૌરવપૂર્ણ પરફોર્મન્સ- ૫ ગોલ્ડ, ૧ સિલ્વર, ૧ બ્રોન્ઝ. સૌથી મોટી સિદ્ધિ બેસ્ટ વેડિંગ ઓફ ધ યરનો ગોલ્ડ એવોર્ડ રહ્યો. ડો. લક્ષ્યરાજસિંહ મેવાડ, અભિનેતા વિક્રાંત મેસી, બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને પીઢ અભિનેતા શક્તિ કપૂરના હસ્તે આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. મુદ્રા ઇવેન્ટ્સનો આછેરો પરિચય જોઇઅ તો ૨૦૧૧માં શરૂ થયેલી મુદ્રા ઇવેન્ટ નેટવર્ક્સ આજે માત્ર ભારતમાં જ નહીં, વિશ્વભરમાં લક્ઝરી વેડિંગ, ડેસ્ટિનેશન વેડિંગ, નવરાત્રી, કોર્પોરેટ અને સરકારી ઇવેન્ટ્સ, આર્ટિસ્ટ મેનેજમેન્ટ, ઇન-હાઉસ ડેકોર અને પ્રોડક્શન લગતી સેવાઓ આપે છે. રસપ્રદ વાત એ છે કે મુદ્રા માત્ર ઇવેન્ટ કંપની નથી. તે ઓઇલ મિલ, સોલવન્ટ પ્લાન્ટ, એન્જિનિયરિંગ, બાંધકામ, ટેક્સટાઇલ અને ફાઇનાન્સીયલ સેવાઓ સહિતના વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત વિશાળ બિઝનેસ ગ્રુપનો ભાગ છે. મિતુલ દોંગાના વિઝનથી સફળતાના શિખરો સર કર્યા છે. આ સિદ્ધિનું શ્રેય કંપનીના માર્ગદર્શક મિતુલ દોંગાના યુવા-કેન્દ્રિત વિઝનને જાય છે. મુદ્રાની ટીમમાં ઇવેન્ટ પ્લાનર્સ, ઇન્ટિરિયર ડિઝાઇનર્સ, આર્કિટેક્ટ્સ અને પ્રોડક્શન નિષ્ણાતો સામેલ છે. આ સિદ્ધિ સાથે મુદ્રા ઇવેન્ટ્સે માત્ર એક એવોર્ડ જ નહીં, પરંતુ રાજકોટનું નામ આંતરાષ્ટ્રીય સ્તરે ગૌરવ સાથે ઊંચું કર્યું છે
(3:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
