<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 9th August 2026

દરિયાકિનારે રાજશાહી ઠાઠ: વિયેતનામમાં આકાર લેશે ભારતનું સૌથી મોટું 'મેગા ડેસ્ટિનેશન વેડિંગ' : આખો ટાપુ જ બુક કરાયો!

૫ દિવસ સુધી ચાલનારા વિયેતનામના આઇલેન્ડ વેડિંગમાં ૧,૪૦૦ ઝળહળતા મહેમાનો અને ૬૦૦ થી વધુ સ્ટાફની ફોજ : ભારતીય અબજોપતિ દંપતીના શાહી વિવાહ વૈશ્વિક લક્ઝરી વેડિંગ ટુરિઝમમાં નવો ઇતિહાસ રચશે

વિયેતનામ: વિદેશમાં ભારતીય લગ્નોની ભવ્યતા અને રોયલ અંદાજના કિસ્સાઓ અવારનવાર ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે એક ભારતીય અબજોપતિ પરિવારે આયોજનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વિયેતનામના વિશ્વપ્રસિદ્ધ કોસ્ટલ સિટી 'નહા ત્રાંગ' ખાતે ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું અને વૈભવી ડેસ્ટિનેશન વેડિંગ યોજાવા જઈ રહ્યું છે. આ પાંચ દિવસીય વિવાહ ઉત્સવ માટે વિયેતનામનો એક આખો પ્રાઇવેટ ટાપુ જ બુક કરી દેવામાં આવ્યો છે! ૧,૪૦૦ થી વધુ વિશેષ મહેમાનો અને તેમની સેવામાં ખડેપગે રહેનારા ૬૦૦ થી વધુ પ્રોફેશનલ સ્ટાફની ફોજ સાથે આ ક્રેઝી ઇવેન્ટ વૈશ્વિક સ્તરે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.

આ કોઈ સામાન્ય લગ્ન પ્રસંગ નથી, પરંતુ પાંચ દિવસ સુધી ચાલનારો એક ભવ્યાતિભવ્ય ઉત્સવ છે, જેમાં દરેક દિવસ એક નવી થીમ અને શાહી રોમાંચ લઈને આવશે. આખા ટાપુ પર ભારતીય સંસ્કૃતિ, રંગો, સંગીત અને લક્ઝરીનું અનોખું મિશ્રણ જોવા મળશે. મહેમાનોના સ્વાગતથી લઈને મહેંદી, સંગીત સંધ્યા, કોકટેલ નાઇટ અને મુખ્ય વિવાહ સમારોહ માટે આઇલેન્ડના અલગ-અલગ રિસોર્ટ અને દરિયાકિનારાના લોકેશન્સ સજાવવામાં આવી રહ્યા છે. મહેમાનોને એરપોર્ટ પર ઉતરવાથી લઈને વીઆઈપી ચાર્ટર્ડ બોટ મારફતે ટાપુ પર પહોંચાડવા અને તેમની દરેક નાની-મોટી ઈચ્છા પૂરી કરવા માટે ૬૦૦ થી વધુ આતિથ્ય ક્ષેત્રના નિષ્ણાતો તૈનાત રહેશે.

છેલ્લા કેટલાક સમયથી ભારતીય અબજોપતિઓ અને સેલિબ્રિટીઝ માટે વિયેતનામનું 'નહા ત્રાંગ' શહેર હોટ ફેવરિટ ડેસ્ટિનેશન વેડિંગ સ્પોટ બનીને ઉભરી આવ્યું છે. તેના ક્રિસ્ટલ ક્લિયર બ્લુ વોટર, પ્રાઇવેટ આઇલેન્ડ રિસોર્ટ્સ અને વિશ્વસ્તરીય લક્ઝરી ફેસિલીટીઝને કારણે ભારતીય શાહી વિવાહ માટે તે પ્રથમ પસંદગી બની રહ્યું છે. અહીં માત્ર ભારતીય પરંપરાગત વાનગીઓ જ નહીં પરંતુ દેશ-વિદેશના શેફ દ્વારા વિશેષ મેનૂ પણ તૈયાર કરવામાં આવશે. વિયેતનામના પર્યટન ક્ષેત્ર માટે પણ આ ઐતિહાસિક મેગા વેડિંગ લક્ઝરી ટુરિઝમની નવી દિશાઓ ખોલનારું સાબિત થશે, જ્યાં લગ્ન માત્ર એક વિધિ નહીં પરંતુ આખી જિંદગી યાદ રહી જાય તેવો અદભુત અનુભવ બની રહેશે.

(8:29 PM IST)