News of Sunday, 9th August 2026
અદાણી ગ્રુપનો બિઝનેસ ધમાકો: ગૌતમ અદાણીએ માત્ર ૪ દિવસમાં રચાઈ ૨ નવી કંપનીઓ, ગ્લોબલ ફાઇનાન્સ અને એવિએશન સેક્ટરમાં વધારશે પોતાનો દબદબો!
અદાણી એન્ટરપ્રાઈસિસની નવી સબસિડીયરી 'AACL ગ્લોબલ IFSC લિમિટેડ' ની ભવ્ય જાહેરાત; ગ્લોબલ ટ્રેઝરી અને ફાઇનાન્શિયલ ઓપરેશન્સને ગિફ્ટ સિટીમાંથી મળશે નવી ઊંચાઈ!

અમદાવાદ: દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પોતાના બિઝનેસ સામ્રાજ્યને અભૂતપૂર્વ ઝડપે વિસ્તારી રહ્યા છે. ભારતના એવિએશન અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં મજબૂત પકડ બનાવવાના હેતુથી અદાણી ગ્રુપે માત્ર ચાર દિવસના ટૂંકા ગાળામાં જ બીજી નવી પેટાકંપની બનાવવાની મોટી જાહેરાત કરી છે. સ્ટોક એક્સચેન્જને આપવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, અદાણી એન્ટરપ્રાઈસિસ લિમિટેડ (AEL) ની સંપૂર્ણ માલિકીની નવી સબસિડીયરી 'AACL ગ્લોબલ IFSC લિમિટેડ' ની રચના કરવામાં આવી છે.
આ અગાઉ અદાણી ગ્રુપે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) ને લઈને મોટો નિર્ણય લીધો હતો. ત્યારબાદ હવે અદાણી એરપોર્ટ સિટી લિમિટેડે ૧૫ જુલાઈ ૨૦૨૬ના રોજ AACL ગ્લોબલ નામની નવી કંપનીનું ગઠન કર્યું હતું, જેને ૭ ઓગસ્ટ ૨૦૨૬ના રોજ બિઝનેસ શરૂ કરવાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે અને ૮ ઓગસ્ટના રોજ આ મહત્વપૂર્ણ વિગતો જાહેર કરવામાં આવી છે.
નવી રચાયેલી આ કંપની મુખ્યત્વે નાણાકીય સેવાઓ (Financial Services) ક્ષેત્રે કાર્યરત રહેશે. IFSCA રેગ્યુલેશન્સ ૨૦૨૧ હેઠળ આ કંપની ગ્લોબલ ટ્રેઝરી સેન્ટર તરીકેની કામગીરીનું સંચાલન કરશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે અદાણી ગ્રુપના નાણાકીય વ્યવસ્થાપન અને ટ્રેઝરી ઓપરેશન્સને વધુ સક્ષમ તથા મજબૂત બનાવવાનો છે. ગૌતમ અદાણીના આ આક્રમક નિર્ણયોથી એવિએશન અને ગ્લોબલ ફાઇનાન્સ ક્ષેત્રે અદાણી ગ્રુપની સ્થિતિ વધુ સુદ્રઢ બનશે.
(12:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
