<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

તેલંગણામાં એઆઈથી અનેક નાના ખેડૂતોને સરેરાશ રૂ.૫૩૦૦૦ની બચત થઈ

વર્લ્‍ડ બેંકના રિપોર્ટમાં દાવો : વર્લ્‍ડ બેંકે વિકાસશીલ દેશોને ઓછા ખર્ચવાળા એઆઇ ટુલ્‍સનો સ્‍વીકાર કરવાનો આગ્રહ કર્યો

વોશિંગ્‍ટન,તા.૧૦: આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ (એઆઈ) પર આધારિત હવામાનનાં અંદાજથી તેલંગણાનાં નાના ખેડૂતોને ખાસ જોખંમોનાં! હિસાબે પોતાની રીત બદલીને ૫૬૦ ડોલર એટલે કે અંદાજે ૫૩૦૦૦ રૂપિયા બચાવવામાં મદદ મળી છે તેમ વર્લ્‍ડ બેંકના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું છે.

તેલંગણાનાં સ્‍ટડી અને અન્‍ય  ઉદાહરણોનો સંદર્ભ આપતા વર્લ્‍ડ બેંકે  વિકાસશીલ દેશોને લાખો લોકોનું જીવન વધુ સારુ બનાવવા માટે નાના અને ઓછા ખર્ચવાળા આર્ટિફિશિયલ ઈન્‍ટેલિજન્‍સ ટુલ્‍સનો ઝડપથી સ્‍વીકાર કરવાનો આગ્રહ કર્યો છે.

વર્લ્‍ડ ડેવલોપમેન્‍ટ રિપોર્ટ ૨૦૨ ધ પ્રોમિસ ઓફ આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ નામના રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું છે કે આર્થિક બાબતોનાં કેસોમાં એઆઈ લાખો નાના વેપારીઓ અને ખેડૂતોને વધુ ઉત્‍પાદક બનાવવામાં મદદ કરી શકે છે.

એઆઇથી હવામાન અંગે જે અંદાજ મૂકવામાં આવે છે તેનાથી ખેડૂતોને સારા ઉત્‍પાદન અને રોકાણનાં નિર્ણયો લેવામાં મદદ મળે છે. આ રિપોર્ટ વિકાસશીલ દેશો પર એઆઈની અસરની પ્રથમ વિસ્‍તૃત સમીક્ષા છે. જેમાં બતાવવામાં આવ્‍યું છે કે આ દેશોમાં બિઝનેસ અને સરકાર એઆઈનો કેવી રીતે ઉપયોગ, કરવા લાગી છે. તેમાં જાણવા મળ્‍યું છે કે એઆઈ લોકો, બિઝનેસ અને સરકારની સમસ્‍યાઓનો ઉકેલ મેળવવા, માહિતીનું વિશ્‍લેષણ કરવા, અંદાજો વધુ સારા બનાવવા અને મોટા પાયે સેવા  આપવામાં મદદ કરે છે.

રિપોર્ટ અનુસાર સરકાર ટેક્‍સ કલેક્‍શન, સોશિયલ પ્રોગ્રામ, આપત્તિ સમયે કાર્યવાહી, હેલ્‍થકેર અને શિક્ષણને વધુ સારુ બનાવવા માટે એઆઈનો ઉપયોગ કરી શકે છે

(10:38 AM IST)