News of Tuesday, 11th August 2026
દેશ છોડીને ભાગી ગયેલા બેન્ક-ફ્રોડના ૫૪ આરોપીઓની ૧૫,૧૮૪ કરોડની સંપત્તિ જપ્ત
નાણારાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ રાજ્યસભામાં લેખિત જવાબ આપતાં આ મહત્ત્વની વિગતો રજૂ કરી હતી

નવી દિલ્હી,તા.૧૧: દેશની બેન્કો સાથે કરોડો રૂપિયાની છેતરપિડી કરીને વિદેશ ભાગી ગયા હોય એવા ૫૪ આરોપીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિગ ઍક્ટ (PMLA) હેઠળ ૩૨ કેસની તપાસ કરી રહ્યું છે. નાણારાજ્યપ્રધાન પંકજ ચૌધરીએ રાજ્યસભામાં લેખિત જવાબ આપતાં આ મહત્ત્વની વિગતો રજૂ કરી હતી.
મિનિસ્ટરે જણાવ્યું હતું કે ફયુજિટિવ ઇકોનોમિક ઑફેન્ડર્સ ઍક્ટ (FEOA) હેઠળ ૨૭ આરોપીઓ સામે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાંથી અદાલતે ૯ આરોપીઓને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરીને ૮૪૦.૬૮ કરોડ રૂપિયાની મિલકતો જપ્ત કરી છે. આ ઉપરાંત ૧૮ આરોપીઓના પ્રત્યાર્પણની કાનૂની કાર્યવાહી ચાલી રહી છે. EDએ PMLA હેઠળ કુલ ૩૫,૧૬૬.૨૮ કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે, જેમાંથી ૧૫,૧૮૪.૧૯ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લેવાઈ છે.
બિનવારસી રકમ સરકારી બેન્કોના ગ્રાહકોની ૬૨,૬૮૩.૧૯ કરોડ રૂપિયાની દાવો ન કરાયેલી (બિનવારસી) રકમ રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ડિપોઝિટર એજ્યુકેશન ઍન્ડ અવેરનેસ (DEA) ફન્ડમાં જમા છે.
ફોરેન રિઝર્વ : ફેબ્રુઆરીથી મે ૨૦૨૬ વચ્ચે ય્ગ્ત્એ ૮૧૭૦.૯૨ અબજ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ વેચ્યું હતું. ભારતનું ફોરેક્સ રિઝર્વ ૧૦.૩ મહિનાના આયાતખર્ચ માટે પૂરતું છે
(10:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
