<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 10th August 2026

કાલે દિલ્હી-એનસીઆર માટે યલો એલર્ટ: ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વરસાદની ચેતવણી જારી

ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડવાની શક્યતા

નવી દિલ્હી :હવામાન વિભાગે આવતીકાલે 11 ઓગસ્ટે અનેક રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરી છે. દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણા સહિત ઉત્તર ભારતમાં વરસાદની સંભાવના છે. આવતીકાલે ૧૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આવતીકાલે હવામાન કેવું રહેશે 

   શુક્રવારે દિલ્હીમાં વરસાદે ૧૫ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. સપ્તાહના અંતે વરસાદ ચાલુ રહ્યો. આજે સવારથી વાદળછાયું આકાશ છવાયું રહ્યું છે, સાંજે કેટલાક વિસ્તારોમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે પણ વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યુ છે. આ પછી પણ આકાશ વાદળછાયું રહેવાની અને 12 થી 15 ઓગસ્ટ સુધી હળવો વરસાદ કે ઝરમર વરસાદ પડવાની શક્યતા છે.

    11 ઓગસ્ટે ઉત્તર પ્રદેશ, પૂર્વી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, કેરળ, લક્ષદ્વીપ અને કર્ણાટકમાં આવતીકાલે ખૂબ ભારે વરસાદની સંભાવના છે

આઈએમડી અનુસાર ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં પણ આવતીકાલે વરસાદ પડશે. હવામાન વિભાગ અનુસાર કાલે પૂર્વી ઉત્તર પ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. કાલે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે.

હવામાન વિભાગે આવતીકાલે બિહારના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની આગાહી કરી છે. આઈએમડી અનુસાર કાલે બિહારમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડવાની શક્યતા છે. 13 થી 15 ઓગસ્ટ દરમિયાન બિહારમાં પણ ચોમાસું મજબૂત બનશે અને ઘણી જગ્યાએ વરસાદ પડશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે આજથી ગુજરાત રાજ્યમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે. તેમના જણાવ્યા મુજબ આગામી 13 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળશે.

(8:18 PM IST)