News of Tuesday, 11th August 2026
જયપુરમાં ૯૦ વર્ષની ઉંમરે દાદાને લગ્નનો ચસ્કો ચઢયો
કથિત ફેક મેરેજ બ્યુરો સાથે જોડાયેલા કેટલાક અજાણ્યા લોકોએ ૯૦ વર્ષના વૃદ્ધ સાથે મોટી છેતરપિડી આચરી : ખોટા કેસમાં ફસાવી દેવાની તથા સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપીને આશરે ૯ લાખ રૂપિયા પડાવી લીધા

જયપુર તા.૧૧: રાજસ્થાનની રાજધાની જયપુરમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ બ્લેકમેઇલિગનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં ચાલાક સાયબર ઠગોએ લગ્ન કરાવવાના નામે એક ૯૦ વર્ષના વૃદ્ધને પોતાના જાળમાં ફસાવ્યા અને પછી ખોટા કેસમાં ફસાવી દેવાની તથા સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપીને આશરે ૯ લાખ રૂપિયા પડાવી લીધા.
આ ખતરનાક ખેલ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહ્યો હતો. આ મામલાનો ખુલાસો થતાં પીડિતના દીકરાએ જયપુરના મહેશનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ કેસની તપાસ કરી રહેલા ખ્લ્ત્ કૈલાશ ચંદે જણાવ્યું કે, મહેશ નગરના રહેવાસી ૭૯ વર્ષીય વ્યક્તિએ પોતાના ૯૦ વર્ષના વૃદ્ધ પિતા સાથે થયેલા ફ્રોડનો કેસ નોંધાવ્યો છે.
ફરિયાદ મુજબ, આ આખી ઘટના વર્ષ ૨૦૨૨માં શરૂ થઈ હતી. Shaadi Center.com નામના કથિત ફેક મેરેજ બ્યુરો સાથે જોડાયેલા કેટલાક અજાણ્યા લોકોએ વૃદ્ધના મોબાઇલ પર સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં આરોપીઓએ મીઠી-મીઠી વાતો કરીને વૃદ્ધનો વિશ્વાસ જીત્યો અને ધીમે-ધીમે તેમને પોતાની જાળમાં ફસાવ્યા.
થોડા સમય સુધી સામાન્ય વાતચીત કર્યા બાદ ઠગોએ પોતાનો અસલી રંગ બતાવ્યો. શાતિર ઠગોએ વૃદ્ધને ખોટા કેસમાં ફસાવવાની અને સમાજ-સંબંધીઓમાં બદનામ કરવાની ધમકી આપવાનું શરૂ કરી દીધું. જેથી ૯૦ વર્ષના વૃદ્ધ ગભરાઈ ગયા અને પરિવારના કોઈ સભ્યને જાણ કર્યા વગર સાયબર ઠગોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા રહ્યા. આ રીતે ૪ વર્ષમાં ઠગોએ વૃદ્ધ પાસેથી ટુકડે-ટુકડે ૯ લાખ રૂપિયા પડાવી લીધા.
આ મોટા ફ્રોડનો પર્દાફાશ ત્યારે થયો, જ્યારે વૃદ્ધના દીકરાને પૈસાની જરૂર પડી. જ્યારે દીકરાએ બેંકની પાસબુક માંગી, ત્યારે તેમણે પાસબૂક આપવાની ના પાડી દીધી. દીકરાને શંકા જતાં તેણે પ્રેમ પૂછ્યું તો ૯૦ વર્ષીય વૃદ્ધ પિતા પોતાના આંસુ રોકી શક્યા નહીં અને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા. તેમણે પોતાની સાથે બનેલી આખી વાત દીકરાને જણાવી. પરિવારજનોએ જ્યારે બેંક સ્ટેટમેન્ટ કઢાવ્યું, તો જોવા મળ્યું કે ખાતામાંથી લગભગ ૯ લાખ રૂપિયા અલગ-અલગ ખાતાઓમાં મોકલાઈ ચૂક્યા હતા.
આ ઘટનાની જાણ થતાં પીડિત પરિવાર તરત જ મહેશ નગર પોલીસ સ્ટેશન પહોંચ્યો. પોલીસે છેતરપિડી અને બ્લેકમેલિગની ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસ હવે તે બેંક ખાતાઓ, મોબાઇલ નંબરો અને યુપીઆઈ/ડિજિટલ ટ્રાન્ઝેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, જેમાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. સાયબર સેલની મદદથી બ્લેકમેલરોની લોકેશન ટ્રેસ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
