News of Saturday, 8th August 2026
ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં જબરદસ્ત વધારો: RBI ના તાજા આંકડા મુજબ ફોરેક્સ રિઝર્વ $692.9 બિલિયન ડૉલરની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું : વિશ્વમાં ચોથો સૌથી મોટો ભંડાર
મજબૂત આર્થિક પાયો અને રૂપિયાને મળ્યો સપોર્ટ: વધેલા વિદેશી મુદ્રા ભંડારથી ભારત વૈશ્વિક કટોકટી સામે વધુ સુરક્ષિત બન્યું, આયાત ખર્ચ ચૂકવવાની ક્ષમતામાં પણ વધારો

નવી દિલ્હી, તા.૮ : ભારતીય રિઝર્વ બેંક RBI દ્વારા જાહેર કરાયેલા તાજેતરના આંકડાઓ અનુસાર દેશના વિદેશી મુદ્રા ભંડાર Foreign Exchange Reserves માં નોંધપાત્ર વધારો નોંધાયો છે. હાલમાં ભારતનું કુલ ફોરેક્સ રિઝર્વ $692.9 બિલિયન ડૉલરના સ્તરે પહોંચી ગયું છે.
વિદેશી મુદ્રા ભંડારમાં આ વધારો ભારતીય અર્થતંત્રની મજબૂતી અને સ્થિરતાનું સ્પષ્ટ પ્રતિક માનવામાં આવે છે. આટલા મોટા ભંડાર સાથે ભારત હવે વિશ્વમાંસૌથી વધુ વિદેશી મુદ્રા ભંડાર ધરાવતા દેશોમાં ચોથા સ્થાને સ્થિત છે.
નિષ્ણાતોનું માનવું છે કે આ વધારાથી એક તરફ ભારતીય રૂપિયાને સપોર્ટ મળશે, તો બીજી તરફ દેશની લગભગ 11-12 મહિનાની આયાત ચૂકવવાની ક્ષમતા સુનિશ્ચિત થશે.
ભારતના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં મુખ્યત્વે નીચેના ઘટકોનો સમાવેશ થાય છે:
1. વિદેશી ચલણની અસ્કયામતો*: US ડૉલર, યુરો, પાઉન્ડ સહિતની વિદેશી ચલણો
2. સોનાનો જથ્થો: RBI પાસે રહેલ સોનાનો ભંડાર
3. MF ના SDR: સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ
4. IMF માં રિઝર્વ પોઝિશન
આર્થિક નિષ્ણાતોના મતે $692.9 બિલિયન ડૉલરનો આ ભંડાર વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા, ભૂ-રાજકીય તણાવ અને મંદી જેવી પરિસ્થિતિઓમાં ભારત માટે સુરક્ષા કવચ તરીકે કામ કરશે. આનાથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પણ વધશે અને ભારતમાં FDI નો પ્રવાહ તેજ બનશે.
સરકાર અને RBI ની મજબૂત નીતિઓના કારણે વિદેશી મુદ્રા ભંડારમાં આ સત વધારો નોંધાઈ રહ્યો છે, જે 'આત્મનિર્ભર ભારત'ના લક્ષ્યને સાકાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
